દેવી દેવતાઓના આ પ્રકારના ફોટા રાખો ઘરમાં, લક્ષ્મીજી કરશે કાયમી વાસ - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

દેવી દેવતાઓના આ પ્રકારના ફોટા રાખો ઘરમાં, લક્ષ્મીજી કરશે કાયમી વાસ

દરેક ઘરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા રાખેલા હોય છે. મંદિરમાં પૂજામાં રાખેલી મૂર્તિ ઉપરાંત અલગ અલગ રૂમમાં પણ ભગવાનના ફોટા રાખેલા હોય છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં આ ચલણને યોગ્ય માનવામાં નથી આવતું. કારણ કે ભગવાનની છબિ કે મૂર્તિ સરખી રીતે ન રાખવામાં આવે તો તેનાથી નકારાત્મકતા વધે છે. જેની અસર ઘરની સુખ-શાંતિ પર થાય છે. એટલા માટે જ એ જાણવું જરૂરી છે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ કઈ ભુલ ન કરવી જોઈએ અને ઘરમાં કેવી મૂર્તિઓને સ્થાન આપવું જોઈએ.
– ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની બેઠેલી મુદ્રાની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. ઉપરાંત રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપની ઊભી તસવીર કે મૂર્તિ ઘરમાં રાખવાથી લાભ મળે છે.
– જે ઘરમાં એકાક્ષી નાળિયેરની પૂજા કરવામાં આવતી હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા થાય છે. ત્યાં અન્ન અને ધનની ખામી રહેતી નથી.
– ઘરમાં ક્યારેય શિવલિંગ ન રાખવું, ભગવાન શંકરની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે.
– પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પોતાનાપણું જળવાઈ રહે તે માટે રામ દરબારની સ્થાપના કરવી જોઈએ.– સૂર્ય ભગવાનની ત્રાંબાની આકૃતિ ઘરમાં રાખવી જોઈએ.

– ગણેશજીની એવી મૂર્તિ ઘરમાં રાખવી કે જેની સૂંઢ જમણી તરફ વળેલી હોય. તેમજ તેમની સૂંઢમાં લાડૂ રાખેલો હોય. ગણેશજીની મૂર્તિ ઘરમાં બેઠેલી અને વ્યવસાયના સ્થળે ઊભી હોવી જોઈએ.
– જેના ઘરમાં શંખ હોય છે ત્યાં બધું જ મંગલમય જ થાય છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે.
– લક્ષ્મીજી સાથે ધનના દેવતા કુબેરનું પણ પૂજન કરવું જોઈએ. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.


Pages