શુ તમારે પણ દરિદ્રતા દુર કરી તમારા ધનમા વૃદ્ધિ કરવી છે, તો આ દિવસે પાકીટ કે ખિસ્સામા રાખો આ વસ્તુ... - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 7 નવેમ્બર, 2019

શુ તમારે પણ દરિદ્રતા દુર કરી તમારા ધનમા વૃદ્ધિ કરવી છે, તો આ દિવસે પાકીટ કે ખિસ્સામા રાખો આ વસ્તુ...



આ આધુનિક યુગ મા અત્યારે તમને બધી વસ્તુઓ મળે છે માત્ર ને માત્ર હોવા જોઈએ પૈસા, અત્યારે દરેક માણસ ને પૈસા ની જરૂર તો હોય જ છે અને પૈસા માટે તે ઘણી મેહનત પણ કરતા હોય છે. બધા ઇચ્છતા હોય છે કે તે ધનવાન બને અને તેની પાસે બધી આરામદાયક વસ્તુઓ હોય. ઘણા લોકો ગરીબી મા જન્મે છે અને ગરીબી માં જ મરે જાય છે.



દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેની પાસે પુષ્કળ પૈસા હોય જેનાથી તે જીવન જરૂરિયાત ની દરેક સુખ સુવિધાઓ ભોગવી શકે અને લઈ શકે. તે ઈચ્છે છે કે જો તેની પાસે પૈસા હોય તો તે બધી જ વસ્તુઓ ખરીદી શકે અને તેના માટે તે થતા પ્રયત્નો અને મેહનત પણ કરતા હોય છે પરંતુ પૈસા ભેગા નથી કરી શકતા. તો આજે વાત કરવી છે કે જો આ વસ્તુ ને તમારા પાકીટ મા રાખશો તો ધન ક્યારેય નહિ ખુંટે.



તો અહિયાં વાત થાય છે મોર ના પીંછ ની કે જેને તમારા પાકીટ માં રાખવું જોઈએ. ઘણા એવા લોકો પણ હોય છે કે જેમની પાસે પૈસા તો હોય છે પરંતુ ટકતા ના હોય. પૈસા થી તેમનું પાકીટ ભરેલું તો હોય છે પણ ખાલી થતા વાર નથી લાગતી અને તે ધન તો સંચય પણ નથી કરી શકતા. એટલે આપડા ધર્મ શાસ્ત્રો અને જ્યોતિષ તેમજ વાસ્તુ શાસ્ત્ર સૂચવે છે આ મોર પીંછ ના ઉપયોગ વિશે.



એવી માન્યતા છે કે જો મોર ના પીંછા ને પાકીટ માં રાખવામાં આવે તો કોઈ પણ પ્રકાર ની મુસીબત આવતી નથી. જો ઘણા પ્રયત્નો કરવા છતાંય તમારી સાથે પણ આવું જ થાય છે તો બુધવારે આ પીંછા ને તમારા પાકીટ માં રાખો અને માતા લક્ષ્મી ના મંદિરે જઈ કપડા ની ભેટ ધરો. તમે પૈસા ને બચાવી શકશો.



બુધવારે કરવામાં આવતી ભગવાન ગણેશ ની વિધિ-વિધાન થી પૂજા :


બુધવાર ની સવારે પોતાના નિત્ય કર્મ થી થી નિવૃત થઈ, સાફ સુથરા કપડાં પેહરી એક સાફ આસન ઉપર પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખી મન મા ભગવાન ગણેશ નુ ધ્યાન ધરી પૂજા અર્ચના કરવી જોઈએ. પેહલા ગણેશ ભગવાન ની મૂર્તિ ને પંચામૃત થી સ્નાન કરાવી તેમને કેસર ચંદન થી તિલક કરી, સફેદ ધાન અને દુર્વા અર્પણ કરો. કપૂર પેટાવી તેમની આરતી ઉતારો અને મોદક નો ભોગ લગાવો.



હવે કાચા સુતર ના તાંતણા થી મોર પીંછ મા સાત ગાંઠ લગાવો અને તેને ભગવાન ના ચરણો માં ધરી દો, પછી તેને સાંજ પડે તે પેહલાં તમારા પાકીટ માં રાખી દો. આવું કરવાની સાથે જીવન માં તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ધન નો વ્યય અટકશે. હવે થી ધન તમારા પાકીટ માંથી ઓછું નહિ થાય.





Post Views:
17



Pages