જુઓ વિચિત્ર ઘટનાનો વિડીયો, એક ગાય રોજ કપડાની દુકાન મા આવીને બેસે છે અને… - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2020

જુઓ વિચિત્ર ઘટનાનો વિડીયો, એક ગાય રોજ કપડાની દુકાન મા આવીને બેસે છે અને…






આપણા દેશમાં ગાયનું માતા તરીકે પૂજન થાય છે પરંતુ આપણે ત્યાં ગાય રસ્તા વચ્ચે કે ગલીમાં જોવા મળતી હોય છે. પરંતુ તમે ક્યારેય કોઈ ગાયને રોજ એક જ દુકાનમાં અંદર જતી અને ત્યા કલાકો સુધી બેસતી જોઈ છે? આવુ તો તમે પણ ભાગ્યે જ જોયુ કે સાંભળ્યુ હશે.



આંધ્રપ્રદેશ રાજ્યમાં એક આવી જ વિચિત્ર ઘટના બને છે. એક કપડાની દુકાનમા દરરોજ ગાય બેસવા માટે આવે છે અને પછી કલાકો બેસીને ચૂપચાપ ઊઠીને દુકાનની બહાર જતી રહે છે. આ ઘટના આંધ્ર પ્રદેશ રાજ્યના કડાપા જીલ્લાના માયડુકુર ગામની છે.



અહી આ કપડાની દુકાનમા ગ્રાહકો માટે ગાદલા પાથરેલા છે. ગાય પણ ત્યાં ગાદલા પર જ બેસી જાય છે. અને આ કંઈ એક કે બે દિવસની વાત નથી. છેલ્લા લગભગ ૮ મહિનાથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. છેલ્લા ૮ મહિનાથી ગાય દરરોજ આ દુકાનમા આવે છે. એક નહિ પરંતુ ૨ થી ૩ કલાક ગાય અહી દુકાનમાં બેસે છે અને ત્યારબાદ ચુપચાપ દુકાનમાંથી જતી રહે છે.



તમે એવુ વિચારતા હશો કે દુકાનનો માલિક કા તો ગભરાયેલો હશે અથવા તો ગાય મારીને કાઢી મૂકવાના પ્રયત્નો કરતો હશે. પરંતુ ના એવુ તો બિલકુલ નથી. દુકાનનો માલિક રોજ આ ગાયને ઘાસ-ચારો ખવડાવે છે. તે ગાયને ક્યારેય પણ દુકાનમાંથી કાઢી મુકતો નથી. ઉલ્ટાનું આ ગાયની નિયમિત પૂજા કરે છે. અને એટલે સુધી સેવા કરે છે કે ગાય આવે તેની પહેલા જ દુકાનમાં તેના માટે અલગથી ચાદર પણ પાથરી દેવામાં આવે છે જેથી ગાય તેના પર બેસી શકે.



જુઓ વિડીયો :



વિડીયો સૌજન્ય : ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા




Post Views:
16





Pages