મિત્રો , હાલ ૨૧ નવેમ્બર ના રોજ ધનુ રાશિ મા ચતુર્થ ગ્રહ એકીસાથે એકત્રિત થઈ રહ્યા છે. આ ચારેય ગ્રહો ના એકત્રીકરણ ને લીધે હાલ ચતુગ્રહી યોગ સર્જાઈ રહ્યો છે. શનિ, કેતુ અને બૃહસ્પતિ પહેલા થી જ ધનુ રાશિ મા સ્થિત છે. ૨૧ નવેમ્બરે આ રાશિ મા શુક્ર નું આગમન થઈ રહ્યું છે અને આ શુક્ર ના આગમન ની સાથે જ આ રાશિ મા ચતુગ્રહી યોગ રચાશે. વૈદિક જ્યોતિષ અનુસાર આ ચતુગ્રહી યોગ શુભ અને અશુભ બંને પ્રકાર નો માનવામા આવે છે.

આ ચતુગ્રહી યોગ શુભ છે કે અશુભ તે ગ્રહો ની સંખ્યા આધારિત નિર્ધારિત કરવામાં આવે છે. ધનુ રાશિ મા જયાં શનિ-કેતુ ઘાતકી ગ્રહ છે તો બૃહસ્પતિ અને શુક્ર શુભ પ્રભાવ આપનારાં ગ્રહો છે. આ રીતે નિરિક્ષણ કરીએ તો બંને પ્રકૃતિ ધરાવતાં ગ્રહો ની સંખ્યા એકસમાન છે. આ જ કારણોસર આ યુતિ થી શુભ અને અશુભ બંને પ્રકાર નું ફળ નિહાળવા મળશે. આ યોગ આવનાર ૧૫ ડિસેમ્બર સુધી બનેલો રહેશે. શુક્ર નું મકર રાશિ મા આગમન થયા બાદ આ ચતુગ્રહી યોગ સમાપ્ત થશે.

ચતુર્થગ્રહી યોગ :
આ ચતુગ્રહી યોગ ની અસર ના કારણે અનેક લોકો વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થશે, પ્રાકૃત્તિક મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડશે, અમુક વિસ્તારો મા તો વર્ષા તથા તોફાન ની આશંકા છે. ઉત્તર ભારત મા ભીષણ ઠંડી અને વાયુ પ્રદુષણ ના કોપ મા વૃદ્ધિ થશે. શુક્ર ના આગમન થી સોનું અને ડાયમન્ડ ના વ્યવસાય મા વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. શનિ ના પ્રભાવ થી લોકો ન્યાય તરફ વિશ્વાસ ધરાવતા થશે.

આ ચતુગ્રહી યોગ ના કારણે આવનાર ૨૫ દિવસ સુધી અમુક રાશિઓ ના જાતકો અતિભારે માનસિક દબાણ, આર્થિક અને પારિવારિક કષ્ટો નો સામનો કરશે. આ તમામ સમસ્યાઓ માંથી બહાર નીકળવા માટે તમામ રાશિ ના જાતકોએ પ્રભુ શિવ અને શનિ ની આરાધના કરવી જોઈએ.

આ સિવાય દર સોમવારે શિવલિંગ પર અભિષેક અને પંચામૃત અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત શનિવાર ના શુભ દિવસે જરૂરિયાતમંદ તેમજ દિન-દુખી ને ભોજન કરાવવા થી લાભ મળશે. ઉપરોકત જણાવેલા આ તમામ ઉપચારો તમારા જીવન ની અનેક સમસ્યાઓ નો અંત લાવી શકે છે..

Post Views:
156