સુર્યનો કરશે વિશાખા નક્ષત્રમા પરિભ્રમણ, જાણો કઈ રાશિઓની ખુલશે કિસ્મત અને કોની થશે સારી ખરાબ અસર - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 14 નવેમ્બર, 2019

સુર્યનો કરશે વિશાખા નક્ષત્રમા પરિભ્રમણ, જાણો કઈ રાશિઓની ખુલશે કિસ્મત અને કોની થશે સારી ખરાબ અસર



ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહો તેમજ નક્ષત્રો ની બદલાતી ચાલ ને લીધે વ્યક્તિ ના જીવન મા ઘણી મોટી અસર પડતી હોય છે. આ ચાલ મા પરિવર્તન થી વ્યક્તિ ના જીવન મા સારૂ તેમજ નરશું બંને ફળ જોવા મળે છે. જ્યોતિષ ના તજજ્ઞો દ્વારા જણાવ્યા મુજબ ગ્રહો તેમજ નક્ષત્રો ની સ્થિતિ જે રાશિ મા ઠીક હોય તો તેના લીધે તે જાતક ને સારૂ ફળ મળે છે અને વ્યક્તિ દરેક ક્ષેત્રે પ્રગતી મેળવે છે પણ આના વિપરીત જો તેમની સ્થિતિ ખરાબ હોય તો તે જાતક ને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે.



તો હાલ તમને જણાવી દઈએ કે આજે સુર્ય નારાયણ વિશાખા નક્ષત્ર મા પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે જેના થી બારે બાર રાશીઓ મા થોડોક બદલાવ આવી શકે છે. તો ચાલો જાણીએ કે આ પરિભ્રમણ ને લીધે કઈ રાશિ પર સારી અસર અને કઈ રાશિ પર ખરાબ અસર થશે. આ બદલાવ ઘણા જાતકો માટે લાભદાયી તો ઘણા માટે મુશ્કેલી ઉભી કરે તેવું હશે.



મેષ.
મેષ રાશિ ના જાતકો નુ જીવન ખુશ રહેવાનું છે. તમે જે કામ ને પુરૂ કરવા માંગશો તે કાર્ય સરળતા થી પૂર્ણ થઈ શકે છે. તમારી કોઈ જુના મિત્ર થી મુલાકાત થઇ શકે છે જેથી તમારી જુની યાદો તાજા થઇ જશે. ઘરેલુ જરૂરિયાત ને તમે સારી રીતે પુરી કરી શકશો. અધિકારીવર્ગ તમારા થી ખુશ થશે. તમારી કમાઈ નો સ્ત્રોત મા વધારો થશે. તમને તમારા કામકાજ નું સારૂ પરિણામ મળશે. નવા લોકો જોડે સંપર્ક થઈ શકે છે.



કન્યા.
કન્યા રાશિ ના જાતકો નો આવનાર સમય સારો રહેશે. કાર્યસ્થળે તમારા કામકાજ ના વખાણ થશે. તમારા આત્મવિશ્વાસ મા વધારો થશે. ઘર પરિવાર ના લોકો જોડે તમારો સારો સંબધ રહેશે. રચનાત્મક કાર્યો મા તમારી રુચિ વધશે. તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. મિત્રો ની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તમારા ઘર પરિવાર ના લોકો જોડે કોઈ ધાર્મિક સ્થળ ની મુલાકાત લઇ શકો છો. વિવાહિક જીવન સારૂ રહેશે. સંતાનો તરફ થી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.



વૃશ્ચિક.
વૃશ્ચિક રાશિ ના જાતકો ને સુર્ય દેવ નો આશીર્વાદ પ્રાપ્ત થશે. તમને તમારા જીવન મા સતત સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા કોઇ નજીક ના મિત્ર નો ભેટો થઇ શકે છે. તમારા કોઈ મહિલા મિત્ર ના સહકાર થી તમારૂ જરૂરી કાર્ય પૂર્ણ થશે. ઘર પરિવાર મા સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. માં-બાપ ના સહકાર અને આશીર્વાદ પ્રાપ્ત થશે. તમને તમારા કાર્ય મા આગળ વધવાની તક મળશે. તમારી કાર્ય શક્તિ મા વૃદ્ધિ થશે. તમે તમારા અધુરા કાર્યો પુરા કરી શકો છો.



ધનુ.
ધનુ રાશિ ના જાતકો નો સારો સમય આવવાનો છે. તમે તમારા કામકાજ મા સારું પ્રર્દશન કરી શકો. તમે કોઈ નવા કામ તરફ ધ્યાન આપી શકો જેથી તમારું કોઈ અગત્ય નુ કામ પૂર્ણ થતા આનંદ નો અનુભવ થાય. જીવનસાથી નો પૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થાય. કાર્યસ્થળે મોટા અધિકારી નો તમારા પ્રત્યે પુરે પુરો યોગદાન મળે. પ્રેમ સંબંધો મા મજબુતાઈ આવે. વ્યાપારીવર્ગ ને વ્યાપર મા એકાએક ધન લાભ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય મા સુધારો આવશે.



કુંભ.
કુંભ રાશિ ના જાતકો નુ ભાગ્ય એક સિતારા ની જેમ ચમકશે. તમને તમારા કામકાજ મા પ્રગતી મળશે. વૈવાહિક જીવન સારૂ રહેશે. ધાર્મિક કાર્યો તરફ મન વળશે. આવનાર સમય મા ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમે કોઈ નવીન કાર્ય માટે વિચારી શકો છો. સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણી શકો. તમારા કાર્યો ની પ્રસંશા થશે.


