મંગળગ્રહ તેની વૃશ્ચિક રાશી મા સાતમી ફેબ્રુઆરી સુધી રહેશે, પાંચ રાશિ ના જાતકો પર આવશે મુશ્કેલી - GujHub

Gujarat News

Breaking

સોમવાર, 6 જાન્યુઆરી, 2020

મંગળગ્રહ તેની વૃશ્ચિક રાશી મા સાતમી ફેબ્રુઆરી સુધી રહેશે, પાંચ રાશિ ના જાતકો પર આવશે મુશ્કેલી



મંગળગ્રહ હાલ પોતાની જ રાશી વૃશ્ચિક મા ભ્રમણ કરી રહ્યો છે. તે આ રાશી નો સ્વામી છે અને તે સાતમી ફેબ્રુઆરી સુધી આ જ રાશી મા રહેશે. આ અગાવ પણ ૨૫મી ડિસેમ્બર ના રોજ મંગળગ્રહ બીજી રાશી છોડી ને વૃશ્ચિક મા આવ્યો હતો. આ ગ્રહ ની વર્તમાન સ્થિતિ ની સારી તેમજ ખરાબ અસર બીજી તમામ રાશીઓ ઉપર પડશે.



આ પ્રભાવ થી પાંચ રાશી ના જાતકો માટે સમય અનુકુળ નહી રહે. ત્યાં જ બીજી પાંચ રાશીઓ માટે ધનલાભ તેમજ પ્રગતિ ના દ્વાર ખુલશે. હવે જે બે રાશીઓ વધી છે તેના માટે આ સમય મિશ્રિત સાબિત થશે. તો ચાલો આજ ના આ આર્ટીકલ પર થી જાણીએ કે આ ગ્રહ નો સાતમી ફેબ્રુઆરી સુધી મા કઈ રાશી ઉપર કેવો પ્રભાવ રેહશે. તમારી રાશી નુ જોવા નુ ચુકતા નહી.



મેષ રાશિ
આ રાશી ના જાતકોએ નાણાકીય લેવડ-દેવડ તેમજ રોકાણ ને લઇ ને સાવચેતી રાખવી. તમારા વિરૂદ્ધ અમુક લોકો ષડયંત્ર રચી શકે છે. સ્વાસ્થ્ય થી લગતી મુશ્કેલીઓ વધી શકે છે. માનસિક તણાવ મા વધારો થઇ શકે છે.



વૃષભ રાશિ
આ રાશી ના જાતકો જો અત્યાર ની પરિસ્થિતિ ને સમજી ને પ્રયત્નશીલ બનશે તો તેમના સફળતા ના દ્વાર જરૂર થી ખુલી શકે છે. ઘર-પરિવાર મા થતા વાદ-વિવાદ ને ટાળવો. માનસિક તણાવ મા વધારો થઇ શકે છે. આ સમય દરમિયાન કોઈ નવીન કાર્ય ન કરવું. ઉતાવળ તેમજ ક્રોધ મા આવી ને કોઇપણ પ્રકાર ના નિર્ણય લેવા નહીં.



મિથુન રાશિ
આ રાશી ના જાતકોએ પોતાની માનસિક સ્વસ્થતા તરફ વધુ ધ્યાન આપવું. તમારા ક્રોધ ને કાબુ મા રાખવા ની સૂચન આપવામા આવે છે અને સાથોસાથ આ સમય દરમિયાન નાણાભીડ નો અનુભવ થતો જણાશે.



કર્ક રાશિ
આ રાશી ના જાતકો ને કામ નો બોજો તેમજ તેમના જીવન મા વ્યસ્તતા વધતી જણાશે. આ રાશી ના જાતકોએ આ સમય દરમિયાન તેમના કામ ને ક્રમ પ્રમાણે ગોઠવી ને કાર્ય કરતા રાહત નો શ્વાસ લેવાશે. આ સમય દરમિયાન યાત્રા-પ્રવાસ અને કોઈ સાથે મિલન-મુલાકાત થઇ શકે છે.



સિંહ રાશિ
આ રાશી ના જાતકોએ ધીરે-ધીરે આગળ વધી ને કામ કરવું જેથી સફળતા નો માર્ગ મળી શકે. તમારા ગ્રહસ્થ જીવન મા સંવાદિતા જાળવજો અને આ સાથે જ બિનજરૂરી ખર્ચાઓ ઉપર અંકુશ રાખવુ જરૃરી છે.



કન્યા રાશિ
આ રાશી ના જાતકોએ પોતાનું માનસિક તેમજ ભાવનાત્મક સમતોલન ને જાળવવા ની જરૂર છે. તમારા અગાથ પ્રયત્નો છતાં પરિશ્રમ નુ ફળ દૂર થતું જણાય. આ સમય દરમિયાન યાત્રા-પ્રવાસ ની યોજના બનાવી શકો.



તુલા રાશિ
આ રાશી ના જાતકો આ સમય દરમિયાન તેમની સામાજિક, કૌટુંબિક અથવા તો બીજી કોઇપણ પ્રકાર ની જવાબદારીઓ ને પાર પાડી શકશે. તમારા દ્વારા કરવામા આવેલ દરેક કાર્ય નુ ફળ ધીરે મળતું જણાય. આ છતાં પણ તમારા તમામ વિઘ્નો દૂર થતા જણાય.



વૃશ્ચિક રાશિ
આ રાશી ના જાતકો નો મન નો પરિતાપ તેમજ જીવન મા ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દુર થતા રાહત નો અનુભવ થશે. હાલ ના સમય મા ચાલતી નાણા થી લગતી તંગી ને દુર કરવા ના રસ્તાઓ મળે. યાત્રા-પ્રવાસ નુ આયોજન થઇ શકે છે.



ધન રાશિ
આ રાશી ના જાતકો ના જીવન મા ચાલી રહેલા પ્રતિકૂળતા તેમજ તણાવ ના સંજોગો નો હવે અંત આવશે. આ સાથે જ નાણા સંબંધિત તકલીફો ને દુર કરવા માટે ના નવીન રસ્તાઓ ખુલશે. તમારા માટે વાદ-વિવાદ ટાળવો હિતાવહ છે.



મકર રાશિ
આ રાશી ના જાતકો પોતાની અગત્ય ની કામગીરી ને આગળ વધારી શકશે. તમારા દ્વારા કરવામા આવેલ તમામ પ્રયત્નો નુ સારું ફળ પ્રાપ્ત થશે. તમારા સ્વજન અથવા તો મિત્ર અંગે સાનુકૂળતા જળવાઈ રહે.



કુંભ રાશિ
આ રાશી ના જાતકોએ શાંતિ તેમજ સ્વસ્થતા ને જાળવવા નો પ્રયત્ન કરવો. આ સાથે જ તમારી લાગણી ઉપર કાબૂ રાખવો આ સમયે તમારા માટે જરૃરી બને છે. કોઇપણ પ્રકાર ની વ્યવસાયિક બાબત નો ઉકેલ મળી શકે છે.



મીન રાશિ
આ રાશી ના જાતકો દ્વારા રાખવામા આવેલ ધૈર્ય ના મીઠાં ફળ આ સમય દરમિયાન મળી શકે છે. તમારા માટે કોઈ અગત્ય ની વ્યક્તિ ઉપયોગી બની શકે છે. આ સમય દરમિયાન તમારા મિત્રવર્તુળ નો પુરેપુરો સાથ સહકાર પ્રાપ્ત થાય. આ સાથે જ આ સમય દરમિયાન કોઈ યાત્રા-પ્રવાસ નુ આયોજન થાય.





Post Views:
52



Pages