પૈસા બોલતા હે !! રાનૂ મંડલના વાહિયાત વર્તનનો વીડિયો થયો વાયરલ, લોકોએ કરી મનફાવે તેવી કોમેન્ટો... - GujHub

Gujarat News

Breaking

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2020

પૈસા બોલતા હે !! રાનૂ મંડલના વાહિયાત વર્તનનો વીડિયો થયો વાયરલ, લોકોએ કરી મનફાવે તેવી કોમેન્ટો...






એવું કહેવાય છે ને કે જ્યારે માણસ પાસે પૈસા અને પાવર આવી જાય પછી તેના વાણી અને વર્તન બદલાતા જાય છે. નામ કમાયા બાદ ખુબ ઓછા લોકો પોતાની હદમા રહેતા હોય છે. કંઈક આવુ જ જોવા મળ્યુ છે રાનુ મંડલના કેસમાં પણ. હાલમા જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમા રાનૂ મંડલ સાથે એક યુવતી સેલ્ફી ફોટો લેવા માટે ગઈ અને રાનૂ મંડલે વાહિયાત વર્તન કરી તેને હાંકી કાઢી હતી.



રાનૂ મંડલે હવે પોતાના સ્વભાવને પણ બદલી નાખ્યો છે. રાનુ મંડલ માર્કેટમા કંઈક ખરીદી કરી રહી હતી. ત્યારે જ તેની એક ચાહક તેમની પાસે આવે છે. રાનૂ મંડલને જોતા જ એ યુવતી ખુબ આનંદમા આવી જાય છે અને તેનો ફોન પકડીને સેલ્ફી ફોટો લેવાની તૈયારી કરે છે.



આ જોઈને જ રાનુ મંડલ આ યુવતી પર બરાબરની ભડકે છે. રાનુ એવો વિરોધ કરે છે કે તે મને આ રીતે શા માટે ટચ કર્યું અને પકડી. આ વીડિયોમા ચોખ્ખું સાંભળી શકાય છે કે આ રીતે ટચ કરવાનું, આ શું છે, ત્યારે આ ચાહક યુવતી અજીબો ગરીબ પરિસ્થિતિમા મુકાઈ જાય છે. આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયામા ખુબ વાયરલ થઈ રહ્યો છે.




વીડિયો વાયરલ થતા જ લોકોએ ખુબ ખરી-ખોટી સંભળાવી છે. કોઈએ તો લખ્યું છે કે, રાનુને હવે પોતાનો અહંકાર આવી ગયો છે. તો કોઈએ કહ્યું છે કે, રાનુનો એટીટયુડ તો જુઓ. અહી એ પણ ઉલ્લેખનીય છે કે, રેલ્વે સ્ટેશન પણ અને ટ્રેનમાં ગીત ગાઈને ગુજરાત ચલાવતી રાનુ મંડલને હિમેશ રેશમિયાને મોકો આપ્યા બાદ માર્કેટમા તેની વેલ્યૂ ખુબ વધી ગઈ છે અને હવે તે નવા આલ્બમમા પણ જોવા મળવાની છે.





Post Views:
11





Pages