બોલિવૂડના મહાન કલાકારનુ મોટુ ફરમાન, બધા ચાહકોને ચોંકાવીને કરી રિટાયરમેન્ટની જાહેરાત - GujHub

Gujarat News

Breaking

સોમવાર, 10 ફેબ્રુઆરી, 2020

બોલિવૂડના મહાન કલાકારનુ મોટુ ફરમાન, બધા ચાહકોને ચોંકાવીને કરી રિટાયરમેન્ટની જાહેરાત






બોલીવુડ ફિલ્મ જગતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનજી છેલ્લા ૫૦ વર્ષોથી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સદીના મહા-નાયક ગણાતા અમિતાભજી એ વર્ષ ૧૯૬૯ મા ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી બોલિવૂડ ફિલ્મ જગતમા એન્ટ્રી કરી હતી. અમિતાભજી ૫૦ વર્ષથી સતત કોઈ પણ બ્રેક વગર જ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા જોરશોરથી કામ કરી રહ્યા છે.



જો કે તેની વધતી ઉંમર સાથે બીગ-બી ને પણ મુશ્કેલીઓ આવી રહી છે. આવી સ્થિતિમા અમિતાભ બચ્ચનજી હવે રિટાયરમેન્ટ લેવાનો વિચાર કરી રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ તેણે પોતાના સોશિયલ મીડિયા બ્લોગમા કરી દીધો છે. આજે તેના આ ઉલ્લેખની ચારેકોર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.



આ દિવસોમા અમિતાભ બચ્ચનજી ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ માટે હિમાચલ પ્રેદેશના મનાલી ખાતે પહોંચ્યા છે. ત્યા પહોંચવાના તેમના અનુભવ અંગે અમિતાભ બચ્ચનજીએ લખ્યુ હતુ કે, ‘આ નાના સુંદર સ્થળે હુ કારથી ૧૨ કલાકની લાંબી મુસાફરી બાદ પહોંચ્યો, અહીંના રસ્તાઓ પણ બહુ સારા નથી અને વાતાવરણ પણ થોડુ અલગ લાગી રહ્યુ છે. મારે હવે રિટાયરમેન્ટ લેવી પડશે. મારુ મન ક્યાંક બીજે ફરી રહ્યુ છે અને મારી આંગળીઓ કંઈક બીજુ જ કરી રહી છે. આ એક મેસેજ છે’.



અહી એ પણ ઉલ્લેખનીય છે કે, ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમા દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનજી, ચોકલેટી બોય રણબીર કપૂર અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. ડાયરેક્ટર અયાન મુખર્જી આ ફિલ્મ બનાવી રહ્યા છે. હાલમા ‘કૌન બનેગા કરોડપતિ’ નુ શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમિતાભ બચ્ચનજી મનાલી તરફ વળ્યા છે. તે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ક્લાઇમેક્સ શૂટિંગ માટે અહી ગયા છે.



આ ઉપરાંત અમિતાભ બચ્ચનજી ‘બટરફ્લાઈ’, ‘ઝુંડ’, ‘સિતાબો’, ‘ગુલાબો’, ‘એબી આળિ સીડી’, ‘ચેહરે’ અને ‘ઉયરનધા’ નામની અનેક ફિલ્મોમા પણ કામ કરી રહ્યા છે.





Post Views:
14





Pages