સવારે ઊઠીને દરરોજ શેકેલા ચણા ખાવાથી દૂર થાય છે કબજિયાત - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 7 ડિસેમ્બર, 2019

સવારે ઊઠીને દરરોજ શેકેલા ચણા ખાવાથી દૂર થાય છે કબજિયાત



મિત્રો , હાલ વર્તમાન સમય નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે આપણે આપના શરીર ની યોગ્ય સાર-સંભાળ લઈ શકતા નથી અને પરિણામે આપણે અવાર નવાર કોઈ ને કોઈ સમસ્યા થી પીડાય છીએ. આ વ્યસ્તતા વાળા જીવન ના કારણે લોકો ના શરીર માં અસ્થિર પરિવર્તનો સર્જાય છે જેના કારણે તે કબજિયાત જેવી સમસ્યા નો શિકાર બને છે.



હાલ , તમને આજે આ લેખ માં આ કબજિયાત ની સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે અમુક ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવીશું. તમે જ્યારે પણ દાક્તર ની મુલાકાતે જાઓ એટલે તે તમને તમારા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે હમેશા ચણા નું સેવન કરવાનો આગ્રહ રાખવાની સલાહ આપતા હોય છે.


જો નિયમિત પરોઢે ઊઠીને ભૂખ્યા પેટે શેકેલા ચણા નું સેવન કરવામાં આવે તો તેનાથી આપના શરીર ને અનેકવિધ લાભો પહોંચી શકે. આ શેકેલ ચણા માં ભરપૂર પ્રમાણ માં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓ માથી સરળતા થી મુક્તિ મેળવી શકો. તો ચાલો આ ચણા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતાં લાભો વિશે માહિતી મેળવીએ.



શેકેલ ચણા માં કાર્બોહાયડ્રેડ , પ્રોટીન , કેલ્શિયમ , લોહતત્વ અને વિટામિન ભરપૂર પ્રમાણ માં સમાવિષ્ટ હોય છે. એક ખૂબ જ તજજ્ઞ ડાયટીશિયન ના મત મુજબ જો એક વ્યક્તિ નિયમિત પોતાના આહાર માં ૫૦-૬૦ ગ્રામ જેટલા ચણા નો સમાવેશ કરે તો તેનું સ્વાસ્થ્ય સ્વસ્થ , તંદુરસ્ત રહે છે.


શેકેલા ચણા નું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ માં વૃધ્ધિ થાય તથા તમારું શરીર રોગમુક્ત બને. આ ઉપરાંત ઋતુ પરીવર્તન ના કારણે ફેલાતી બીમારીઓ માથી પણ તમે રક્ષણ મેળવી શકો. શેકેલા ચણા મુ નિયમિત સેવન કરવાના લીધે તમારું શરીર ને ભરપૂર પ્રમાણ માં ઉર્જા પ્રાપ્ત થઈ રહે છે.



આ સિવાય જો તમે મોટાપા ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો આ શેકેલ ચણા નું સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે. નિયમિત શેકેલા ચણા નું સેવન કરીને તમે તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી ને દૂર કરી શકો છો તથા ચરબી ને નિયંત્રણ માં લાવી શકો છો. તો શેકેલા ચણા ના આ લાભો જાણ્યા બાદ હવે આ ચણા ને તમારા રોજિંદા આહાર માં અવશ્ય સમાવિષ્ટ કરજો જેથી તમારું શરીર સ્વસ્થ , તંદુરસ્ત અને રોગમુક્ત બની રહે.





Post Views:
110



Pages