માત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 14 ડિસેમ્બર, 2019

માત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ


મિત્રો , કંકુ શબ્દ થી તો તમે સૌ કોઈ પરિચિત હશો અને તેના મહત્વ વિશે પણ તમને સૌ ને ખ્યાલ જ હશે. કંકુ નો મુખ્યત્વે શુભ અને ધાર્મિક પ્રસંગો મા ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણા સમાજ મા કંકુ ને સૌભાગ્ય નુ પ્રતિક ગણવા મા આવે છે. દરેક વિવાહિત સ્ત્રીઓ પોતાના સેંથા મા કંકુ લગાવે છે અને એવુ કહેવાય છે કે વિવાહિત સ્ત્રીઓ નો સેંથો ક્યારેય પણ ખાલી ના રહેવો જોઇએ. તે અશુભ મનાય છે.



આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓ કંકુ સેંથા મા એ માટે લગાવે છે કે જેથી તેમના પતિ ની આયુ લાંબી થાય. આ ઉપરાંત તમે નિહાળ્યુ હશે કે કંકુ દેવી તથા દેવતાઓ ને પણ અર્પણ કરવા મા આવે છે. હાલ , આજે આ લેખ મા તમને કંકુ સાથે સંકળાયેલા નુસ્ખાઓ વિશે જણાવીશુ. જેથી તમે લખપતી બની જાઓ.



જો તમે એવી ઈચ્છા ધરાવતા હોવ કે તમારા ઘર ની આર્થિક સ્થિતિ પ્રબળ રહે તો તે માટે શુક્રવાર ના દિવસે હળદર ની એક ગાંઠ મા કંકુ લગાવી તેને લાલ રંગ ના વસ્ત્ર મા વીંટૉળી ને રાખી દેવુ.આ ઉપરાંત તેમા બે સિક્કા પણ રાખવા. હવે આ પોટલી ને તિજોરી મા રાખી દો. જેથી ક્યારેય પણ તમારા ઘર મા ધન ની અછત ના સર્જાય.



તમારા જીવન મા હંમેશા કોઈ ને કોઈ પ્રકાર ની સમસ્યાઓ થતી રહેતી હોય છે. જો તમે મંગળવાર તથા શનિવાર ના દિવસે ચમેલી ના તેલ મા કંકુ ભેળવી ને હનુમાનજી ને અર્પણ કરી દો. તેની સાથે-સાથે ચણા તથા ગોળ ની પ્રસાદી પણ ધરવી. આ પ્રક્રિયા નિરંતર પાંચ અઠવાડિયા સુધી કરવી.



કંકુ સાથે સંકળાયેલો એક નૂસ્ખો સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિ ના શરીર મા રક્ત ની ઉણપ તથા કોઈ પ્રકાર નુ ઈન્ફેક્શન ફેલાયેલુ છે તથા રક્ત સાથે સંકળાયેલો કોઈ રોગ થી પીડાય છે તો તેને ઠીક કરવા માટે એક મુઠી કંકુ ભરી ને તેને સાત વાર માથે થી ઉતારી ને પાણી મા પ્રવાહિત કરી દો. આ ઉપચાર ને સતત પાંચ દિવસ સુધી અજમાવો.



કંકુ સમાજ મા માન-સન્માન મેળવવા માટે ઉપયોગી સાબિત થશે. આ માટે એક વૃક્ષ ના પર્ણ પર થોડી ફટકડી અને કંકુ રાખી દો. હવે તેને વાળી પીપળા ના વૃક્ષ નીચે દબાવી દો. આ નૂસ્ખો ફક્ત બુધવાર ના દિવસે જ અજમાવો. સતત ત્રણ બુધવાર સુધી આ નૂસ્ખા ને અજમાવવો.



જો તમે નાણા ની ઉણપ થી પીડાતા હોવ તો એક પાણીવાળા શ્રીફળ પર કંકુ નો ચાંદલો લગાવવો. આ શ્રીફળ ને લાલ રંગ ના વસ્ત્ર મા બાંધી ને પૂજા ના સ્થાન પર રાખી મૂકો. જો તમે ધારો તો આ શ્રીફળ ને તમારા કાર્યસ્થળે પણ રાખી નિયમીત તેને પૂજન અર્ચન કરવુ. જેથી , તમારી આર્થિક સ્થિતિ સધ્ધર બને.



જો તમારા પર ઋણ વધી ગયુ હોય અને તમે તેમા થી મુક્તિ મેળવવા માંગતા હોવ તો એક ડબ્બી મા શિયાળ સિંગી ના નાક ના વાળ ને રાખી દો હવે પુષ્પ નક્ષત્ર ના સમયે તેના પર લાલ કંકુ લગાવી દો. જેથી તમારુ તમામ દેવુ ચૂકતે થઈ જાય અને તમે ઋણમુક્ત બનો.



મિત્રો , ઘણીવાર એવી પરિસ્થિતિઓ નુ સર્જન થતુ હોય છે કે આપણા પર કોઈ ની કુદ્રષ્ટિ લાગી જતી હોય તો આ કુદ્રષ્ટિ મા થી મુક્તિ મેળવવા માટે કંકુ તમારી સહાયતા અવશ્યપણે કરી શકે છે. આ માટે રવિવાર ના દિવસે ઘર ના મુખ્ય પ્રવેશ દ્વાર તેલ મા કંકુ મિક્સ કરી ને ચાંદલો લગાવવો. આ પ્રક્રિયા એક માસ સુધી સતત અજમાવવી.



જો તમે કોઈ પરીક્ષા તથા હરીફાઈ મા સફળતાપૂર્વક ઉતીર્ણ થવા માંગતા હોવ તો તેમા કંકુ તમારા માટે સહાયરૂપ બની શકે છે. આ માટે ગુરુવાર ના દિવસે પુષ્પ યોગ , શુક્લ પક્ષ અને બુધવાર ના દિવસે ગણપતિ બાપા ના મંદિરે સિંદુર અર્પણ કરવુ. જેથી , તમે સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી શકો.



The post માત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ appeared first on MojeMastram.



Pages