મિત્રો જેમ તમે જાણો જ છો કે શિયાળા ની ઋતુ શરુ થઇ ગઈ છે. આને આ સીઝન માં વટાણા ખુબ વધારે પ્રમાણ માં બજાર માં આવે છે. કેમકે આ એક શીયાળા ની ઋતુ નું શાકભાજી છે.

આપણે દરેક શાકભાજી માં વટાણા ને નાખી ને તેનો એવી રીતે ઉપયોગ કરીએ છીએ. તેના થી વધારે આપણે વટાણા ફોલી ને તેના ફોતરા ને કચરો સમજી ને તેને ફેંકી દઈએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી જાણકારી પ્રદાન કરીશું જે જાણ્યા પછી તમે વટાણા ના ફોતરા ને ભૂલ થી પણ નહિ ફેંકી શકો.
મિત્રો શું તમે જાણો છો કે વટાણા ના ફોતરા ફાયબર થી યુક્ત હોય છે. તો ચાલો જાણીએ વટાણા ના ફોતરા ને આપણે કેવી રીતે ઉપયોગ માં લઇ શકીએ છીએ.

રીત
- સૌથી પહેલા વટાણા ના ફોતરા ને અલગ કરી ને તેને સારી રીતે સાફ પાણી માં ધોઈ લો.
- ત્યાર બાદ તમે ૨ થી ૩ બટેટા લઇ તે ની છાલ ઉતારી લો અને પછી તેને સારી રીતે ધોઈ લો.
- ત્યાર બાદ તેને જીણું – જીણું ચપ્પુ ની મદદ થી કાપી લો. પછી કડાઈ માં થોડું તેલ નાખી ને તેમાં જીરું નાખો અને પછી તેમાં ડુંગળી ને સાંતળી લો.
- ત્યાર બાદ તમે જે રીતે સામાન્ય શાક બનાવતા હો તેવી જ રીતે વટાણા ના ફોતરા અને બટેટા ના શાક ને બનાવી ને તૈયાર કરી લો.

મિત્રો વટાણા ના ફોતરા નું શાક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ વધારે ફાયદા કારક થાય છે. તેમાં બધા જ પ્રકાર ના પોષક તત્વો રહેલા હોય છે. અને ફાયબર તો તેમાં ભરપુર પ્રમાણ માં રહેલું હોય છે. જે આપણા સ્વાસ્થ્ય ને વધારે સારું બનાવવા માટે ખુબ જ મદદરૂપ થાય છે.
વટાણા દરેક ઋતુ માં મળી રહે છે, તો હવે થી તમે વટાણા ના ફોતરા ને ભૂલ થી પણ ના ફેંકતા અને તે નું શાક બનાવવાનું શરુ કરી દો. વટાણા ના ફોતરા માંથી બનાવેલું શાક આપણા સ્વાસ્થ્ય ને ખુબ જ લાભ પહોંચાડે છે.

Post Views:
33