મિત્રો , હાલ પ્રારંભ થયેલા વર્ષ ૨૦૨૦ ના જાન્યુઆરી માસ મા જુદા-જુદા પાંચ ગ્રહો એકસાથે ગોચર કરશે એટલે કે રાશી પરિવર્તન કરશે. આમા સૌથી અદ્ભુત ગોચર થશે ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ. આ ગોચર છે શનિ ગ્રહ નું ગોચર. આ ૨૪ જાન્યુઆરી ના દિવસે શનિ ૨.૫ વર્ષ પછી પોતાની રાશિ મકર મા પ્રવેશ કરશે. આમ તો જો સામાન્ય રીતે કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તન કરશે તો તેની સંપૂર્ણ અસર તમામ રાશિઓ તથા તેના રાશિજાતકો પર પડશે.

પરંતુ, શનિદેવ ના આ ગોચર ની અસર ત્રણ રાશિઓ તથા તેના રાશિજાતકો પર સૌથી વધુ અસર કરશે. હાલ આપણે આજ ના આ લેખ મા વર્ષ ૨૦૨૦ ના વર્ષ મા જાન્યુઆરી માસ મા કયા-કયા ગ્રહ નું ગોચર થશે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. ૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શુક્ર ગ્રહ કુંભ રાશિ મા પ્રવેશશે. ત્યાર બાદ ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ બુધ ગ્રહ મકર રાશિ મા પ્રવેશશે.

ત્યારબાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સૂર્ય મકર રાશિ મા પ્રવેશશે. ત્યારબાદ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શનિ ગ્રહ મકર રાશિ મા પ્રવેશશે અને આ માસ ના અંતે એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ બુધ કુંભ રાશિ મા પ્રવેશશે. હવે આપણે આ રાશી પરિવર્તન ની અસર જે ત્રણ રાશિઓ પર સૌથી વધુ પડશે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું અને ચર્ચા કરીશું , તો ચાલો જાણીએ કઈ છે આ ત્રણ રાશિઓ? અને આ રાશી પરિવર્તન તેમના પર કેવી-કેવી અસરો લાવશે?

વૃષભ રાશી :
આ ગ્રહ પરિવર્તન આ રાશી જાતકો માટે થોડું વિકટજનક સાબિત થશે. આવનાર સમય તેમના માટે અત્યંત પીડાદાયક અને મુશ્કેલીભર્યો રહેશે. કાર્યસ્થળે તમારી ઉન્નતિ ને ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટે ના તમામ સાર્થક પ્રયાસો કરતા રહેજો. ઉચ્ચ અધિકારીઓ સાથે ના સંબંધો મજબૂત બનાવવા. બને ત્યાં સુધી કોઈપણ પ્રકાર ના વાદ-વિવાદ મા ના પડવું અને શક્ય તેટલું માથાકૂટ અથવા તો કોઈ તકરાર નો બનાવ બને તો તેના થી દૂર જ રહેવું. સંતાન સંબંધીત તમામ તણાવ માંથી તમને મુક્તિ મળશે.

કન્યા રાશી :
આ રાશીજાતકો આવનાર સમય મા થોડા વધુ પડતા તણાવ ની અનુભૂતિ કરી શકશે. તમને તમારા કાર્યક્ષેત્ર મા ભવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ , માનસિક રીતે તમે થોડી અશાંતી નો અનુભવ કરશો. કોઈ લાંબી સફર દરમિયાન તમારો માલ-સામાન ચોરી થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો અથવા તો વધુ પડતો વિશ્વાસ ના કરશો , નહિતર તમારે અવિરત દુ:ખ નો સામનો કરવો પડી શકે. કોઈ ને પણ ઉછી ના નાણાં આપતા સમયે સાવચેતી વર્તવી કારણ કે , આ આવનાર સમય તમારા માટે અત્યંત કઠિન સાબિત થશે પરંતુ , આ માસ ના અંતે તમને આ તણાવ માંથી થોડી મુક્તિ પ્રાપ્ત થશે.

કુંભ રાશી :
આ રાશીજાતકો પર હાલ વર્તમાન સમય મા શનિ ની સાડાસાતી નો યોગ ચાલી રહ્યો છે, આ માસ ની ૨૫ તારીખ થી બને ત્યાં સુધી થોડું સાવચેત રહેવું. આવનાર સમય મા લાગણીઓ ને વશ થઈ ને કોઇ નિર્ણય ના લેશો. બને ત્યાં સુધી આવનાર સમય મા નાણાં ની લેવડ-દેવડ થી દૂર જ રહેવું. આવનાર સમય મા કોર્ટ-કચેરી ના કાર્યો થી બને તેટલું દૂર જ રહેવું. આ ઉપરાંત સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

Post Views:
6