‘આજે નવા ગ્રાહકે ખૂબ મોડુ કરી નાખ્યુ’ એવુ સ્નેહા વિચારતી રહી. નહી તો આજે ૧૧:૩૦ ની બોરીવલી આરામથી મળી ગઈ હોત. હવે તો ૧૨:૧૦ થઈ ગઈ. હવે ટ્રેનમા ભીડ ન નડે તો સારુ. આજે તો પાછો કોઈ સથવારો પણ મરી સાથે નથી. ચર્ચગેટ ના ઓછા જાણીતા એવા એક અંધારિયા બારમા કામ કરતી સ્નેહા આમ તો રોજ રાત્રે વહેલી નીકળી જતી હતી કારણ કે ઘરે એની ઘરડી મા જ્યા સુધી સ્નેહા ન આવે ત્યા સુધી ખાટલા પર બેસી સતત ખાંસતી અને બેસી રહેતી હતી. દીકરી બિયર બારમા કામ કરે છે અને તે ઘણા રૂપિયા કમાય છે. જેમાના મોટાભાગના રૂપિયા તો મારી દવા-દારૂમા જ વેડફાઈ જાય છે એવુ મા કહેતી હતી. ક્યારેક ગ્રાહક સાથે હોય તો સ્નેહા આખી રાત કે મોડી રાત સુધી બહાર જ રહે છે, આ વાત પણ સ્નેહની માતા સારી રીતે જાણતી હતી.
છતા પણ ક્યારેય કઈ બોલતી ન હતી. ‘પૈસો ભલભલાના મોઢા બંધ કરી દે એ વાત તો હકીકત છે’. નહીં તો સ્નેહા ૧૨ કે ૧૩ વર્ષની હતી ત્યારે કોઈ છોકરો સ્નેહની મશ્કરી પણ કરતો તો, તેની મા જઈને મારતી, ઝઘડતી અને થોડા વર્ષ પૂર્વે તેના પિતાનુ ટ્રક અકસ્માતમા કચડાઈને મૃત્યુ થતા સ્નેહા પાસે હવે બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો. માટે તેને કમાવુ પડયુ. ૮ મા ધોરણ પછી ભણવાનુ છોડી દીધા બાદ તો સ્નેહા પાસે નોકરી કરવા માટેની પણ કોઈ લાયકાત ન હતી.

એમા પણ માતાની બીમારીએ તેને જાવેદની ઓફર સ્વીકારવા માટે મજબૂર કરી હતી. જાવેદ એમની ચાલીની બાજુમા જ રહેતો અને તે એક બિયર બારમા ડ્રમ વગાડતો હતો. તેને માતાને મનાવી લીધી અને સ્નેહા આ ગંદા કાદવમા ઊંડી ને ઊંડી ખુચતી ગઈ. છેલ્લા ૪ વર્ષથી એ આ કામ કરી રહી હતી. આજે એ ટ્રેનમા મોડી થઈ ગઈ હતી. ઈરોસ નજીકથી ઝડપથી રોડ ક્રોસ કરી એ ફૂટપાથ પરની રેલિંગ પાસે આવી. જરા મો ઊંચુ કરતા જ એ રંગીન દુનિયા દેખાઈ. કેટલીક ધંધાવાળીઓ ઊભી રહીને ભાવતાલ કરી રહી હતી તો કેટલીક ગ્રાહક શોધતી આમતેમ ફરી રહી હતી.
‘આજે તો ૪૦૦ રૂપિયાની ટીપ મળી છે. માટે ગ્રાહક શોધવો પડે એમ નથી’. મનમા ને મનમા વિચારી સ્નેહા ખુશ થઈ રહી હતી. આમ તો સ્નેહનો માત્ર ૧૫૦ રૂપિયા રોજ એમ ૪૫૦૦ રૂપિયા મહિનાનો પગાર હતો અને મહિનાને અંતે ૨૫૦૦ થી ૩૦૦૦ ટીપ મળીને કુલ ૭ થી ૮ હાજર રૂપિયા મળી જતા. ક્યારેક મહિનાની કમાણી ઓછી લાગે તો સ્નેહા માલદાર બકરો ગોતી લેતી હતી. મોજ ની મોજ થતી અને સારા એવા રૂપિયા પણ મળી જતા હતા.
સ્નેહાને ક્યારેક આ બધુ ખૂબ કંટાળાજનક લાગતુ હતુ. ક્યારેક એને પોતાની જાત પ્રત્યે ખુબ ધૃણા થતી હતી. કેટલીયે રાતો સ્નેહને એક જ સપનુ વારંવાર આવતુ હતુ કે એ પોતે એક ગટરની નાલીમા ઊંધા મોંએ પડી છે તેની આસપાસ અને આખા શરીર પર ગંદકી ચોંટી છે. આ ગંદકીમાંથી બહાર નીકળવા તે આમતેમ ફાંફા મારી રહી છે, પરંતુ બહાર નીકળી શકતી નથી. એને ઉલ્ટી કરવી છે પરંતુ ગળામા કઈક અટવાય ગયુ છે.

