પતિની શારીરિક ભૂખથી કંટાળેલી પત્નીએ છોડયુ ઘર, કરતો એવી વિચિત્ર ડિમાન્ડ કે… - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2020

પતિની શારીરિક ભૂખથી કંટાળેલી પત્નીએ છોડયુ ઘર, કરતો એવી વિચિત્ર ડિમાન્ડ કે…






ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પોતાના પતિ તેને ઓરલ સેક્સ માટે બળજબરી ફરજ પાડતાં હોવાની તથા પતિ સહિતના સાસરિયાં પક્ષના સભ્યો તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હોવાની એક ફરિયાદ મંગળવારે વાસણા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ૨ વર્ષથી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે ખાધા-ખોરાકી અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. યુવતી છેલ્લા ૨ વર્ષથી વાસણા ખાતે આવેલા તેના પિયરમાં માતા-પિતા સાથે રહે છે.



અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી ફોરમના લગ્ન વડોદરા ખાતે રહેતાં મયૂર જોડે થયા હતા (બંનેના નામ બદલ્યા છે). ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વડોદરા શહેરમાં ફરજ બજાવતા મયૂરને પત્ની સાથે લગ્નના ૧ વર્ષ બાદથી કોઈને કોઈ વાતે તકરાર થવા લાગ્યો હતો.



મયૂર હમેશા ઓરલ સેક્સ માટે ફોરમને ફરજ પાડતો જે પસંદ ન હોવાને કારણે વિવાદ વધ્યો હતો. મયૂર આ મુદ્દે પત્ની સાથે હમેશા તકરાર કરતો તેમજ તેની સાથે મારપીટ કરતો હતો. બીજી તરફ સાસુ અને સસરા પણ ઘરકામ બાબતે ફોરમને હમેશા મેણાટોણા મારી શારીરિક એન માનસિક ત્રાસ આપતા હતા. આમ, પતિની ઓરલ સેક્સ કરવાની બળજબરી પૂર્વક માગણી તેમજ સાસુ અને સસરાના ત્રાસથી કંટાળેલી ફોરમ છેલ્લા ૨ વર્ષથી વાસણા ખાતે રહેતાં માતા-પિતા પાસે રહેવા ચાલી આવી હતી.



આ દરમિયાનમાં ફોરમએ કોર્ટમાં પતિ મયૂર વિરુદ્ધ ખાધા-ખોરાકીનો કેસ પણ કર્યો હતો. જે છેલ્લા કેટલાક સમયથી કોર્ટમાં પ્રકરણ ચાલી રહ્યું છે. આ દરમિયાનમાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફોરમ એ પતિ મયૂર સહિતના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.





Post Views:
84





Pages