ચાણક્યની આ 7 વાતોને મુકો અમલમાં, બદલી જશે તમારું પણ જીવન - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

ચાણક્યની આ 7 વાતોને મુકો અમલમાં, બદલી જશે તમારું પણ જીવન


આચાર્ય ચાણક્યની કહેલી વાતો વર્ષો પછી પણ એટલી પ્રાસંગિક છે. તેમની જણાવેલી કેટલીક વાતો પર અમલ કરી જીવનને સફળ બનાવી શકીએ. ઉપરાંત દરેક કામમાં સફળ પણ થઈ શકીએ છીએ. દેશના મહાન કુટનીતિજ્ઞ એવા ચાણક્યએ કહેલી આવી જ સાત સલાહ અહીં રજૂ કરવામાં આવી છે. જેનું આચરણ કરવાથી કોઈપણ વ્યક્તિ ધારી સફળતા મેળવી શકે છે.

1. જો સાપ ઝેરી ન પણ હોય તો પણ તેણે અન્ય સામે તે વાત છતી ન કરવી જોઈએ. એટલે કે પોતાની અયોગ્યતા વ્યક્તિએ કોઈની સમક્ષ દેખાડવી ન જોઈએ.
2. ધન માત્ર યોગ્ય વ્યક્તિને જ આપવું. અન્ય કોઈને ન આપવું અન્યથા ધન નષ્ટ થઈ જાય છે. 
3. સાચા સેવકની ઓળખ ત્યારે થાય છે જ્યારે તે કંઈ જ કામ ન કરતો હોય. તેવી જ રીતે પત્નીની પરીક્ષા સંકટના સમયમાં થાય છે.
4. સંતુલિત મન જેવી કોઈ સાદગી નથી હોતી. સંતોષ જેવું કોઈ સુખ નથી હોતું. લોભ જેવી કોઈ બીમારી નથી અને દયા જેવું કોઈ પુણ્ય નથી. 
5. સાપની ફેણમાં, માખીના મુખમાં અને વિછ્છીના ડંખમાં ઝેર હોય છે. પરંતુ દુષ્ટ વ્યક્તિમાં તો પગથી માથા સુધી ઝેર ભરાયેલું હોય છે. 
6. જે પુરુષ સ્ત્રી બાહ્ય સુંદરતા જોઈને તેની સાથે લગ્ન કરે છે. તેના ગુણ અને સંસ્કાર નથી જોતો તે વ્યક્તિનું વૈવાહિક જીવન ક્યારેય સુખી નથી હોતું.
7. સંસ્કારી પરિવારની કન્યા સુંદર ન પણ હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ. આવી કન્યા મન, વિચાર અને આત્માથી શુદ્ધ હોય છે અને તે જ આગળ જતા શ્રેષ્ઠ પરિવાર બનાવે છે. 

Pages