જાણો ભાઈબીજ નો ઈતિહાસ અને આ વર્ષ ના મુરત વિષે - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 4 જાન્યુઆરી, 2020

જાણો ભાઈબીજ નો ઈતિહાસ અને આ વર્ષ ના મુરત વિષે





જાણો ભાઈબીજ નો ઈતિહાસ અને આ વર્ષ ના મુરત વિષે



દિવાળી નો  તહેવાર નજીક આવી રહો છે. બધાજ લોકો ઘરમાં સાફસફાઈ કરતા હશે .ધનતેરસ ના દિવસ થી લોકો પોતાના ઘર સજાવવા લાગતા હોય છે. ધનતેરસ ,કાળી ચૌદસ  ,દિવાળી અને બેસતું વરસ આ ચાર તહેવાર પતિ જાય પછી આવે છે ભાઈબીજ. ભાઈબીજ એ ભાઈ બહેન નો તહેવાર છે. તો ચાલો થોડું જાણીએ આ તહેવાર વિષે.



ભાઈબીજ 29 ઓકટોમ્બર 2019  ના રોજ ઉજવવા માં આવશે જે મારા ખ્યાલ થી તમને ખબર જ હશે. ભાઈબીજ નો તહેવાર ભાઈ અને બહેન માટે સ્નેહ અને પ્રેમ નો તહેવાર છે. આ દિવસે બધીજ બહેનો તેના ભાઈ ને પ્રેમ,આદર અને સન્માન થી તેના ઘર માં જમવા માટે આમંત્રિત કરતી હોઈ છે. બધીજ બહેનો તેના ભાઈ ને તિલક કરી અને તેને જમવાનું પીરસતી હોઈ છે. ભાઈ કેટલો પણ દુર રહેતો હોય પણ તેની બેન ના કહેવાથી તે ભાઈબીજ ના દિવસે તેના ઘરે આવીજ જાય છે.



ભાઈબીજ નું શુભ મુરત બોપોરે  1:11 થી લઇ અને ૩:25 સુધી નું છે. આ સમય ની અંદર તમે તમારા ભાઈ ને તિલક લગાડી અને સરસ મજાનું ભોજન જમાળી શકો છો. તમને ખબર છે કે ભાઈબીજ ના દિવસે મૃત્યુ  ના દેવ યમરાજ ની પણ પૂજા કરવા માં આવે છે. ધનતેરસ થી લઇ અને ભાઈબીજ સુધી બધીજ દુકાનો અને બધાજ ઘર દીવા અને રંગબેરંગી લાઈટ થી સણગાવવા માં આવતા હોય છે.



ભાઈબીજ ની એક તિથી પતિ જાય પછી તેની બીજી તિથી ચાલું થવાનો સમય છે રાત્રે 6:13 થી લઇ બોપોરે ૩:47 (30 ઓકટોમ્બર 2019 ) ના દિવસે પૂરું થશે. આ તહેવાર ભાઈ અને બહેન ના અપાર પ્રેમ નો ત્યોહાર છે. આ દિવસે બધીજ બહેનો એવી પ્રાથના કરે છે કે તેના ભાઈ ના જીવન માં ક્યારેય દુખ ના આવે, તેના ભાઈ ની બધીજ મનોકામના પૂરી થાય, તેનો ભાઈ જે પણ કામ હાથ માં લે તે કામ કોઈ પણ સમસ્યા વગર પૂરું થઇ જાય અને છેલ્લે કહે છે કે તેના ભાઈ ના બધાજ દુખ દર્દ મને આપી દો અને મારા ભાગના સુખ મારા ભાઈ ને આપી દો.



 


 




Post Views:
259






Pages