જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કઈ દિશામા હોવું જોઈએ શોચાલય? આટલી વાતનું ધ્યાન રાખશો તો થઈ જશો માલામાલ - GujHub

Gujarat News

Breaking

સોમવાર, 9 ડિસેમ્બર, 2019

જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કઈ દિશામા હોવું જોઈએ શોચાલય? આટલી વાતનું ધ્યાન રાખશો તો થઈ જશો માલામાલ



મિત્રો , વાસ્તુશાસ્ત્ર એ આપણા જીવન મા ખૂબ જ ગંભીર પ્રભાવ પાડે છે. માટે ઘર ની કઈ વસ્તુ તથા કયો ભાગ કઈ દીશા મા હોય તો શુભ ગણાય તે અંગે વાસ્તુશાસ્ત્ર મા ઉલ્લેખ કરાયેલો હોય છે. બાથરૂમ એ ઘર મા બનેલી એક અગત્ય ની જગ્યાઓ મા ની એક જગ્યા છે. આ જગ્યા એક યોગ્ય દીશા મા હોવી અત્યંત અનિવાર્ય છે.



હાલ ના સમય મા તો રૂમ અને બાથરૂમ સાથે રાખવા નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ , જો વાસ્તુ મુજબ ઘર ની કોઈ વસ્તુ યોગ્ય સ્થાને ના હોય તો તેની તમારા પર નકારાત્મક અસર પડી શકે છે અને આ નકારાત્મક અસરો ઘર ના અન્ય સદસ્યો પર પણ પડે છે. ઘર નો શાંતિભર્યો માહોલ ભંગ થઈ શકે છે. આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. માટે જ્યારે પણ ઘર નુ નિર્માણ કરો તથા ખરીદી કરો ત્યારે અવશ્ય તપાસવુ કે ઘર મા બાથરૂમ વાસ્તુ અનુસાર છે કે નહી.



શોચાલય માટે ની વાસ્તુ ટીપ્સ :


શોચાલય :
ઘર મા શોચાલય હંમેશા ઉત્તર અથવા પશ્ચિમ બાજુ હોવુ જોઈએ. આ દિશાઓ મા બાથરૂમ હોવા ના લીધે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર રહે છે તથા ઘર મા કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. માટે ઘર ના નિર્માણ કે ખરીદી સમયે આ વાત ની ખાસ કાળજી લેવી.



નળ અને શાવર :
સ્નાનાગાર મા નળ તેમજ શાવર ની ગોઠવણી હંમેશા બાથરૂમ ની ઉત્તર દિશા મા હોવી જોઈએ.



અરીસો :
આમ તો કયારેય પણ બાથરૂમ મા અરીસો લગાવવો ના જોઈએ. પરંતુ , જો તમે અરીસો લગાવવા નુ વિચારી રહ્યા હોવ તો અરીસો ક્યારેય પણ બાથરૂમ ના પ્રવેશદ્વાર સમક્ષ ના લગાવવો. કારણ કે , તેના થી ઘર મા નકારાત્મક ઉર્જા પ્રવેશે છે તથા સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે.



ક્રિસ્ટલ બોલ :
જો તમે તમારા ઘર મા નકારાત્મક ઉર્જા ને પ્રવેશતી અટકાવવા ઈચ્છો છો તો તમારા ઘર મા બાથરૂમ મા એક ક્રિસ્ટલ બોલ અવશ્ય લગાવો. જેથી , કોઈપણ જાત ની નકારાત્મક ઉર્જા તમારા ઘર મા પ્રવેશશે નહી.



સ્નાનાગાર મા ખાલી ડૉલ ના રાખવી :
મિત્રો , ઘણી વખત એવુ બને છે કે સ્નાનાગાર મા આપણુ કાર્ય કર્યા બાદ આપણે ડોલ ખાલી મૂકી દઈએ છીએ. પરંતુ , સ્નાનાગાર મા ક્યારેય પણ ખાલી ડોલ ના રાખવી. તે અશુભ ગણાય છે તથા ઘર મા અશાંતિ ફેલાય છે.



સ્નાનાગાર મા નમક રાખવુ :
સ્નાનાગાર મા કાચ ના પારદર્શી પાત્ર મા નમક ભરી ને રાખવુ. જેથી , તમારા ઘર મા રહેલા તમામ વાસ્તુદોષ દૂર થઈ જાય. પરંતુ , અમુક સમયગાળા ના અંતરે આ નમક બદલાવતુ રહેવુ.



શૌચાલય :
એ વાત ની હંમેશા કાળજી લેવી કે શોચાલય એ પ્રકારે હોવુ જોઈએ કે જેથી તેમા પ્રવેશતી વખતે તમારુ મુખ ઉત્તર કે દક્ષિણ દિશા મા હોવુ જોઈએ.



એકઝોસ્ટ ફેન :
જો તમે નવુ ઘર બનાવી રહ્યા હોવ અને તેમા પણ જ્યારે બાથરૂમ નુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હોય તો તેમા એક વાત ની અવશ્ય કાળજી લેવી કે તમે બાથરૂમ મા જે એકઝોસ્ટ ફેન લગાવો તે ઉત્તર-પુર્વ દિશા મા હોવો જોઈએ.



પાણી નુ વહેણ :
બાથરૂમ મા વપરાતુ પાણી વહી ને ઉત્તર-પૂર્વ દિશા મા જાય તે રીત નુ આયોજન કરવુ.



ગીઝર :
એક રીતે જોવા જઈએ તો બાથરૂમ અને શોચાલય બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. માટે જો બાથરૂમ મા ગીઝર ફીટ કરવા મા આવે તો તે હંમેશા અગ્નિ દિશા મા ફિટ કરાવવુ. કારણ કે , ગિઝર નો સંબંધ અગ્નિ સાથે છે માટે તેને અગ્નિ દિશા મા રાખવુ યોગ્ય ગણાય.





Post Views:
19



Pages