
લક્ષ્મીજી અને ગણપતી ની મૂર્તિ ખરીદતી વખતે આ વાત નું ખાસ ધ્યાન રાખો
દિવાળી આવી રહી છે. બધાજ લોકો જોરસોર થી દિવાળી ની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી દિવાળી ના સમયે ધરતી ઉપર આવે છે અને બધાજ ભક્તો ની ઈચ્છા પૂરી કરે છે. દિવાળી માં જે લોકો સાચા દિલ થી દેવી લક્ષ્મી ની અને ગણપતિ ની પૂજા કરે તો લોકો ઉપર હમેશા ભાગવાન કૃપા દ્રષ્ટી વરસતી રહે છે. માતા લક્ષ્મી જે ઘર માં પ્રવેશ કરે છે તે ઘર માંથી દરિદ્રતા અને બીમારી જતી રહે છે.આપડે બધા દિવાળી માં લક્ષ્મીજી ની અને ગણપતિ ની મૂર્તિ ખરીદતા હોય છે પણ શું તમને ખબર છે કે મૂર્તિ ખરીદતી વખતે આ બાબતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે બાબત નીચે મુજબ દર્શાવેલી છે. તો ચાલો જાણીએ મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન માં લેવાતી બાબત વિષે.

જયારે તમે મૂર્તિ ખરીદો તો એક વાત નું ખાસ ધ્યાન રાખજો કે તે મૂર્તિ કોઈ ને પણ નુકસાન પોહ્ચાડે તેવી ના હોવી જોઈએ. પછી તમે ગણપતિ ની મૂર્તિ ખરીદો તો ધ્યાન રાખજો કે તે મૂર્તિ માં સુંઢ ડાબી બાજુ હોવી જોઈએ. જો તમે ગણપતિ ની મૂર્તિ ડાબી બાજુ સુંઢ વાળી હશે તો તે તમને મોક્ષ પ્રાપ્તિ નું સુખ આપશે.

જો તમે ગણેશજી ની મૂર્તિ જમણી બાજુ ની સુંઢ વાળી ખરીદ્સો તો તમને લોકિક સુખ ની પ્રાપ્તિ થશે. સંતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગણપતિ ની મૂર્તિ હોય તેની બાજુ માંજ લક્ષ્મીજી ની મૂર્તિ ની સ્થાપના કરી જોઈએ. જયારે પણ તમે લક્ષ્મીજી ની મૂર્તિ ખરીદવા જાવ ત્યારે આ વાત નું ખાસ ધ્યાન રાખજો કે તે મૂર્તિ માં લક્ષ્મીજી ના હાથ 4 હોવા જોઈએ. જો લક્ષ્મીજી ના હાથ 4 હશે તો તમારા ઘર માં ક્યારેય પણ ધન ની કમી નહિ થાય.

તમે બે હાથ વાળા લક્ષ્મીજી ની મૂર્તિ ની ખરીદી કરશો તો તમારા ઘર માં ધાન્ય ની ક્યારેય પણ કમી નહિ થાય. જો તમે મૂર્તિ ખરીદો તો એવી મૂર્તિ ખરીદજો કે જે તમે પધરાવો તો તેનાથી પ્રદુષણ ના ફેલાઈ.

Post Views:
16