શત્રુઓને વશમાં કરવાના આ છે રામબાણ શસ્ત્ર, ક્લિક કરીને જાણી લો તમે પણ - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

શત્રુઓને વશમાં કરવાના આ છે રામબાણ શસ્ત્ર, ક્લિક કરીને જાણી લો તમે પણ

રાજા વિનય સિંહ અત્યંત શક્તિ સંપન્ન શાસક હતા. તેઓ પોતાની સામે અન્ય કોઈને કંઈ જ ન સમજતાં, એટલા માટે જ રાજ્યમાં અનેક લોકો તેમનાથી નાખુશ હતા. અનેકવાર તો તેમની સેના પર પણ હુમલા થતાં. રાજા આવી સમસ્યાથી પરેસાન રહેવા લાગ્યા અને એક દિવસ તેમણે રાજગુરુને બોલાવ્યા અને જણાવ્યું કે, “શત્રુ અમારા પર ગંમે ત્યારે હુમલો કરી દે છે. આશ્ચર્યની વાત એ છે કે હુમલો કરનાર રાજ્યના જ લોકો છે. તેવામાં તેમના પર પલટવાર પણ કેવી રીતે કરવો ?” રાજગુરુએ આ વાતનો જવાબ આપ્યો કે તેમના પર જોયા વિના જ હુમલો કરી દેવો.

આ જવાબ સાંભળી અને રાજાએ કહ્યું, “એવું તો કોઈ હથિયાર નથી જેનાથી શત્રુને જોયા વિના મારી શકાય, આવા અજાણ્યા લોકોને કયા શસ્ત્રથી મારવા ?”ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે, “તારે આ શત્રુઓને એવા શસ્ત્રથી મારવાના છે જે લોખંડ કે ધાતુના નથી બન્યા પણ તે મૃદુ હોય અને શત્રુના હૃદયમાં જ ઘા કરે.” રાજાએ જણાવ્યું કે આવા શસ્ત્ર વિશે તો તે જાણતો જ નથી. રાજગુરુએ જણાવ્યું કે આવા ત્રણ શસ્ત્ર છે, જેમાં પહેલું છે પ્રજાને જીવિકા ઉપલબ્ધ કરાવાનું. બીજું છે મીઠી વાણીનો ઉપયોગ કરવો અને ત્રીજું છે યોગ્ય વ્યક્તિઓનું સમ્માન કરવું. આ ત્રણ શસ્ત્ર દુશ્મનના હૃદય પર વાર કરે છે. આ વાત પરથી રાજાને તેની ભુલ સમજાણી અને પોતાનું વર્તન બદલી દીધુ.
આ જ શસ્ત્રો દરેક મનુષ્ય માટે ઉપયોગી છે. જ્યારે વાણી-વર્તન બદલાય છે ત્યારે વ્યક્તિ જાતે જ પોતાના શત્રુઓ ઉત્પન્ન કરે છે. જો ઉપરોક્ત ત્રણ શસ્ત્રોનો ઉપયોગ તમે પણ કરો તો તમે પણ લોકપ્રિય બની શકો છો. કોઈપણ વ્યક્તિનો કરેલો વાર તમને હરાવી શકશે નહીં.

Pages