સદીઓથી કપડાનો પહેરવેશ જે તે દેશ અને સમુદાયના સંસ્કૃતિની આગવી ઓળખ છે પરંતુ બ્રિટનમા સ્પીલપ્લાટઝ નામના ગામમા રહેતા દરેક પુરુષો અને મહિલાઓ છેલ્લા ૮૫ વર્ષોથી કપડા પહેર્યા વિના જ રહે છે. કુતુહલવશ જો આ સ્થળને યાત્રિકોએ જોવા આવવુ હોય તો તેમણે પણ નિવસ્ત્ર થઇને જ ગામમા પગ મુકવો પડે છે.

નિવસ્ત્ર રહેતા લોકોનુ આ ગામ હર્ટફોર્ડશાયર અને બિકેટવુડની પાસે આવેલુ છે. જો કે એવુ પણ નથી કે આ ગામના લોકો ગરીબ હોવાને કારણે કપડા ખરીદી શકતા નથી. આ ગામમા હોટલ, પબ, મોટલ અને સ્વીમિંગ પૂલ જેવી બધા જ પ્રકારની સુવિધાઓ પણ છે. લોકો સુખ સગવડતા વાળુ ફર્સ્ટકલાસ મોર્ડન જીવન જીવે છે. ઉનાળામા ૨૪ જેટલા ઘર યાત્રીકોને ભાડે આપવા માટે તૈયાર કર્યા છે. મોટા ભાગના લોકો ૨ બેડ-હોલ-કિચન(BHK) બંગલામા રહે છે. વિશાળ કલબ હાઉસ પણ ખુબ જ આકર્ષક છે.

આ ગામને ઇ.સ. ૧૯૨૯ મા ઇસુલ્ટ રિચર્ડસન ના પિતા ચાર્લિ મેકાસ્કીએ શીધી કાઢ્યુ હતુ. તેમણે એ સમયે અહી ૧૨ એકર જેટલી જમીન ૫૦૦ પાઉન્ડમા ખરીદી હતી. તે પહેલા આ ગામ વિશે કોઇપણ કશુ જ જાણતુ ન હતુ. આ ગામના લોકોને પણ કપડા નહી પહેરવાની વર્ષો જૂની પરંપરા કેવી રીતે શરુ થઇ તે જાણતા નથી. ઘણા એવી પણ દલીલો કરે છે કે કુદરતની નજીક રહીને કુદરતી જીવન જીવવા માટે જ કપડાનો ત્યાગ કર્યો છે. આજે પરીસ્થિતિ એવી છે કે આ ગામમા મહિલા કે પુરુષો એ કપડા ધોવા પડતા નથી. તેમજ મોંઘાદાટ કપડાના શોખ પાછળ ખોટો ખર્ચ પણ કરવો પડતો નથી.

પહેલા આ ગામના લોકો પ્રચાર અને પ્રસારથી ખુબ દૂર રહેતા હતા. પરંતુ મીડિયાના ફોટોગ્રાફર કે અહેવાલોને ભાગ્યે જ પ્રવેશ આપતા હતા પરંતુ તેમની આ પ્રવૃતિમા બીજા લોકોને પણ જોડવા હોવાથી તેઓ એક ટીવી શોમા પણ આવવા લાગ્યા હતા. ગામના વડિલોને આવા વિશિષ્ટ પ્રકારના ગામમા રહેવાનુ ખુબ ગૌરવ છે. માત્ર કપડાને બાદ કરતા દુનિયાના કોઇ પણ ખૂણામા વસતા માણસો જેટલુ સરળ જીવન જીવે છે. જો કે કુદરતી પ્રકાશથી ચામડીની એલર્જી ધરાવતા બે થી ત્રણ લોકોને શરીર પર કપડા ઢાકવાની છુટ આપવામા આવી છે. વિશેષમા ગામ લોકોએ જણાવ્યા અનુસાર આ કુદરતી વિલેજ સ્પીલપ્લાટઝ નો અર્થ થાય છે પ્લે ગ્રાઉન્ડ એટલે કે રમત-ગમત નું મેદાન.

Post Views:
20