અડધી રાત્રે અચાનક જ ઝબકી જતી સ્નેહા પરસેવે રેબઝેબ થઈ જતી અને ત્યારબાદ આખી રાત સૂઈ શકતી ન હતી. સ્નેહને પુનર્જન્મ મા ખૂબ વિશ્વાસ હતો. સ્નેહા એવુ માનતી હતી કે કદાચ કોઈ જન્મમા એ ગંદી ગટરનો કીડો હશે. એટલે જ એ યાદો તેના માનસપટલ પર આજે પણ ઉભરી આવે છે. અત્યારે હુ જે રીતની જિંદગ જીવી રહી છુ એ જોતાખબર નહિ આવતા ભવે… અને અચાનક જ પહેલા પ્લેટફોર્મ પર ઊભેલી બોરીવલી તરફ જોતા તે ટ્રેનમા ચડી ગઈ. સૌંદર્યના પ્રદર્શનનો પણ એક અલગ પ્રકારનો જ નશો હોય છે. લોકો તમને જુએ એનો મતલબ હજુ પણ તમારી માંગ છે અને ખુબસુરતીમા તમારી ગણના થાય છે.
એકવાર તો આ રીતે સ્નેહને એક સારો ગ્રાહક પણ મળી ગયો હતો. આજે એવા નસીબનુ પુનરાવર્તન થાય એમ છે કે શું? મનને પ્રશ્નનો જવાબ વાળવા તેણે ડબ્બામા ચારે તરફ ફરવા માંડયુ. ધીમે ધીમે ચાલુ થઈ રહેલી ટ્રેન સાથે તાલ મિલાવતા સ્નેહાએ અંદર જઈ બેસી જવાને બદલે દરવાજા પાસે જ ઊભા રહેવાનુ પસંદ કર્યું હતુ. મરીનલાઈન્સ સ્ટેશન આવ્યુ અને ડબ્બામા ધડધડ કરતા ૮ થી ૧૦ માણસો ચઢી ગયા. સ્નેહા થોડી ખસીને થોડી સંકોચાઈને ઊભી રહી. અટકચાળો કરનારા માણસોથી સ્નેહને ખૂબ ડર લાગતો હતો. આજે એનો મૂડ ન હતો અને કોઈ સાથે ઝઘડવુ પણ ન હતુ.

