અમદાવાદમાં સી.એ.(CA) નો અભ્યાસ કરતી યુવતીની અશ્લીલ તસ્વીરો કરી અપલોડ , અને કહ્યું કે... - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2020

અમદાવાદમાં સી.એ.(CA) નો અભ્યાસ કરતી યુવતીની અશ્લીલ તસ્વીરો કરી અપલોડ , અને કહ્યું કે...






ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી અને સી.એ.(CA) નો અભ્યાસ કરતી યુવતીના નામનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવી અશ્લીલ તસ્વીરો મુકતો હતો. અપરાધીએ અગાઉ વોટસએપ પર અશ્લીલ તસ્વીરો મોકલી યુવતી પાસે પૈસા ની માંગણી કરી હતી. કહ્યું હતું કે, ‘તું મને ૧૫૦૦૦ રૂપિયા આપ, જો તું નહીં આપે તો હું તારી તસ્વીરો વાયરલ કરીશ તેવી ચોખ્ખી ધમકી આપી હતી.



જેના પગલે યુવતીએ આ નરાધમ યુવકને પૈસા આપી દેતા આરોપીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને અશ્લીલ તસ્વીરો માંગતા આ યુવતીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને અશ્લીલ તસ્વીરો આપવાની ના પાડી દીધી હતી.


અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થાનિક પોલીસે યુવતીની ફરિયાદ મંગળવારે નોધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ૨૨ વર્ષીય રાધિકા(નામ બદલ્યું છે) વિજય ચાર રસ્તા પાસેના એક ક્લાસીસમાં સી.એ.(CA) નો અભ્યાસ કરે છે. આ પહેલા માર્ચ, ૨૦૧૯ માં રાજસ્થાન રાજ્યના જોધપુર શહેર ખાતે સી.એમ. કલાસીસમાં અભ્યાસ કરતી હતી. તે સમયે તેની મિત્રતા મોહીત નામના એક યુવક સાથે થઇ હતી.



મોહીતે મિત્રતાના નામેં રાધિકાને તેની અશ્લીલ તસ્વીરો મોકલવાનું કહ્યું હતું. રાધિકાએ પોતાના ચારેક જેટલા અડધી અશ્લીલ તસ્વીરો મોહિતને મોકલી હતા. બાદમાં રાધિકા અમદાવાદ અભ્યાસ અર્થે આવી અને મોહિત સાથે વાતચીતનો દોર બંધ થઇ ગયો હતો.



ત્યારબાદ જુલાઇ ૨૦૧૯ માં અજાણ્યા નંબરથી રાધિકાને વોટસએપ પર તેની અશ્લીલ તસ્વીર મોકલવામાં આવી હતો. તે પછી મોહિતને ફરી પૈસા આપ્યા બાદ તેણે અન્ય યુવતીઓની અશ્લીલ તસ્વીરો રાધિકા પાસે માંગણી કરતા તેણે ફરી ઇનકાર કરી દીધો હતો. અને ત્યારબાદ રાધિકાએ કંટાળીને આ સમગ્ર ઘટના વિષે નવરંગપુરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.





Post Views:
5





Pages