અસ્ત થયેલા ગુરૂનો થશે આજ થી ઉદય ઘટશે તણાવ અને મળશે ફળ, જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ - GujHub

Gujarat News

Breaking

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

અસ્ત થયેલા ગુરૂનો થશે આજ થી ઉદય ઘટશે તણાવ અને મળશે ફળ, જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ



૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ દેવ ગુરૂ બ્રહસ્પતિ ધનુ રાશિ મા અસ્ત થયા હતા. આજે ફરી તેનો ઉદય થવા જઈ રહ્યો છે. ધનુ રાશિ મા ગુરૂ ની સાથોસાથ શનિ, સૂર્ય, બુધ, કેતુ નુ પણ ગોચર થઈ રહ્યુ છે. આ લીધે ગુરૂ ની પરિસ્થિતિ મા સકારાત્મક ફેરફાર જોવા મળશે. ભારત ની અર્થવ્યવસ્થા થી લઈ ને માનવ જીવન મા ખુશહાલી તેમજ સુખ-સમૃદ્ધિ નો સમાવેશ થશે.



૧૩મી જાન્યુઆરી ના રોજ બુધ ધનુ ને છોડી મકર રાશિ પ્રવેશ કરશે. આ સાથે જ ૧૪મી જાન્યુઆરી ના રોજ સૂર્ય પણ આ જ રાશિ મા પ્રવેશશે. ૨૪મી જાન્યુઆરી ના રોજ શનિ પણ ધનુ રાશિ છોડી મકર મા આવશે. ધનુ રાશિ મા માત્ર ગુરૂ તેમજ કેતુ નુ સ્વામિત્વ રહેશે. ધનુ રાશિ ગુરૂ ની મુળ ત્રિકોણ રાશિ છે જેથી હવે ગુરૂ વધુ દૃઢતા થી કામ કરશે.



મેષ રાશિ


આ રાશી ના જાતકો માટે નવમા ભાવ મા થઈ રહેલુ આ ગોચર શુભ સાબિત થશે. તેમના જીવન મા ખુશીઓ આવશે અને પરેશાનીઓ દુર થશે.



વૃષભ રાશિ


આ રાશી ના જાતકો માટે આઠમા ભાવ મા થઈ રહેલુ ગોચર સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ અનુકુળ નથી. એકાએક બીમારી આવી શકે છે માટે સ્વાસ્થ્ય ની કાળજી રાખવી. ખર્ચાઓ મા વધારો થશે અને આવક ઘટશે.



મિથુન રાશિ


આ રાશી ના જાતકો માટે સાતમાં ભાવ મા થઈ રહેલુ આ ગોચર દામ્પત્ય જીવન મા ખુશીઓ લાવશે.



કર્ક રાશિ


આ રાશી ના જાતકો માટે છઠા ભાવ મા થઈ રહેલુ આ ગોચર સારૂ ફળ આપશે. નોકરીયાતવર્ગ ને ભાગ્યોદય થવા ની સુવર્ણ તક મળશે.



સિંહ રાશિ


આ રાશી ના જાતકો માટે છઠા ભાવ મા થતુ આ ગોચર તેમને લાભ અપાવશે. નવા-નવા સોપાનો ને સર કરી શકશો. આવક ના સ્ત્રોત મા વધારો થાય.



કન્યા રાશિ


આ રાશી ના જાતકો જો મકાન, વાહન અથવા તો કોઈપણ સુખ સંપત્તિ ના સાધનો ખરીદવા ઈચ્છો છો તો ગુરુ ને લીધે તે ફળીભૂત નહી થાય કેમ કે આ રાશિ મા ગુરુ ચોથા ભાવ મા છે. આ સાથે આ એક સુખ ફળદાયી ગ્રહ પણ છે. વિદ્યાર્થીવર્ગ માટે સમય સાનુકુળ રહેશે.



તુલા રાશિ


આ રાશી ના જાતકો માટે ગુરુ તૃતીય ભાવ મા હોવા થી આ સમય તમારા માટે શુભ નથી. આ રાશિ ના જાતકોએ વાદ-વિવાદ ટાળવો. કાર્યસ્થળે તમારી ભાષા નુ ધ્યાન રાખવું.



વૃશ્ચિક રાશિ


આ રાશી ના જાતકો માટે ગુરુ તૃતીય ભાવ મા હોવા થી આ સમય તમારા માટે સાનુકુળ રહેશે. ગુરૂ તેમના માટે બીજા તેમજ પાંચમા ભાવ નુ સ્વામિત્વ ધરાવશે, આ જ કારણે ધન ભાવ થવા થી આર્થિક લાભ થશે.



ધનુ રાશિ


આ રાશી ના જાતકો માટે ચંદ્ર ઉપર ગુરૂ નુ ગોચર અશુભ ફળ આપનારું મનાય છે. જો કે તેના પાંચમા, સાતમાં તેમજ નવમા ભાવ મા ગુરૂ ની દૃષ્ટી થી મિશ્રિત ફળ પ્રાપ્ત થઇ શકે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ નુ આયોજન થાય.



મકર રાશિ


આ રાશી ના જાતકો માટે ગુરુ બારમા ભાવ મા ગોચર થવા થી ખર્ચાઓ વધશે. આ ભાવ મા બિરાજતા ગુરૂ ની દૃષ્ટી છઠ્ઠા અને આઠમા પડશે જેથી દુર્ઘટના કા તો રોગ ના યોગ યોગ સર્જાશે. કોર્ટ-કચેરી થી દૂર રહેવુ.



કુંભ રાશિ


આ રાશી ના જાતકો માટે અગ્યારમા ભાવ નું ગોચર તેમના માટે લાભદાયી સાબિત થશે. આ સાથે જ ગુરૂ ધન તેમજ લાભ સ્થાન નો સ્વામી બનતા આવક મા વધારો થશે. મહેમાનો ની અવરજવર ચાલુ રેહશે. કોઈ સારો પ્રસંગ ઉકેલી શકશો.





Post Views:
71



Pages