આર્થિક સદ્ધરતા મળેવવા માટે મહેનત તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેમ છતાં પણ નાણાંકિય તંગી અનેક પરિવારોને ચિંતીત કરી દે છે. તેનું કારણ પણ ઘરમાં હોઈ શકે છે. જ્યારે જાણતાં કે અજાણતાં ઘરમાં કોઈ ન રાખવાની વસ્તુઓ સાચવીને રાખી દેવામાં આવી હોય અને જે રાખવા જેવું હોય તેના વિશે વિચાર્યું પણ ન હોય. તો જાણી લો કઈ કઈ છે આવી વસ્તુઓ
આ વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ ઘરમાં
ચાંદીના લક્ષ્મીજી અને ગણપતિ દાદા : વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં ચાંદીના લક્ષ્મી અને ગણેશની મૂર્તિ રાખવાથી ધનના આગમનમાં આવનારી બાધાઓ દૂર થાય છે.
ચાંદીના લક્ષ્મીજી અને ગણપતિ દાદા : વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં ચાંદીના લક્ષ્મી અને ગણેશની મૂર્તિ રાખવાથી ધનના આગમનમાં આવનારી બાધાઓ દૂર થાય છે.
લક્ષ્મીજીના ચરણ ચિન્હ : દેવી લક્ષ્મીના ચરણની પૂજા ધન વૃદ્ધિ કારક મનાય છે. એટલે લોકો પોતાના ઘરમાં લક્ષ્મીના ચરણ રાખે છે.
પંચમુખી હનુમાન : વાસ્તુવિજ્ઞાન મુજબ પંચમુખી હનુમાનજીની મૂર્તિ જે ઘરમાં હોય છે, જ્યાં ઉન્નતિના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
ધનકુબેરની મૂર્તિ : કુબેરને સમગ્ર સંસારના ધનના રક્ષક મનાય છે, એટલે ઘરમાં ધનકુબેરની મૂર્તિ રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
કોડી : કોડી સમુદ્રમાંથી આવે છે, જ્યાંથી મા લક્ષ્મીનો પણ જન્મ થયો હતો. એટલે માનવામાં આવે છે કે, પૂજાસ્થળ પર કોડી રાખવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ રહે છે.
આ વસ્તુને તુરંત કરો ઘરમાંથી દૂર
તૂટેલા કાચ: વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલા કાચની વસ્તુઓ ઘરમાં રાખવાથી આર્થિક નુક્સાન થાય છે. એટલે જો ઘરમાં કોઈ બારી કે દરવાજાનો કાચ તૂટી જાય તો તરત બદલાવી નાંખો. સાથે જ કાચનો કોઈ સામાન તૂટી ગયો હોય કે અરીસો તૂટી ગયો હોત તો તેને ક્યારેય ઘરમાં ન રાખો.
બંધ ઘડિયાળ : ઘરમાં લાગેલી ઘડિયાળ જો બંધ પડી જાય તો તેને તાત્કાલિક ફરી શરૂ કરી દો અને જો ઘડિયાળ બગડી ગઈ છે તો તરત બદલી નાંખો. કેમકે, ઘરમાં રાખેલી બંધ પડેલી ઘડિયા પણ ધન સંબંધી મુશ્કેલીઓ વધારી શકે છે.
ખંડિત મૂર્તિ : ઘણી વખત ઘરમાં મંદિરમાં રાખેલી મૂર્તિ ખંડિત થઈ જાય છે, છતાં આપણે પૂજા કરતા રહીએ છીએ. તેનાથી પણ ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે અને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી મૂર્તિઓને પાણીમાં પધરાવી દેવી જોઈએ.






