વધારાનો ખર્ચો કર્યા વિના માથા પર ઉગશે વાળ અને ટાલ ની સમસ્યા થશે દુર, એકવખત અપનાવો આ ઘરગથ્થું ઉપાય - GujHub

Gujarat News

Breaking

બુધવાર, 22 જાન્યુઆરી, 2020

વધારાનો ખર્ચો કર્યા વિના માથા પર ઉગશે વાળ અને ટાલ ની સમસ્યા થશે દુર, એકવખત અપનાવો આ ઘરગથ્થું ઉપાય



મિત્રો, હાલ થોડા સમય પૂર્વે જ બોલીવુડ મા એક ફિલ્મ “હાઉસફૂલ -૩ ” આવી હતી. આ મૂવી મા “બાલા” નુ પાત્ર ખરતા વાળ ની સમસ્યાથી પીડાતા એક યુવક ને યુવાની મા જ ટાલ પડી જાય છે જેની વ્યથા સંપૂર્ણ મુવી મા દર્શાવવા મા આવી છે. આપણા સમાજ મા આ એક વાસ્તવિકતા છે કે , કોઈપણ વ્યક્તિ નું વ્યક્તિત્વ આકર્ષક જો કોઈ બનાવતું હય તો તે છે કાળા ઘટ્ટ વાળ. પરંતુ, જ્યારે આ વાળ ખરવા ના પ્રમાણ મા વૃદ્ધિ થવા માંડે અને વ્યક્તિ ટાલિયાપણાં તરફ આગળ વધે છે.



આ ઉપરાંત તેના આત્મવિશ્વાસ મા પણ ઘટાડો જોવા મળે છે અને સામાન્ય દ્રષ્ટીએ જોવા જોઇએ તો નિયમિત ૧૦૦ વાળ ખરવા એ કોઈ તણાવ નો વિષય નથી પરંતુ , જો નિયમિત ૧૦૦ થી વધુ વાળ ખરવા માંડે તો સમજી લેવું કે આ ટાલ પડવાનો સંકેત છે અને આ તણાવમયી વાત છે જેને જરા પણ હળવાશ મા લેવી નહીં. અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ટાલિયાપણું સ્ત્રીઓની સાપેક્ષ મા પુરુષો મા વધુ પડતું જોવા મળે છે. આ પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોય શકે છે જેમકે , ખરાબ જીવનશૈલી, વાતાવરણ મા પરિવર્તન, દારુ નું સેવન, કોફી, ચા, સ્મોકીંગ, તીખો આહાર અને જંક ફૂડ જેવા ખાદ્ય પદાર્થ વગેરે.



શરીર મા પિત્ત નું પ્રમાણ વધી જાય તો એની સીધી અસર વાળ પર થાય છે. આટલું જ નહીં પરંતુ, હેરિડિટી અને હોર્મોન્સ ને લગતી તમામ સમસ્યાઓ પણ પુરુષોમા ટાલિયાપણાં ને નોંતરે છે. જો તમે પણ ધીમે-ધીમે ટાલીયાપણાં નો શિકાર બની રહ્યા છો તો આ વિશેષ વાતો નુ ધ્યાન અવશ્યપણે કરજો અને તેનો અમલ પણ કરો. હાલ આ લેખ મા તમને અમુક નુસ્ખાઓ વિશે જણાવીશું. આ નુસ્ખાઓ ની સહાયતા થી તમે ખરતા વાળ ની ઝડપને ઘટાડી શકો છો તથા તેની સહાયતા થી નવા વાળ પણ ઉગવા લાગે છે.



દિવેલ નું ઓઈલ :


તમારા માથામા જે જગ્યાએ વાળ ઓછા થવા માંડે ત્યાં દિવેલ નું ઓઈલ ,જેતૂન નું ઓઈલ ,કોકોનેટ નું ઓઈલ , બદામ નું ઓઈલ લઈ તેમાં જૂટના બીજ ઉમેરી બધી જ સામગ્રી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ નુસ્ખો અજમાવ્યા બાદ વાળ ઉતરતા ઓછા થશે. હંમેશા માઇલ્ડ શેમ્પુ થી જ વાળ વોશ કરવા, કારણ કે , હાર્ડ શેમ્પૂ એ સીધા જ વાળ ના મૂળ ને હાનિ પહોંચાડે છે. જ્યારે વાળ ભીના હોય ત્યારે તેમાં કોકોનેટ ઓઈલ લગાવવું. આમ, કરવાથી વાળ અને ખોપરી સોફ્ટ રહેશે તથા ડ્રાયનેસ ના કારણે વાળ ઉતરતા પણ ઓછા થશે.



