સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 7 ડિસેમ્બર, 2019

સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા



મિત્રો દરેક લોકોના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વખત મહેમાન આવતા જ હોય છે. પરંતુ ઘણીવાર ઘરે આવેલા મહેમાન અમુક એવા સવાલો પૂછી નાખે છે કે ઘરધણી તેનો જવાબ દેવા માટે વિચારમાં પડી જતા હોય છે. ખાસ કરીને મહિલાઓ ની અંદર એક બીજા ની પંચાત કરવાની બહુ જ હોય છે. તેઓને એકબીજા ના ઘર વિશે હાયજાણવામાં વધારે રસ હોય છે. પણ આજે આપણે એક એવી વાત વિષે વાત કરીશું કે જેના સવાલ નો જવાબ વહુ ના સસરા એવી રીતે આપે છે કે જેના વિશે જાણીને તે મહિલા પણ સ્તબ્ધ રહી ગઈ.



સસરા દરવાજા નો બેલ સાંભળીને સોફા પરથી ઊભા થયા. તેને ઊભા થઈને વહુ ને કહ્યું કે બેટા જો તો કોણ આવ્યું છે?. એ સાંભળીને તરત જ શીતલે રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો તો સામે કોઈ અજાણ્યું હતું એટલે શીતલ પૂછે છે તમે કોણ? દરવાજા માં એક મહિલા હતી જેને કહ્યું કે હું મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. આ વધી વાતો ચાલી રહી ત્યાં તેના સસરાએ આવીને પૂછ્યું કે કોણ છે દીકરા?


પેલી મહિલાએ શીતલ ના સસરા ને જવાબ આપતા કહ્યું કે દાદા હું સર્વે કરવા માટે આવી છું. હું એ માહિતી મેળવવા માટે આવી છું કે હાલમાં મહિલાઓની સ્થિતિ કેવી છે. આ સાંભળીને શીતલ ના સસરાએ કહ્યું કે તો પૂછો તમારે જે પૂછવું હોય છે?



આ જવાબ સાંભળતાં જ પેલી મહિલાએ બીજો સવાલ કર્યો, તે તમારી વહુ ક્યા પદ પર અને કઈ કંપની મા નોકરી કરે છે? શીતલ ના સસરા જવાબ આપતા કહ્યું કે, મારી વહુ એક નર્સ છે જે મારું તથા મારી પત્નીને ખૂબ જ ધ્યાન રાખે છે.અમે જાગીએ ત્યારથી સુઈએ ત્યાં સુધીનો હિસાબ રાખવાનું કામ કરે છે. હું જે અત્યારે આરામ થી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર શીતલ ના કારણે જ છે.



તેના સસરાએ પેલી મહિલાને વધુમાં કહ્યું કે અમારી શીતલ બેબીસીટર પણ છે. જે બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કુલે મોકલવાનું કામ પણ તે પોતે જ કરે છે. રાત્રે પોતાની અંદર બગાડીને બાળકોનું ધ્યાન રાખે છે. મારી વહુ એક શિક્ષક પણ છે બાળકોને ભણવાની તમામ જવાબદારી તેના ઉપર છે. તે એક મેનેજર પણ છે કારણ કે અમારા ઘરનું બધું જ મેનેજમેન્ટ તે કરે છે. મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો એ પણ મારી વહુ ના કારણે જ, એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે.



માથું તો અમારી શીતલ અમારા ઘરનું એ પ્રકારનું એન્જિન છે. જેના કારણે તમારું ઘર ચાલી શકતું નથી. આ જવાબ સાંભળીને પેલી મહિલા ફોર્મ તરફ જોવા લાગી. અને ઘણો સમય સુધી ફોર્મ ને નિહાળતી રહી. તેની સાથે લાવેલા ફોર્મમાં એવી એક પણ કોલમ નથી જે તમારી વહુ ને વર્કિંગ કહી શકે. જે સાંભળીને શીતલ ના સસરા હસવા લાગે છે અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે.


આટલું થતાની સાથે જ પેલી મહિલા ફરી થી બોલી ઉઠી, કે દાદાજી આ નોકરી કરવાથી કોઈ આવક તો નથી થતી ને? આ સવારે નો જવાબ આપતા દાદાએ કહ્યું કે આ દુનિયામાં એવી કંપની નથી કે જે મારી વહુ ને આ પ્રકારનું સન્માન અને સેલેરી આપી શકે. પછી તેને ખૂબ જ ગર્વથી કહ્યું કે, મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનકમ અમારા ઘરની સ્માઈલ અને ખુશી છે. આ બધું સાંભળીને શીતલ પણ મનોમન પોતાની આટલી બધી કદર થતી જોઈને તે ખુબ જ ખુશ થઇ ગઈ. દરેક મહિલાને આ સાંભળીને ઘણી ખુશી મળે છે.





Post Views:
93



Pages