શુક્રવારે કરી લો આ કારગત ઉપાય, ખિસ્સામાંથી પૈસા ક્યારેય નહીં ખુટે - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 7 ડિસેમ્બર, 2019

શુક્રવારે કરી લો આ કારગત ઉપાય, ખિસ્સામાંથી પૈસા ક્યારેય નહીં ખુટે



મિત્રો , હાલ શ્રાવણ નો પાવન અને પવિત્ર માસ ચાલી રહ્યો છે એટ્લે કે સૌ કોઈ પ્રભુ ભોલેનાથ ની ભક્તિ માં લીન થઈ ચૂક્યા છે. પરંતુ , જો તમે મહાદેવ ની સાથોસાથ શુક્રવાર ના પાવન દિવસે લક્ષ્મી માતા નું પણ સાચા હ્રદય થી પૂજન – અર્ચન કરશો તો તમારા ઘર માં ક્યારેય પણ નાણાં ની અચ્છત નહીં સર્જાય.



શુક્રવાર એ લક્ષ્મી માતા નો સૌથી પ્રિય વાર છે જો તમે આ દિવસે લક્ષ્મી માતા નું સાચા હ્રદય થી પૂજન-અર્ચન કરો તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો વાસ થાય છે અને તમારું ઘર સુખ-શાંતિ થી પરિપૂર્ણ રહે. લક્ષ્મી માતા ને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રો માં અમુક દિવ્ય ઉપાયો દર્શાવવા માં આવ્યા છે જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું.


શાસ્ત્રો માં દર્શાવેલા આ ચમત્કારિક ઉપાયો અજમાવવા થી માતા લક્ષ્મી ની તમારા પર કૃપા વરસી રહેશે અને તમે જીવન માં ક્યારેય પણ આર્થિક નાણાંભીડ ની સમસ્યા થી નહીં પીડાવ. તો ચાલો જાણીએ ક્યાં છે આ ઉપાયો.



જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી , તમારી આવક માં વૃધ્ધિ થશે.


લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.



જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.


જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.



આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે ૧૧ આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.



આ ઉપરાંત ઉપરોક્ત ઉપાય અજમાવતા સમયે લક્ષ્મી માતા ના આ દિવ્ય મંત્ર નું મંત્રોચારણ કરવું જેથી લક્ષ્મી માતા ની કૃપા સદાય તમારા પર બની રહે. આ દિવ્ય મંત્ર આ મુજબ છે.


|| ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ ||





Post Views:
68



Pages