આ વર્ષે આ રાશિ થી ખુશ થઇ ને શનિ ભગવાન આપશે સૌથી મોટી ભેટ, જીવન ની દરેક સમસ્યાઓ થશે દૂર - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

આ વર્ષે આ રાશિ થી ખુશ થઇ ને શનિ ભગવાન આપશે સૌથી મોટી ભેટ, જીવન ની દરેક સમસ્યાઓ થશે દૂર



આવનાર ૨૪મી જાન્યુઆરી ના દિવસે શનિ અઢી વર્ષ બાદ રાશિ ગોચર કરવા જઈ રહ્યા છે. આ દિવસે શનિદેવ ધન રાશિ માથી પોતાની રાશી મકર મા જઈ રહ્યા છે. આ ગોચર ના પ્રભાવ થી જ્યાં એક તરફ એક રાશિ સાડે-સાતી પૂર્ણ થવા જઈ રહી છે તો બીજી રાશિ ની શરૂ થશે. જે રાશિ ની સાડે-સાતી પૂર્ણ થશે તેના જાતકો માટે જ આ લેખ મા ખુશખબરી છે કેમ કે છેલ્લાં સાડા સાત વર્ષ થી શનિદેવ નો પ્રકોપ તેઓ સહન કરતા હતા.



વૃશ્ચિક રાશિ ના જાતકો ઉપર થી ૨૪મી જાન્યુઆરી ના રોજ થી શનિ ની સાડે-સાતી પૂરી થઈ જશે. આ રાશિ ના જાતકો ઉપર છેલ્લાં સાડા સાત વર્ષ થી શનિદેવ ની સાડે-સાતી ચાલતી હતી. આ સમય દરમિયાન આ જાતકો ને શનિ ના દુષ્પ્રભાવ ને લીધે ઘણી સમસ્યાઓ વેઠવી પડી હતી. આ સમય દરમિયાન તેમને થોડા સારા પરિણામો પણ જોવા મળ્યાં હશે પણ મોટેભાગે તો સાડે-સાતી ને લીધે અવરોધો જ સામે આવ્યા હશે. આ સાડે-સાતી પૂરી થવી જ આ રાશી માટે મોટી ભેટ સમાન છે.



કાર્યો મા નહીં આવે રુકાવટ


૨૪મી જાન્યુઆરી થી આ રાશી ના જાતકો સારું મહસૂસ કરશે. આ નવા વર્ષ મા જો વેપાર ને લગતા નવા કામ કરવા ઈચ્છતા હોય તો તમારા માટે આ સમય શ્રેષ્ઠ જણાઈ આવે છે. આ વર્ષે આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે તેમજ કોઈપણ પ્રકાર ના કામ મા અવરોધ નહી આવે. કોઈ મિત્ર ની મદદ ને લીધે તમારા અગાવ ના અટકાયેલા કામો સારી રીતે પુરા કરી શકશો પરંતુ આ મિત્ર સાથે હાલ કોઈ નવીન કાર્ય ની શરૂવાત ના કરવી.



બધું જ રહેશે નિયંત્રણ મા


આ નવા વર્ષ ના મધ્યે માતા ની સાથે કોઈ વાત ને લીધે બોલાચાલી થઈ શકે છે. જો કે આ તમામ વસ્તુઓ તમારા નિયંત્રણ મા રહેશે. જો તમારા દ્વારા અમુક કારણોસર અભ્યાસ છોડવામા આવ્યો હશે તો આ વર્ષે ફરી થી તમે અભ્યાસ શરૂ કરી શકો છો તેમજ તેમા સફળ પણ થશો. આ માટે તમારે માત્ર આળસ નો ત્યાગ કરી પરિશ્રમ તરફ વધુ ધ્યાન આપવું પડશે.





Post Views:
74



Pages