સુરત શહેર નો એક જુદો જ કિસ્સો સામે આવ્યો છે. સુરત ની વતની ખુશીએ પોતાની મૃત્યુ પેહલા છ વ્યક્તિઓ ને જીવનદાન આપ્યું છે. એક અકસ્માત ને લીધે જેને બ્રેન ડેડ જાહેર કરેલી એવી ૧૫ વર્ષ ની દીકરી ખુશી મહેશભાઈ દુધરેજીયાએ પોતાનું હૃદય, કિડની, લિવર તેમજ આંખો નુ દાન કરી છ માણસો ને નવું જીવન પ્રદાન કર્યું છે. આ સાથે જ મુંબઈ મા ખુશી નુ દાન કરેલા હૃદય નુ ટ્રાન્સપ્લાન્ટ યમન દેશ ની એક ૨૪ વર્ષ ની યુવતી મા કરવામા આવ્યું હતું.

સુરત જિલ્લા ના કામરેજ મુકામે આવેલ અમૃતવીલા રોહાઉસ મા રહેતા દુધરેજીયા પરિવાર ની આ ૧૫ વર્ષ ની દીકરી ખુશી તેના પરિવાર સાથે રહેતી હતી. તારીખ ૨૧મી ડીસેમ્બર ના રોજ બપોર ના ત્રણ વાગે ખુશી ટ્યુશન થી પોતાના ઘરે પરત ફરતી હતી તે સમયે તેનું એક્ટીવા નજીક મા આવેલા એક ઝાડ સાથે અથડાતા તેને માથા ના ભાગ મા ગંભીર ઈજા પોહચી હતી અને તે ઘટનાસ્થળે જ બેસુધ થઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં ના સ્થાનિક લોકો તેને તાત્કાલિક નજીક ની એક ખાનગી હોસ્પિટલ મા લઈ ગયા હતા.

ત્યાં ડોકટરો દ્વારા સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે ખુશી ના મગજ મા રક્ત નો ગઠ્ઠો જામી ગયો હતો જેના લીધે તેને સોજો આવી ગયો હતો. આ છતાં પણ ત્યાં ના ડોકટરો ખુશી ને બચાવવા ના તમામ પ્રયત્નો કરતા રહ્યા પરંતુ તે છતાં દિવસે-દિવસે તેની હાલત સુધરવા ની જગ્યાએ બગડતી જતી હતી અને અંતે ૨૬મી ડિસેમ્બર ના રોજ ખુશી ને બ્રેન ડેડ જાહેર કરવામા આવી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ડોનેટ લાઈફ ની એક ટીમ હોસ્પિટલે આવી પહોંચી હતી તેમજ તેના પરિવારજનો ને અંગદાન વિષે માહિતી આપી હતી.

આ અંગદાન વિષે ની માહિતી મળતા પરિવાર ના લોકોએ તાત્કાલિક પોતાની દીકરી ખુશી ના અંગો ને દાન કરી બીજા કોઈ ને નવું જીવન મળે તેમજ આ ખુશી કોઈ ના જીવન મા સાચે જ ખુશી બની ને મહેકે તે માટે અંગદાન કરવા ની સંમતિ દર્શાવી હતી. આ અંગદાન મા એક ખાસ વાત એ છે કે તેનું લીવર તેમજ કિડની નું દાન અમદાવાદ ની કિડની હોસ્પિટલ દ્વારા સ્વિકારવા મા આવ્યું હતું. જ્યારે તેની આંખો લોકદ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું.

તેની બન્ને કિડની નુ સફળ ટ્રાન્સપ્લાન્ટ એક ચાર વર્ષ તેમજ દસ વર્ષ ના બાળકો મા અને તેના લિવર નુ સફળ ટ્રાન્સપ્લાન્ટ એક ૧૭ વર્ષ ના કિશોર મા અમદાવાદ ની કિડની હોસ્પિટલ ખાતે કરાયું હતું. કિડની, લિવર તેમજ ચક્ષુઓ ના દાન થી પાંચ લોકો ના જીવન મા તો અંજવાળા થયા સાથોસાથ તેમને નવું જીવન પણ મળ્યું છે. તેના હૃદય ના દાન માટે ગુજરાત મા હૃદય ટ્રાન્સપ્લાન્ટ ના કોઈ દર્દી ન હતા. આ હૃદય ના ટ્રાન્સપ્લાન્ટ માટે તેનું બ્લડ ગ્રુપ મેચ નહતું થતું.

આ કારણે ‘NOTTO’ દ્વારા હૃદય મુંબઈ ની એક હોસ્પિટલ મા યમન દેશ ની ૨૪ વર્ષ ની યુવતી સારવાર લેતી હતી તેને દાન કરવામા આવતા મુંબઈ ની ગ્લોબલ હોસ્પિટલ ની ટીમે આ હૃદય નુ દાન સ્વિકાર્યું હતું. સુરત થી મુંબઈ સુધી નુ ૨૯૧ કી.મી. નુ અંતર માત્ર ૧૧૦ મીનિટ મા કાપી તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામા આવ્યું હતું અને ત્યારબાદ જ તેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતું. મુંબઈ ની હોસ્પિટલ સુધી હૃદય પહોંચાડવા માટે સુરત એરપોર્ટ સુધી ના ૧૮ કિ.મી. ના રોડ ને ગ્રીનકોરીડોર બનાવવા સુરત પોલીસે ઘણો સાથ-સહકાર આપ્યો હતો. ગુજરાત માથી અત્યાર સુધી મા ૩૧ જેટલા હૃદય દાન કરવામા આવ્યા છે.

Post Views:
11