
આ છોડ ને ઘર માં ઉગાડવાથી ચુંબક ની જેમ આવશે પૈસા
આજ કાલ જોવા જઈએ તો દુનિયા ના બધાજ લોકો ને અમીર એટલે કે ધનવાન બનવું હોય છે. પણ ધનવાન બનવું એ સહેલું નથી. ધનવાન બનવા માટે ખુબજ મહેનત કરવી પડે છે. પણ શું તમને ખબર છે કે વ્યક્તિઓ ને ધનવાન બનાવવા માટે ઘણા બધા છોડ આવે છે જે ઘરમાં રાખવાથી આપડે ધનવાન બની શકીએ છે. આવા ઘણા બધા છોડ હોય છે જેમકે મની પ્લાન્ટ. આ છોડ આપડે ઘર માં રાખીએ અને તેને સરખી રીતે ઉછેરીએ તો તે છોડ જ આપણે ધનવાન બનાવી દે છે. તો ચાલો થોડું ઘણું જાણીએ આ મની પ્લાન્ટ નામના છોડ વિષે.

મની પ્લાન્ટ ના નામ પરથી જ સંકેત મળે છે કે તે ધન પ્રાપ્તિ કરાવનાર છોડ છે. તમને ખબર છે કે ઘરમાં મની પ્લાન્ટના પાંદડાનો કલર અને તેના આકાર ના આધાર પર ઘરમાં ધનની આવક વધ ઘટ થતી રહે છે. એક એવી માન્યતા છે કે મની પ્લાન્ટ ઉચાઇ માં અને કદ જેટલુ વધે છે તેટલી જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્ત્રુ શાસ્ત્ર માં જણાવ્યા મુજબ મની પ્લાન્ટને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ નહિ.

જો તમે આ દિશામાં મની પ્લાન્ટ ને રાખ્યો છે તો ધનની જગ્યાએ તમને ભારે નુકસાન ભોગવવું પડશે. તેની સાથે ઘરના સભ્યો જોડે પણ અણબનાવ થઇ શકે છે. મની પ્લાન્ટ ઉછેરવું એ ખુબજ શુભ માનવામાં આવે છે પણ તેને જયારે પણ તમે ઉછેરો તો એક વાત નું ખાસ ધ્યાન રાખજો કે તેની વેલ જમીન માં ફેલાવી ના જોઈએ. જો તેની વેલ જમીન માં ફેલાશે તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જવાની સંભાવના રહે છે.

જો તમે ઘરમાં મની પ્લાન્ટ રોપો તો આ વાત નું ખાસ ધ્યાન રાખજો કે તે દક્ષિણ-પૂર્વની દિશા માં જ હોવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ છોડ ચુંબક ની જેમ પૈસા ને તેની તરફ ખેચે છે. જેનાથી લોકો ખુબજ ઝડપ થી ધનવાન બની સકે છે.

Post Views:
22