ક્યારેક તેમની આસપાસ ઉભેલા અને તેને તાકી રહેલા પુરુષો પર નજર ફેરવતી અને ક્યારેક એ દરવાજા બહાર પસાર થતુ અંધારુ જોઈ રહી હતી. એટલામા મુંબઈ સેન્ટ્રલ પણ આવી ગયુ. આ સ્ટેશનથી તો ઘણા માણસો ટ્રેનમા ચઢ્યા. ટ્રેન ચાલુ થઈ તે વખતે જ એક માણસે ફટાફટ દોડીને ટ્રેન પકડી અને સ્નેહાની બરાબર સામેના ભાગમા જઈને ઊભો રહી ગયો. સ્નેહા એને જોતી જ રહી. હાથમા સુટકેશ, સરસ કાપેલા વાળ, ગળામા ટાઈ, કદાચ મોટી કંપનીમા કામ કરતો હશે તેવુ સ્નેહાએ વિચાર્યું. એ માણસે પગની પાછળ સુટકેશ દબાવી અને થોડો ટેકો લઈ આંખો બંધ કરી સૂવા લાગ્યો હતો.
સ્નેહાની નજર ફરીને તેના પર ગઈ. આ વ્યક્તિની ટાઈ ઢીલી હતી અને ગળાના ઉપલા બે બટન પણ ખુલ્લા હતા. એમાંથી એની છાતી પરના વાળ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. એ જોઈને સ્નેહાને અચાનક જ રોમાંચ થયો. એની નાભિમાંથી અચાનક જ એક ઊંડી ઝણઝણાટી ઉઠી અને એના આખા શરીરના રૂંવાડા જાણે કે ઉભા થઈ ગયા. આ વ્યક્તિ રૂપાળો અને ખુબ જ દેખાવડો પણ હતો. જાણે કે સ્નેહાએ કલ્પના કરી જોયું હોય કે આવતી કાલ કોણે જોઈએ છે? આ વ્યક્તિને ઊભા ઊભા જ સારી રીતે ઊંઘ કરતા આવડતુ હશે એવુ સ્નેહાએ વિચાર્યું. અચાનક જ ધક્કા સાથે ટ્રેન ઊભી રહી.

ત્યારબાદ થોડા માણસો ટ્રેનમાંથી નીચે ઉતર્યાં. હેવ આ બને વચ્ચેનો ગેંગ વે ખાલી થઈ ગયો હતો. સ્નેહાને શું સૂઝયુ કે ખબર નહીં, એ ધીમેથી સરકીને સામેના ભાગમા જતી રહી અને એ વ્યક્તિની બરાબર આગળ જઈને ઊભી રહી ગઈ. બહારથી ઘણા બધા માણસો એક સાથે ફરી ટ્રેનમા ચઢ્યા. બધા જ કારખાનાની રાતપાળીના મજૂરો લાગી રહ્યા હતા. સ્નેહાએ ચાલતી ગાડીમાંથી સ્ટેશન તરફ જોવાનો પ્રયત્ન કર્યો. એની ધારણા સાચી હતી. લોઅર પરેલ સ્ટેશન જઈ રહ્યુ હતુ.
ફરી તે આંખના ખૂણેથી પેલા વ્યક્તિને તાકીને જોઈ રહી હતી. એને એમ કે ઊંઘી રહ્યો છે એટલે તેને ખબર નહી પડે. પરંતુ અચાનક જ એ વ્યક્તિએ આંખો ખોલી અને મને જોવા લાગે છે. આ જોઇને સ્નેહા તો આશ્ચર્ય ચકિત જ થઈ ગઈ. એના વ્યક્તિત્વમા ગુસ્સો નહીં પરંતુ જાણે આમંત્રણનો રણકાર હતો. સ્નેહા પહેલા તો સટીક થઈ ગઈ પરંતુ પછી એની આંખોમા તોફાની મસ્તી ઉભરાઈ આવી હતી. એના હોઠ સ્મિત કરી રહ્યા હતા. એ વ્યક્તિ પણ જરા અમથા હોઠથી સ્મિત આપી રહ્યો હતો.
સ્નેહા ટ્રેનના ડબ્બાની બહાર જોતી હતી. પણ એ વ્યક્તિની નજર તેના શરીર પર ફરી રહી છે, એ સ્નેહાને સતત મહેસૂસ થતુ રહ્યુ. આ વ્યક્તિ ધીમેથી સ્નેહાના ખભા તરફ ઝૂક્યો. હવે સ્નેહા પણ પોતાના ગળા પર તેનો શ્વાસોચ્છવાસનો અનુભવી કરી રહી હતી. સ્નેહાને આ દુનિયા વ્હાલી લાગવા લાગી. એણે પણ કોઈ વિરોધ ન કર્યો. પહેલા તો આ વ્યક્તિનો હાથ ધીમેથી સ્નેહાના ખભા પર આવ્યો. ત્યારે સ્નેહા તેના સ્પર્શને માણતી રહી. ધીમે ધીમે એ સ્પર્શ જમીન પર સરકતા સાપોલિયાની જેમ એની કમર તરફ આવ્યો. પરંતુ સ્નેહાએ એનો પણ વિરોધ ન કર્યો.

