મિત્રો, આપણો દેશ એ પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણી આ પ્રાચીન ભૂમિ મા પ્રભુ ની એવી અનેકવિધ લીલાઓ રચાયેલી છે અને હાલ વર્તમાન સમય મા પણ આવી અનેકવિધ ઘટનાઓ દ્વારા પ્રભુ પોતાની અનુભૂતિ નો અહેસાસ કરાવતા હોય છે. જમવાનુ હાથ માંથી પડી જવું અથવા ગેસ પર રાખેલું દૂધ ઉભરાઈ જવું આપણે આવી ધટનાઓ ને સામાન્ય વસ્તુ તરીકે અવગણીએ છીએ પરંતુ , વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મા, આહાર નો પતન ને શુભ અને અશુભ સંકેતો સાથે જોડી ને જોવા મા આવે છે. તો આજે આપણે આ લેખ મા આ મુદ્દા અંગે ચર્ચા કરીશું.

નમક :
આપણાં રોજિંદા જીવન મા નમક ને એક વિશિષ્ટ સ્થાન આપવામા આવ્યું છે. આપણા ભોજન નો સ્વાદ વધારવા ની સાથોસાથ નમક નો ઉપયોગ પૂજા ના કાર્યો માટે તથા કષ્ટો ના નિવારણ માટે પણ કરીએ છીએ. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશો મા નમક ને દુર્ભાગ્ય અને વાદ-વિવાદ નું સૂચક માનવામા આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો હાથ માંથી નમક પડ્યું હોય તો તે શુક્ર અને ચંદ્ર નબળા છે તેની નિશાની છે. આ ઉપરાંત આના લીધે તમારા નજીક ના વ્યક્તિ સાથે ના તમારા સંબંધો બગડી શકે છે.

અન્ય ખાદ્યપદાર્થો :
ઘઉં, ચોખા તથા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ નું વિખેરાઈ જવું કે પડવું એ માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી ના ક્રોધ નું સૂચક છે. જો તમારા થી અનાજ અજાણતાં પડી જાય તો તેને ઉપાડી ને કપાળ પર લગાવો અને અજાણતાં થયેલી ભૂલ માટે માફી માંગવી. ખાદ્યતેલ નું પડવું પણ અશુભ ગણાય છે. આ એવો સંકેત આપે છે કે તમારા ઘર પર એક મોટું દેવું આવવાનું છે. આ ઉપરાંત તે ઘર ની ગરીબી ની નિશાની પણ દર્શાવે છે.

પૂજા ની સાધન-સામગ્રી :
જો પૂજા કરતા સમયે પૂજા ની સામગ્રી અથવા તો આરતી માટે ની પ્લેટ નીચે પડી જાય છે, તો એવું માનવામાં આવે છે કે તે પૂજા નો ભંગ થયો છે અને તમારી આ ભક્તિ ને સ્વીકારવા મા આવતી નથી. તે ભવિષ્ય મા આવનારી મુશ્કેલી નું સંકેત પણ હોઈ શકે છે. આ ઉપરાંત પૂજા દરમિયાન જો દીપક ઓલવાઈ જાય તો તે પણ અશુભ ગણવામા આવે છે. આવી પરિસ્થિતિ મા પ્રભુ પાસે ક્ષમા માંગો અને તમારી સાથે બધુ સારું થાય તેવી પ્રાર્થના કરો.

સિંદૂર :
જો સુહાગ ની નિશાની જમીન પર પડે તો તેનો અર્થ એવો થાય છે કે તમારા પતિ પર આવનાર સમય મા કોઈ મુસીબત આવવાની છે અથવા તો તમારા પતિ સાથે આવનાર સમય મા કોઈ આકસ્મિક ઘટના બનવાની છે. આ ઉપરાંત તે નાણાં તથા વ્યવસાય ના નુકસાન નું સૂચક પણ છે.

નાણાં :
જો તમે ઘર ની બહાર જઈ રહ્યા હોવ અથવા તો કપડાં બદલી રહ્યા હોવ તે સમયે જો તમારા થી ભૂલ થી નાણાં પડી જાય તો તેને શુભ માનવામા આવે છે. તેનો અર્થ એવો થાય છે કે ટૂંક સમય મા તમને કોઈ ધંધાકીય અથવા અન્ય કોઈ રીતે નાણાં પ્રાપ્ત થવા ના છે. તમે કોઈ સાથે નાણાં ની લેવડ-દેવડ કરી રહ્યા હોવ અને તે સમયે જો તમારા હાથ માથી નાણાં પડી જાય તો તેને પણ શુભ ગણવામા આવે છે.

Post Views:
95