આપણે તમામ લોકો ભગવાન શિવ ના રુદ્ર સ્વરૂપ વિષે તો જાણીએ જ છીએ અને તેમના ક્રોધ થી પણ પરિચિત છીએ. જેટલી જલ્દી તેઓ પ્રસન્ન થાય છે એટલી જ જલ્દી તેમને ક્રોધ પણ આવે છે અને પરિણામ સ્વરૂપ વિનાશ નો તાંડવ સર્જાય છે. કહેવાય છે કે જે દિવસે ભગવાને તેમનુ ત્રીજું નેત્ર ખોલી દીધું ત્યારે સમગ્ર શૃષ્ટિ નો વિનાશ નિશ્ચિત છે. શિવપુરાણ મા કામ, વાત-વ્યવહાર તેમજ વિચારો થી લગતા બાર પાપો વિશે જણાવ્યું છે અને કેહવાય છે કે જો માનવી આ માથી કોઈ પાપ કરે તો તેને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી.

આ સાથે જ દુખ કેવળ વાત કે તમારા વ્યવહાર થી જ નહિ પરંતુ કોઈ વ્યક્તિ ના પ્રત્યે રાખવામા આવતી ખરાબ ભાવના થી પણ થાય છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા અમે તમને એવા બાર પાપો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના થી હમેશા બચી ને જ રહેવુ જોઈએ નહિતર ભગવાન ભોલાનાથ નો ક્રોધ ના ભોગી બની શકીએ છીએ. તો ચાલો જાણીએ આ વિષે.

૧.પરિણીત વ્યક્તિઓ સાથે ક્યારેય પણ સંબંધ બનાવવો ન જોઈએ. તેઓ ને પામવાની ઈચ્છા અથવા તો ખરાબ દ્રષ્ટિ પાપ જ ગણાય છે.
૨. આ સાથે જ બીજા વ્યક્તિ નુ ધન તેમજ તેને પામવા ની લાલસા અને કુદ્રષ્ટિ પાપ નો ભાગી બનાવે છે.

૩.કોઈપણ નિર્દોષ વ્યક્તિ ને દુખ આપવુ અથવા તો તેના રસ્તા મા આડું પડવુ પણ એક પાપ છે. આવા વ્યક્તિઓ ને ભોલાનાથ ક્યારેય માફ નથી કરતા.
૪. સદેવ સાચો તેમજ સારા રસ્તા ને જ અપનાવવો જોઈએ. ખોટા રસ્તાઓ પર જતા વ્યક્તિઓ ને ભોલાનાથ ક્યારેય માફ કરતા નથી. આ માટે જ બીજા પ્રત્યે ના ખોટા વલણો અને વિચારો પણ તમને પાપ ના ભાગી બનાવે છે જેથી દુર રેહવું.

૫.ગર્ભવતી સ્ત્રીઓ અથવા માસિકધર્મ મા હોય તેવી સ્ત્રી ને અપશબ્દ બોલવા અથવા તો તેને દુખ થાય તેવું વર્તન કરવું પણ એક ઘોર પાપ છે.
૬.અન્ય ને નુકસાન થાય તેવું વિચારવું અથવા તો નિયત થી ખોટું બોલવું એ પણ એક પાપ જ ગણવામા આવ્યું છે.

૭. જો તમે કોઈ ના માન-સમ્માન ને ઠેસ આપી હોય અથવા તો કોઈ ની ખરાબ વાતો કરતા હોય તો પણ ભોલાનાથ ની દ્રષ્ટીએ તે એક ઘોર પાપ છે.
૮. ધર્મ મા દર્શાવ્યા મુજબ જે વસ્તુઓ ના સેવન ની ના હોય તેનું સેવન કરવું પાપ છે અને સાથોસાથ ધર્મ થી વિપરીત કોઈપણ આચરણ કરવું એ પણ પાપ છે.

૯. પોતાના થી નબળા વ્યક્તિ પર હિંસા કરવી, બાળકો, સ્ત્રીઓ અથવા તો જાનવરો પર હિંસા કરવી અને અસામાજિક કાર્ય મા ભાગીદાર થવું પણ પાપ માનવામા આવે છે.
૧૦. બીજા ની સંપતિ ને પોતાની બનાવવી, બ્રાહ્મણ ની અથવા તો મંદિરો ની સંપતિ મા ચોરી નો પ્રયાસ કરવો તેમજ આ પ્રકાર ના વિચાર કરવા પણ પાપ ની શ્રેણી મા આવે છે.

૧૧. માણસોએ પોતાના માતા-પિતા, ગુરુ તેમજ પૂર્વજો નુ અપમાન ક્યારેય ન કરવું જોઈએ. તેમને માન ન આપવુ પણ પાપ ની શ્રેણી મા આવે છે.
૧૨. પોતાના ગુરુ ની પત્ની સાથે સંબંધ બનાવવો, મદિરા નુ સેવન કરવું, દાન મા આપેલ વસ્તુ ને પરત લઇ લેવી જેવા તમામ કાર્યો તમને પાપ ની શ્રેણી મા ધકેલે છે અને જેને ભગવાન ભોલાનાથ ક્યારેય માફ નથી કરતા.

Post Views:
29