
રેસ્ટોરન્ટ જેવાજ ચીઝી રાઈઝ બોલ ઘરેજ બનાવો
સામગ્રી :
- રાઈસ
- પાણી
- માખણ
- મેંદો
- દૂધ
- તેલ
- ડુંગરી
- ગાજર
- વટાણા
- સ્વીટ કોર્ન
- મીઠું
- ખાંડ
- ઓરેગાનો
- હોલ ગ્રેન વીટ
- ચીલી ફ્લેક્ષ
- મરી
- વાલોળ
- કેચઅપ
- મીઠું સ્વાદાનુસાર
- મોઝેરેલા ચીઝ

રેસ્ટોરન્ટ જેવાજ ચીઝી રાઈઝ બોલ બનાવવા ની રીત:
- રેસ્ટોરન્ટ જેવાજ ચીઝી રાઈઝ બોલ બનાવવા માટે સૌપ્રથમ રાઈઝ લો તેને ધોઈ અને ચડવા માટે મૂકી દો.
- રાઈઝ ચડી જાય પછી તેને એક બોલ માં કાઢી લો.
- હવે એક તપેલી લો તેમાં હોલ ગ્રેન વિટ લો અને તેમાં 2 કપ પાણી નાખી અને તેને પકાવી લો.
- હોલ ગ્રેન વીટને થોડી વાર સુધી ચડવા દો.
- હોલ ગ્રેન વીટ ચડી જાય પછી એક કઢાઈ લો તેમાં માખણ લો.
- માખણ જ્યાં સુધી ઘી નું સ્વરૂપ ના લે ત્યાં સુધી તેને ગરમ થવા દો.

- માખણ ઘી જેવું થઇ જાય પછી તેમાં મેંદો નાખો અને તેને ચડવા દો.
- જ્યાં સુધી મેંદા માંથી તેલ ના નીકળે ત્યાં સુધી તેને હલાવતા રહો.
- જયારે મેંદા માંથી તેલ નીકળવા મંડે એટલે તેમાં દૂધ નાખી અને તેની પેસ્ટ બનાવી લો.
- પેસ્ટ બની જાય પછી તેમાં મીઠું અને મોઝેરેલા ચીઝ નાખી દો.
- પેસ્ટ માં બંને વસ્તુ નખાઈ જાય પછી તેને સરખી રીતે મિક્ષ કરી લો.
- આ પેસ્ટ જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી તેને પકવતા રહો.
- આ પેસ્ટ ઘટ થઇ જાય પછી તેનો ગેસ બંધ કરી દો.
- હવે એક કઢાઈ લો તેમાં થોડું તેલ નાખી અને તેને ગરમ થવા દો.
- તેલ ગરમ થઇ જાય પછી તેની અંદર ડુંગરી નાખી અને તેને ફ્રાય કરી લો.

- ડુંગરી ફ્રાય થઇ જાય પછી તેની અંદર ગાજર, વાલોર, વટાણા, અને સ્વિટ કોર્ન નાખો.
- આ બધી વસ્તુ નખાઈ જાય પછી તેને સરખી રીતે મિક્ષ કરી લો.
- આ બધીજ વસ્તુ ને 8-10 મિનીટ સુધી ચડવા દો.
- આ બધુજ ચડી જાય પછી તેની ઉપર ઓરેગાનો,ચીલી ફ્લેક્ષ, મરી પાવડર અને કેચઅપ નાખી દો.
- આ બધું નાખી તેને સરખી રીતે મિક્ષ કરી લો.
- હવે તેની અંદર પાકેલા રાઈઝ નાખી દો અને તેને 8-10 મિનીટ ચડવા દો.
- આ બધી વસ્તુ ચડી જાય પછી તેની ઉપર બનાવેલી પેસ્ટ નાખી તેને સર્વ કરો.

Post Views:
166