એનો સ્પર્શ મારા આખા બદન પર ફરી વળ્યો હતો. એ વ્યક્તિએ સ્નેહાને એક હાથે કમર અને બીજા હાથે ખભો પકડી ટેકો આપ્યો હતો. સ્નેહા પોતાની પર્સ છાતી પાસે દબાવી અદબ વાળીને ઊભી રહી. આગળનુ સ્ટેશન આવ્યુ અને ભીડ હજુ પણ વધી. આ વ્યક્તિ સ્નેહાની વધુ નજીક આવ્યો. એનો જમણો હાથ ધીમે ધીમે કમર ઉપરથી ઉપરના ભાગ તરફ વળ્યો.
પર્સ પકડેલુ હોવાથી અને એ તરફ ડબ્બાની દીવાલ હોવાને કારણે કોઈ જોઈ શકે તેમ ન હતુ. બંધ આંખે જ એ સપનું માણી રહી હતી. એક ખુલ્લા ગગન નીચે એ ઊભી છે. ઉપરથી બરફના કરાની વર્ષા થઈ રહી છે. એ કરા તેના શરીરને સ્પર્શે છે અને તેના શરીરની ગરમીથી ઓગળી તરત જ પાણી બનીને સરવા લાગે છે. એ પાણીનો રેલો અત્યારે તેની છાતીને સ્પર્શી રહ્યો છે. ધીમે ધીમે એ પેટ પરથી થતો થતો તેની નાભિ સુધી પહોંચે છે.
ત્યા પહોંચીને એ ઝીણા ઝીણા સપોલિયામા બદલાઈ જાય છે. એ સર્પોની બે મોઢાળી જીભને જાણે કોઈ સીમા જ નથી અને એ જીભો તેના કોમળ હોઠનો ડંખ મારતી રહે છે અને એના હોઠોમાંથી જાણે કે અમૃત ઝરતુ રહે છે. સ્નેહા મદહોશ બની ગઈ હતી. તેની આસપાસ બીજી કોઈ જ દુનિયા ન હતી. જાણે સપનોના ટાપુ પર તે એકલી હતી અને ધીમે ધીમે હવા લાગી રહી હતી. બરફ ધાર બનીને ઓગળી રહ્યો હતો. એના કાન પર શુન્ય્વાકાશમાંથી આવતા હોય તેવા શબ્દો સંભળાયા ‘આઈ લવ યુ’, મીના!! અને અચાનક જ ટ્રેન આંચકા સાથે ઉભી રહી.

એ વ્યક્તિએ પોતાનો હાથ સ્નેહાના શરીરમાંથી બહાર કાઢ્યો અને રૂમાલ કાઢીને ભીના હાથ લૂછવા લાગે છે. સ્નેહા તો શૂન્યમનસ્ક બની આ વ્યક્તિની ક્રિયાઓ નિહાળતી જ રહી. અચાનક તેણે પૂછ્યુ, મીના કોણ છે? એ મારી પત્ની છે અને મને ખૂબ જ ગમે છે, એ વ્યક્તિએ જવાબ આપ્યો. ત્યારે સ્નેહાનુ મોં ખુબ કડવાશથી ભરાઈ ગયુ. પછી તેણે બહાર નજર કરી તો પાર્લા સ્ટેશન જઈ રહ્યુ હતુ. આટલા બધાં સ્ટેશન પસાર થએ ગયા હતા પરંતુ સ્નેહાને એની ખબર રહી જ ન હતી. સામે ભીડ પણ એટલી જ હતી.
હવે કદાચ અંધેરી સ્ટેશન જશે એટલે ભીડ થોડી ઓછી થશે. આ ટ્રેનમા સ્નેહા ક્યારેય પણ આવતી ન હતી. આ ટ્રેનમા આટલી બધી ભીડ હશે એ પણ તેને ખબર ન હતી. એ વ્યક્તિએ ખીસામા હાથ નાખી પોતાનુ કાર્ડ કાઢીને સ્નેહાના હાથમા મુક્યુ. ‘મહરબાની કરીને, મને ફોન કરજે’. આ વ્યક્તિએ સુટકેશ ઉપાડી અને સ્નેહાની આંખોમા તાકી જ રહ્યો. સ્નેહાને લાગ્યુ કે આ વ્યક્તિની આંખોના ઊંડાણમા જાણે પોતે ડૂબી જ જશે. તેણે તો માત્ર લંપટ આંખો જ જોઈ હતી. આટલી પારદર્શક અને પ્રેમાળ આંખો તે પહેલીવાર જ જોઈ રહી હતી. હવે અંધેરી સ્ટેશન આવ્યુ.

