
હાલમાં ધીમે-ધીમે બોલિવૂડની અંદર નવી અદાકારાઓ પોતા નું નસીબ અજમાવી રહી છે. જેમાંની ઘણી ખરી એક્ટ્રેસ હું સફળ થતી જોવા મળે છે. આ બધી એક્ટ્રેસ માની એક છે સારા અલી ખાન તેણે તાજેતરમાં જ બે મહત્વના પિક્ચરો ની અંદર કામ કર્યું છે. જેમાં ની સિમ્બા સૌથી સફળ ફિલ્મ નીવડી છે. આ ઉપરાંત તેણે કેદારનાથ ફિલ્મની અંદર પણ કામ કર્યું છે.

સારા અલી ખાને કેદારનાથ ફિલ્મ થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મની અંદર સારા અલી ખાને ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. જેથી કરીને તે ચર્ચાનો વિષય બની ને રહી ગઈ હતી તેની આ ફિલ્મ ખૂબ જ વધુ સફળ રહી હતી. અને ત્યારબાદ સિમ્બા ફિલ્મની અંદર પણ તેને ખૂબ સારો અભિનય નિભાવ્યો છે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે સારા અલી ખાન પોતાની અદાકારા ના કારણે સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરશે.
પપ્પા સૈફ એ કરી સારા અલી ખાન ની પ્રશંસા
હકીકતમાં સારા અલી ખાન સેફ અલી ખાન ની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી છે. જ્યારે સૈફ અલી ખાને પોતાની પુત્રી સારા અલી ખાન ની આ એક્ટિંગ જોઈ ત્યારે તે પોતાને તેની પ્રશંસા કરતા રોકી ન શક્યો તેણે સારા અલી ખાનની પ્રશંસા કરી. અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે તને બોલિવુડની સફળતાઓ સર કરવામાં કોઇ રોકી શકશે નહીં. કેમ કે, તે માત્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે જ બનેલી છે. એટલું જ નહીં પરંતુ તેની આ ફિલ્મની સફળતા બાદ સેફ અલી ખાન અને કરીના કપૂરે એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.

સારા ની ફિલ્મ દેખ્યા પછી દાદી શર્મિલા એ અમૃતા ને મોકલ્યો મેસેજ
વાત ત્યાં આવીને જ પૂરી થઈ જતી નથી સેફ અલી ખાન ની માતા એટલે કે શર્મિલા ટાગોર કે જે સારા અલી ખાનની દાદીમાં થાય છે. તેણે પણ સારાના ખૂબ સારા એવા વખાણ કર્યા તેણે પોતાના એક ઇન્ટરવ્યૂ ની અંદર જણાવ્યું કે તેની પુત્રી ખૂબ જ સારી અભિનેત્રી છે. અને દરેક પિક્ચર ની અંદર તે ખૂબ સારું કામ કરશે એટલું જ નહીં પરંતુ તેણે અમૃતા અને તેની પુત્રી સારા અલી ખાનને પણ મેસેજ કર્યો કે તેણે ફિલ્મની અંદર ખૂબ જ સારું કામ કર્યું છે. અને તેને પોતાની પૌત્રી સારા ઉપર ગર્વ છે.

બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે સારા અલી ખાન
હાલમાં સારા અલી ખાન પોતાની સાદગી ના કારણે સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનું કારણ બની ગઈ છે. તેણે ઉપર બે સૌથી સફળ ફિલ્મો કેદારનાથ અને સિમ્બા ની અંદર કામ કર્યું છે. અને તે ભવિષ્યમાં પણ એકથી એક સુંદર ફિલ્મો ની અંદર કામ કરશે તેવી આશા છે.

Post Views:
10