પ્લેનમાં સુઈ ગઈ હતી મહિલા યાત્રી, ઊંઘમાંથી જાગી ત્યારે ઉડી ગયા હોશ - GujHub

Gujarat News

Breaking

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2020

પ્લેનમાં સુઈ ગઈ હતી મહિલા યાત્રી, ઊંઘમાંથી જાગી ત્યારે ઉડી ગયા હોશ



મિત્રો, દરેક લોકોને વિમાન માં બેસી ને મુસાફરી કરવાનું પસંદ હોય છે અને ઘણા લોકોનું સ્વપ્ન પણ હોય છે. આપણા માંથી ઘણા લોકો ને વિમાન માં મુસાફરી કરવાનું સપનું હોય છે. પરતું દરેક લોકો એ સપનું પૂરું કરી શકતા નથી. એવી જ રીતે ઘણા લોકો ચાર્ટડ વિમાન માં એકલા ઉડાન ભરવાની કલ્પના કરે છે, પરતું ફક્ત અમુક લોકો જ એવું કરી શકે છે.


અમુક લોકો ભાગ્યશાળી હોય છે જે એકલા જ ઉડાન ભરવાની ખુશી નો અનુભવ કરે છે. ફિલીપીન્સ એયરલાઈન્સ ના વિમાન માં આ પ્રકારે લુઇસા એરીસ્પ એ એકલા જ યાત્રા કરી હતી, પરતું એયર CANADA ના વિમાન માં એક યાત્રી એ જે પણ અનુભવ કરેલો છે, તે અનુભવ ખુબ જ ડરાવનો હતો એટલે કે ખુબ જ ડર લાગે એવો અનુભવ કરેલો છે.



એયર કેનાડા વિમાનમાં ટિફની સુઈ ગઈ હતી : ટિફની એડમ્સ એ ટોરંટો માટે એયર CANADA ની ઉડાન કરતા સમય દરમિયાન જે પણ અનુભવ કર્યો, તે એક પ્રકારે ખુબ જ ભયાનક અનુભવ હતો. ટોરંટો જનાર વિમાન માં ટિફની સુઈ ગઈ અને ઘણા કલાકો પછી ટોરંટો આંતરરાષ્ટ્રીય હવાઈ ના અડ્ડા પર એક અંધારુ, ખાલી અને લોક કરવામાં આવેલ વિમાન માં એની ઊંઘ ઉડી, ત્યારે ખુબ જ ડરી ગઈ હતી. એને કઈ પણ સમજાતું ન હતું કે કરે તો કરે શું અને કેવી રીતે બહાર નીકળે?



ફેસબુક પર કહ્યો અનુભવ : ટિફની એ ફેસબુક પર એ ભયાનક અનુભવ ને બધા ને કહ્યો અને આ અનુભવ જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફેસબુક પર ટિફની એ લખ્યું, “હું અડધી રાત ની આસપાસ જાગી (ઉડાનના અમુક કલાક પછી), ફ્લાઈટ માં બિલકુલ અંધારું હતું અને ઠંડી ના કારણે હાલત ખરાબ થઇ રહી હતી, સમજણ પડી રહી ન હતી કે આ એક ખરાબ સપનું હતું કે પછી આવું કેવી રીતે સંભવ બની શક્યું.



ફ્લાઈટ માં એકદમ અંધારું હતું : તે એના ફોન ને ચાર્જ ન કરી શકી, કારણ કે વિમાન નો મેન પાવર ઓફ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે ટિફની ખુબ જ વધારે પરેશાન થઇ ગઈ. આમ તો કિસ્મતે એનો સાથ આપ્યો જયારે ટિફની ને કોકપિટ માં એક ફ્લૈશલાઈટ થી ઠોકર લાગી. પછી તે વિમાન ના એક દરવાજા ને કોઈ પણ પ્રકારે ખોલવામાં કામયાબ થઇ ગઈ અને બહાર આવીને ફ્લૈશ લાઈટ થી ઈશારો કરવાનું શરુ કર્યું.



અમુક સમય પછી ફ્લૈશ લાઈટ ની રોશની પર હવાઈ અડ્ડા ના ગ્રાઉન્ડ સ્ટાફ ની નજર ગઈ અને તે ટિફની ને બચાવવા માટે વિમાન તરફ ગયો, એ પછી ટિફની ને એયર કનાડા ના અધિકારીઓ એ એના ઘરે પહોચાડી, પરતું ટિફની આ ઘટના ને આજે પણ ભુલાવી નથી શકતી. એને આ ઘટના આજે પણ એકદમ યાદ છે.




Post Views:
42



Pages