ભીડની સાથે સાથે આ વ્યક્તિ પણ સ્ટેશન પર નીચે ઉતરી ગયો અને પાછુ જોયા વગર જ સ્ટેશનની બહાર ચાલવા લાગ્યો. સ્નેહાને હવે લાગ્યુ કે ટ્રેનની ભીડ અચાનક જ ઓછી થઈ ગઈ હતી. આગળના સ્ટેશન પર તો સ્નેહાને પણ ઉતરવાનુ જ હતુ. જોગેશ્વરી આવતા જ તે પણ ઝડપથી નીચે ઉતરી ગઈ. સ્ટેશન બહાર જઈ એણે ઓટો રીક્ષા પકડી અને ૧૦ મિનિટમા તે તેના ઘરે પહોંચી ગઈ હતી. રોજની જેમ ખાંસતી માતાએ દરવાજો ખોલ્યો અને ચારપાઈ પર બેઠી અને ત્યારબાદ પાણી પીઈને પાછી સૂઈ ગઈ.
સ્નેહા ચંપલ કાઢી તરત જ બાથરૂમમા ગઈ. તેણે ફટાફટ પોતાના કપડા ઉતાર્યાં અને ખીતી પર રહેલો ગાઉન હાથમા લીધો. તેની નજર બાથરૂમમા ટીંગાયેલા અરીસામા ગઈ. તે પોતાનો ચહેરો ધ્યાનથી જોવા લાગી. એ વ્યક્તિના સ્પર્શની યાદ આવતા જ તેનો હાથ તે વ્યક્તિના સ્પર્શને શોધવા શરીર પર ફરવા લાગ્યો. બાથરૂમમા જ સાથે લઈ આવેલી પર્સ પર એનુ ધ્યાન ગયુ. એને એ વ્યક્તિનુ વિઝિટીંગ કાર્ડ યાદ આવી ગયુ. ગાઉન બાજુ પર મુકીને સ્નેહા તે વ્યક્તિએ આપેલુ વિઝીટીંગ કાર્ડ શોધવા લાગી અને કાર્ડનો સ્પર્શ થતા જ તેને લાગ્યુ કે ફરી પાછી એ કલ્પનાની સુંદર દુનિયામા ખોવાઈ જશે.

પરંતુ અચાનક જ એના કાન પર ‘આઈ લવ યુ’, મીના!! નામના શબ્દો અથડાયા. એ વ્યક્તિને જોયો ત્યારે સોહામણા પતિની કલ્પના યાદ આવી ગઈ. મહરબાની કરીને, મને ફોન કરજે’, આ વ્યક્તિની આંખો અરીસામા કરગરી રહી હતી. સ્નેહાને લાગ્યુ કે એના મોઢામા ફરીથી કઈક અટવાય ગયું હોય તેવુ લાગી રહ્યુ છે. તેણે પેલી પારદર્શક, સ્ફટિક જેવી પ્રેમાળ આંખોની કે વિઝીટીંગ કાર્ડ પરનુ નામ વાંચવાની પણ પરવા કર્યા વગર જ એ કાર્ડના ઝીણા ઝીણા ટુકડા કરી અને ટોઈલેટમા જ ફેંકી દીધા. પછી ધીમે ધીમે તેણે ગાઉન પહેરવાનુ શરૂ કર્યું…

Post Views:
49