હિન્દુ ધર્મ મા બનાવવા મા આવેલ તમામ નીતિ નિયમો નુ પાલન કરવુ પડે છે અને અનેક પરંપરા નુ અનુસરણ કરવુ પડે છે.આમા ની એક જુની પરંપરા આપણા સમાજ મા વર્ષો પહેલા થી ચાલી આવે છે. કોઈ એક કૌટુંબીક વ્યક્તિ ના નિધન બાદ શોક મનાવતા કુટંબ જે ભોજન અન્ય ને આપે તેને મૃત્યુભોજન કહેવામા આવે છે અથવા જે ભોજન રડી-રડી ને તૈયાર કરવામા આવે તેને મૃત્યુભોજન તરીકે ઓળખવા મા આવે છે. આને સામાજીક કુરિવાજ ગણવામા આવે છે.
આ રિવાજ નિમ્ન વર્ગ ને સૌથી વધુ અસર કરે છે. આ વર્ગ ની આર્થિક સ્થિતિ નબળી હોય છે. પણ આ જુની પરંપરા ને લીધે જે કુટુંબ મા કોઈ નુ અવસાન થાય તેના ઘર મા બાર દિવસ સુધી ભોજન તૈયાર કરવામા આવતુ નથી પણ તેના સગા સબંધિઓ ભોજન નો પ્રબંધ કરે છે. આવા ઘર ના સભ્યો પર બાર દિવસ સુધી પૈસાકીય ભારણ રહે છે.
આ સામાજીક રીતરીવાજો ને એક બાજુ મુકતા વાત કરીએ મહાભારત સમયે બનેલ એક ઘટના ની કે જેમા ઉલ્લેખ છે કે મૃત્યુભોજન કેમ ન કરવુ જોઈએ. જ્યારે મહાભારત નુ યુદ્ધ શરૂ થવા નુ હતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવો પાસે જઈ દુર્યોધન ને આ યુદ્ધ ન કરવા માટે મનાવે છે પણ દુર્યોધન માનતો નથી. જેના કારણે શ્રી કૃષ્ણ ને ખુબ જ દુખ થાય છે અને તે જવા રવાના થાય છે ત્યારે દુર્યોધન તેને ભોજન કર્યા બાદ જ જવા કહે છે.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યુ કે ,“ જ્યારે ભોજન કરાવનાર વ્યક્તિ નુ મન પ્રસન્ન હોય અને ભોજન કરવા વાળા વ્યક્તિ નુ મન પણ પ્રસન્ન હોય ત્યારે ભોજન કરવૂ જોઈએ. પણ ભોજન કરાવનાર અને ભોજન કરવા વાળા નુ હ્રદય દુખી હોય તો આવી પરીસ્થિતિ મા ક્યારેય ભોજન ગ્રહણ કરવુ નહી.”
હિંદુ ધર્મ ના સંસ્કારો મા કુલ સોળ સંસ્કારો નો સમાવેશ થયેલ છે જેમા નો પ્રથમ સંસ્કાર ગર્ભાધાન અને અંતિમ અંત્યેષ્ટિ ને ગણાય છે. આમ કુલ સોળ જ સંસ્કારો છે અને સતર મા સંસ્કાર રૂપ તેરમા ને ગણાયો છે. મૃત્યુભોજન નો કોઈ ઉલ્લેખ જ નથી. મહાભારત મા કહેવામા આવ્યુ છે કે આવુ ભોજન ખાનાર વ્યક્તિ ની શક્તિ નો સંપુર્ણ નાશ થાય છે. આવા ભોજન મા મૃત્યુ પામનાર વ્યક્તિ ના પરીવાર ના આંસુઓ બધી જ વસ્તુઓ મા ભળેલ હોય છે. આવા આંસુભળેલા ભોજન નો બહિષ્કાર કરી સમાજ ને સાચો રસ્તો દેખાડવો જોઈએ.
આમ જોઈએ તો મનુષ્ય કરતા પ્રાણી ને વધુ સમજદાર માનવા જોઈએ. કેમ કે તે તેના સાથીદાર ના મોત પછી દિવસે કંઈ આરોગતુ નથી. મનુષ્ય અવતાર ને ૮૪ લાખ યોનીઓ માથી સૌથી શ્રેષ્ઠ માનવામા આવે છે અને મનુષ્ય ના મોત પાછળ સારુ-સારુ ભોજન લેવા મા આવે છે. તે શરમજનક છે. તો હવે થી આવુ ભોજન ગ્રહણ કરતા પહેલા એક વાર વિચારવુ.