આવો જાણીએ બાકી ની રાશિઓ નું કેવું રહેશે હાલ.



વૃષભ.
વૃષભ રાશિ ના જાતકો ના જીવન મા ઘણા બધા બદલાવ આવી શકે છે. તમારું પ્રેમ સંબંધ સારું રહેશે. ઘર પરિવાર ની સ્થિતિ સારી રહેશે. નવા વ્યક્તિઓ સાથે મિત્રતા થઇ શકે છે. તમે કોઈ પણ કાર્ય મા ઉતાવળ ના કરવી નહિતર ભારી નુકશાન થઈ શકે છે. થોડાક વ્યક્તિ તમારી વાતો થી પ્રભાવિત થઈ શકે છે. તમે તમારા વિચારેલા કાર્ય પુરા કરવામા બની રહેશો.



મિથુન.
મિથુન રાશિ ના જાતકો નો સમય મધ્યમ રહેશે. તમે તમારા જરૂરી કાર્ય મા વ્યસ્ત રહેશો. તમને તમારા મિત્ર ની મદદ મળી શકે છે. ઘણા સમય થી અટકાયેલા પૈસા પરત મળી શકે છે. વિધાર્થીવર્ગ ને ભણવામા સારું પરિણામ મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. શેર માર્કેટ થી જોડેલા જાતકો માટે સમય સરખો રહેશે. ઘર પરિવાર મા આનંદ નુ વાતાવરણ સર્જાશે. તમારા જીવનસાથિ તમારી લાગણીઓ ને સમજી શકશે.



કર્ક.
કર્ક રાશિ ના જાતકો નો સમય પણ મધ્યમ રહેશે, નોકરીયાત વર્ગ ને તેમની હાલ ની નોકરી બદલવા નો વિચાર કરી શકે છે, આ રાશિ ના જાતકોએ કોઈપણ નવા ધંધા મા રોકાણ ના કરવું જોઈએ નહીંતર તમને નુકસાન નો સમાનો કરવો પડી શકે છે. કોર્ટ કચેરી ના કેસો થી દુર રહેવું. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહાર ની ખાણીપીણી પર કાબુ રાખવું. તમે તમારા પ્રેમી સાથે ક્યાંક મુસાફરી કરવા ની યોજના બનાવી શકો છો.



સિંહ.
સિંહ રાશિ ના જાતકો નો સમય મિશ્ર સાબિત થશે. તમે તમારા ઘર ના કાર્ય મા વધુ વ્યસ્ત રહેશો તેમજ ઘર પરિવાર ના સભ્યો નો પૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થશે. તમે તમારા જીવન સાથી સાથે મન ની વાત શેયર કરી શકો છો. ઘણા જરૂરિયાતમંદ વ્યક્તિઓ ની મદદ કરી શકો છો. વિદ્યાર્થીવર્ગ નો સમય સામાન્ય રહેશે, તમે તમારા મુશ્કેલ વિષયો પર તમારા શિક્ષક જોડે ચર્ચા કરી શકો છો. સ્વાસ્થ્ય કથળી શકે છે અને તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું.



તુલા.
તુલા રાશિ ના જાતકો નો આવનાર સમય મધ્યમ રહેશે, સામાજિક કાર્યો તરફ તમારું મન વળશે. તમારા પડોશીઓ સાથે તમારા સંબંધો મા સુધારો આવશે. એકાએક તમને આર્થિક ધનલાભ થવા ની સંભાવના છે. કોઈપણ લાંબી મુસાફરી ટાળવી નહિતર અકસ્માત સર્જાય શકે છે. તમારા સંતાનો જોડે આનંદ નો સમય પસાર કરી શકો છો. તમારા મન મા કોઈ નવીન કાર્ય માટે ની નવીનતમ યોજના આવી શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.



મકર.
મકર રાશિ ના જાતકો નો આવનાર સમય મધ્યમ રહેવાનો છે, તમે તમારી યોજનાઓ ઉપર વિચાર કરી શકો છો, તમારી આવક સારી રહેશે, જે જાતકો ખાનગીક્ષેત્રે નોકરી કરે છે તે વ્યક્તિઓ ને નવો પ્રોજેક્ટ મળી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે, વિધાર્થીવર્ગ ને પોતાના અભ્યાસ મા ધ્યાન આપવાની જરૂર છે, તમારું સ્વાસ્થ્ય મા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, તમે કોઈ પણ પ્રકાર ના વાદ વિવાદ થી બચવું.



મીન.
મીન રાશિ ના જાતકો નો આવનાર સમય સારો રહેશે, તમારું મન ધર્મ કાર્યો તરફ વળશે. તમે તમારી અગાવ ની અધુરી ઇચ્છાઓ ને પૂર્ણ કરી શકો છો, ઘણા વ્યક્તિઓ તમને તમારા કામ મા મદદરૂપ થશે. તમારે તમારા પરિવાર ની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ, તમને તમારા પરિશ્રમ નુ ઓછુ ફળ પ્રાપ્ત થશે, તમે ક્યાંક રોકાણ કરવા ની યોજના બનાવી શકો છો.





Post Views:
37



Pages