આવનાર વર્ષ ૨૦૨૦ ને હવે થોડો જ સમય બાકી છે અને આ નવીન વર્ષ મા તમામ માણસો ને એવી ઈચ્છા હોય છે કે તેમનુ આવનાર વર્ષ ખુશીઓ થી ભરેલું હોય અને દરેક માનવી ની એવી ઈચ્છા હોય છે કે તેમનું આવનાર ભવિષ્ય મંગળકારી હોય. દરેક માણસોએ અમુક ખાસ ઉપાય કરવા જોઈએ. આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે અમુક એવા ઉપાયો વિષે કે જેને તમે તમારા ઘર માંથી અમુક વસ્તુઓ ને દુર કરી દો નહિતર થઇ શકો છો બરબાદ.

ભાંગેલું તૂટેલું ફર્નીચર
એવું માનવામા આવે છે કે જો તમારા ઘર મા ભાંગેલું-તૂટેલું ફર્નીચર અથવા તો સેટી પલંગ જો તૂટેલું હોય તો તેવા સામાન ને ઘર મા બહાર કાઢી નાખવું જોઈએ નહિતર તમારે તમારા વૈવાહિક જીવન મા મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

તૂટેલો કાચ
ઘર મા જો કોઈપણ જગ્યાએ તમને તૂટેલો કાચ અથવા તો કાંચ ની તૂટેલી વસ્તુઓ નજરે પડે તો તેને તરત જ હટાવી દેવી. આવી તૂટેલી ફોટો ફ્રેમ અથવા તો કાંચ ની તૂટેલી વસ્તુઓ થી વાસ્તુદોષ થાય છે અને તેના લીધે માનવી ને માનસિક તણાવ ની અનુભૂતિ રહે છે.

બંધ પડેલી અથવા તો બગડી ગયેલી ઘડિયાળ
જો તમારા ઘર મા કોઇપણ જગ્યાએ તમને બગડેલી થવા તો બંધ પડેલી ઘડિયાળ જોવા મળે તો તેના લીધે ઘર મા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સાથે જ આ આવનાર વર્ષ મા જો તમે સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારા ઘર મા રહેલી આ બંધ ઘડિયાળ ને ચાલુ કરી લો અથવા તો હટાવી દો નહિતર આ બંધ પડેલી ઘડિયાળ થી તમારા બનતા કામ પણ અટકી પડશે.

ખરાબ ઇલેક્ટ્રીક સાધનો
આ આવનાર નૂતનવર્ષ મા ઘર મા પડેલો બિનજરૂરી અને જુનો બગડેલા ઇલેકટ્રીક સાધનો ને ઘર મા થી બહાર કાઢી નાખવો જોઈએ આ પ્રકાર નો ઘર મા રહેલો ભંગાર નકારાત્મક ઉર્જા ને નોતરે છે અને જેના લીધે ઘર મા પણ નકારાત્મકતા આવે છે માટે આવી વસ્તુઓ નો ત્યાગ કરી દો.

મંદિર અથવા તો ઘર મા અન્ય જગ્યાઓ પર રાખેલ ખંડિત દેવી-દેવતાઓ ની પ્રતિમાઓ
આવનાર નૂતનવર્ષ ને આવકારવા ઘર મા રહેલા મંદિર ની ખાસ સાફ-સફાઈ કરો અને ઘર ના મંદિર અથવા તો અન્ય જગ્યાએ રાખવામા આવેલી કોઇપણ દેવી-દેવતાઓ ની પ્રતિમા જો ખંડિત હોય તો તેને ઘર કે મંદિર મા થી દુર કરી દેવી નહિતર આવી પ્રતિમાઓ ઘર મા અશુભ ફળ આપે છે.

Post Views:
278