ત્રિફલા ચૂર્ણ :


નિયમિત પરોઢે ભૂખ્યા પેટે ૧/૨ ચમચી ત્રિફલા ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા માંથી મુક્તિ મળે છે. આના માટે આવશ્યક છે કે આ પ્રક્રિયા ને નિરંતર ત્રણ માસ સુધી અજમાવવી અને વાળ ને નિયમિત રીતે કટિંગ કરાવતા રહેવું.



ડુંગળી નો રસ :


ડુંગળી નો ઉપયોગ ફક્ત ખાવા પૂરતો જ નથી થતો પરંતુ, વાળને યોગ્ય પોષણ મળી રહે તે પણ કાર્ય કરે છે. વિશેષ કહીએ તો ડુંગળી નો રસ એ વાળ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. મિકસર મા ડુંગળી ને ક્રશ કરી તેનો રસ કાઢીને એને રૂ ની સહાયતા થી વાળના મૂળ મા લગાવો ત્યારબાદ ૧/૨ કલાક પછી નવશેકા પાણી થી વાળ ને વોશ કરી લો. જો શક્ય હોય તો માઇલ્ડ શેમ્પૂ નો જ ઉપયોગ કરવો.



નારિયલ નું દૂધ


જેમ નારિયલ નું ઓઈલ વાળ વધારવા માટે શ્રેષ્ઠ ગણવામા આવે છે તેની જ રીતે નારિયલ નું દૂધ પણ વાળ અને માથા માટે સારું ગણાય છે. નારિયલ ના દૂધ મા ૨ ચમચી જેટલું આમળા નું ઓઈલ મિક્સ કરો ત્યારબાદ ૧ ચમચી લીંબુ નો રસ મિક્સ કરો અને તેને વાળના મૂળમા લગાવો. વાળ મા લગાવ્યા બાદ ૧/૨ કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ વોશ કરવા. આના કારણે વાળના મૂળ સુધી નરમાશ પહોંચે છે અને વાળ ખરવા ની સમસ્યા માંથી મુક્તિ મળી જાય છે.



જામફળ ના પત્તા :


જામફળના પત્તા નવા વાળ ઉગાડવા માટે ખૂબ જ સહાયરૂપ બને છે. થોડાં જામફળ ના પત્તા લઈ અને તેને પાણી મા ઉકાળો , ત્યારબાદ હવે જ્યારે આ પાણી બ્લેક થઈ જાય ત્યારે તેને ઉતારી ને ઠંડુ પાડી લો. હવે તેને જે જગ્યાએ થી વાળ ખરી ગયા હોય ત્યાં લગાવવું. ૧૦-૧૫ મિનિટ રાખીને વાળ વોશ કરી લેવા. આ પ્રક્રિયા નવા વાળ ઉગાડવા માટે ખૂબ જ સહાયરૂપ બને છે.



ભૃંગરાજ નું ઓઈલ :


આમ જોવા જઈએ તો માર્કેટ મા અનેકવિધ પ્રકાર ના આયુર્વેદિક ઓઈલ મળી રહે છે પરંતુ, ભૃંગરાજ ના ઓઈલ ની માલિશ કરવાથી નવા વાળ ઉગવામા સહાયતા મળે છે એવું માનવામા આવે છે. વાસ્તવિકતા મા જોઈએ તો ભૃંગરાજ એક જડીબુટ્ટી છે જેમાં વાળ ને ઉગાડવા ની શક્તિ હોય છે , જો આ ઓઈલ ની નિયમિત પણે માલિશ કરવામા આવે તો માથામા ફરીથી વાળ ઉગી શકે છે.



લીમડા નું ઓઈલ :


લીમડા નું ઓઈલ એ ખરતા વાળની સમસ્યા ને દૂર કરવાનું કાર્ય કરે છે પરંતુ , તેને કયારેય ભૂલ થી પણ માથામા નથી લગાવવાનું. લીમડા ના ઓઈલ ના ચાર બુંદ નિયમિત રાત્રે નાક અને કાનમા લગાવવા થી ફ્લેપ્સ ખૂલી જાય છે આ ફ્લેપ્સ જ છે વાળના મૂળ માથી જ ગ્રોથ ને રોકે છે. લીમડા નું ઓઈલ લગાવવા થી આ ફ્લેપ્સ ખૂલી જાય છે અને વાળ ખરતાં અટકે છે.



મેથી ના દાણા :


મેથી ના દાણા વાળ ને વધારવા હોય કે હોર્મોન્સ ક્ષમતા મા વૃદ્ધિ લાવવી હોય તેના માટે ઉપયોગી છે. મેથી ના દાણા ને ક્રશ કરી લો અને ત્યારબાદ તેને વાળ મા લગાવો. આ નુસ્ખો વાળ નો ગ્રોથ કરતા હોર્મોન્સ ને જાગ્રત કરે છે અને વાળ વધારે છે. બીજી બાજુ જોઈએ તો મેથી ને નિયમિત કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લેવાથી વાળના ગ્રોથ મા વૃદ્ધિ થાય છે.





Post Views:
89



Pages