ડાબા હાથે લખવા વાળા હોય છે ખુબ જ ભાગ્યશાળી - GujHub

Gujarat News

Breaking

શુક્રવાર, 20 ડિસેમ્બર, 2019

ડાબા હાથે લખવા વાળા હોય છે ખુબ જ ભાગ્યશાળી



આપણા હિંદુ સમાજ માં ડાબા હાથે લખવા વાળા ને અમુક લોકો અશુભ માને છે. કોઈ બાળક ને આપણે ડાબા હાથે તેના કામ કરતા જોઈએ તો તેને ટોકીએ છીએ કે જમણા હાથે બધા કામ કર. હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે  પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, યજ્ઞ માં આહુતિ કરવી, આવી દરેક બાબતો માટે જમણા હાથનો જ પ્રયોગ કરવામાં આવે છે. પણ આજે અમે તમને ડાબા હાથ દ્વારા જેઓ ને કામ કરવાની આદત છે. એમના વિષે અમુક વાત કરીશું.



જ્યોતિષ અનુસાર જો કુંડળીમાં ત્રીજા ભાવ ઉપર બુધ અને શની હોય તો એવા માં વ્યક્તિ ને ડાબા હાથે લખવાની આદત હોય છે. કુંડલી માં તૃતીય ભાવ ને જોઈ અને હાથ વિષે જાણકારી મળે છે. જો એની સાથે બુધ નો એના પર પ્રભાવ હોય તો વ્યક્તિ વામ હસ્ત બનાવે છે.  અને વ્યક્તિ તેના કામ ડાબા હાથે કરે છે. ડાબા હાથે કામ કરનાર વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી હોય છે.



જે વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ સારી હોય આ સ્થિતિ માં વ્યક્તિ ડાબા હાથ એ કામ કરતો થાય છે. સાથે જ એવા લોકો કોમ્યુનીકેશન સાથે જોડાયેલા ક્ષેત્રો માં ખુબ જ સારું પ્રદર્શન કરે છે. આ કારણે તેઓ એ આ ક્ષેત્ર માં પોતાનું કરિયર બનાવવું જોઈએ. ડાબા હાથે લખતા વ્યક્તિઓ ખુબ  જ ભાગ્ય શાળી હોય છે. તેમની બુદ્ધિ મતા પણ વધુ હોય છે. તેઓ નિર્ણય લેવામાં ખુબ જ હોશિયાર હોય છે. તેઓ જલ્દી થી અને સચોટ નિર્ણય લેવા માં માહિર હોય છે.



કુંડળી ના નવમાં ભાગ ઉપર ભાગ્ય નું સ્થાન હોય છે. અને તે જ બુધ નું ઘર માનવામાં આવે છે. જો કોઈ ની કુંડળીમાં ત્રીજા ભાવ થી સાતમાં ની વચ્ચે એક એવો સબંધ બને છે. જેના લીધે વ્યક્તિ ડાબા હાથ એ કામ કરે છે. આ સાથે આપનું હદય પણ ડાબી બાજુ હોય છે. જેના કારણે ડાબા હાથ એ કામ કરતા લોકો સંવેદન સીલ અને નરમ સ્વભાવના હોય છે.





Post Views:
95



Pages