૨૪મી જાન્યુઆરી ના રોજ અઢી વર્ષ બાદ ન્યાય ના દેવતા શનિદેવ પોતાની ચાલ ને બદલવા જઈ રહ્યા છે. તેમના આ રાશિ પરિવર્તન થી જાતકો ના જીવન પર ખુબ જ પ્રભાવ પડશે. તેમના આ ગોચર થી કોઈ જાતક થઈ જશે માલામાલ તો કોઈ થઈ જશે સાવ કંગાળ. તો ચાલો જાણીએ આ વિષે વિસ્તાર થી.

શારીરિક રૂપ રેખા
જે જાતક ની જન્મ કુંડળી મા શનિ લગ્ન ભાવ મા બિરાજતા હોય તેમના માટે આ સમયે વિકટજનક પરિસ્થિતિઓ ઉભી થઇ શકે છે. આ લગ્ન ભાવ મા શનિ નુ હોવું જાતક ને આળસુ, નીચ માનસિક્તાવાળો બનાવી દે છે. આ જ કારણ ને લીધે આવા જાતક શ્યામવર્ણ થતો જાય છે અને તેનું શરીર નબળુ હોય છે. આ પ્રભાવ થી પીડાતો જાતક એકાંત મા રહેવાનુ વધુ પસંદ કરતો હોય છે.

બળવાન શનિ
જ્યોતિષ શાસ્ત્ર મા શનિ જો બળવાન હોય તો આવા જાતક ઉપર સકારાત્મક વિચારો વરસાવે છે. તુલા રાશિ મા શનિ સદેવ ઉચ્ચભાવ મા હોય છે. અહીંયા શનિ નો ઉચ્ચભાવ હોવા નો અર્થ બળવાન હોવુ કેહવામા આવે છે. આ જાતક ને સફળ થતા કોઈ રોકી શકતુ નથી. તેમના પર સદેવ શની ની કૃપાદૃષ્ટિ વરસતી રહે છે.

નબળો શનિ
જે જાતકો ની કુંડળી મા શનિ નબળો હોય છે તેવા જાતકો ને વારંવાર શારીરિક પીડાઓ ભોગવી પડે છે. તેમની સાથે અજાણતા અકસ્માતો થતા હોય છે તેમજ તેમને આર્થિક નુકસાન પણ વેઠવું પડતું હોય છે. શનિ ની આ માઠી અસર ને લીધે જાતક ને કેન્સર, પેરાલિસિસિ, શરદી, અસ્થમા, ત્વચા ના રોગ તેમજ ફેક્ચર જેવા અસાધ્ય રોગો નો સામનો પણ કરવો પડતો હોય છે.

કાર્યક્ષેત્ર
આ જાતકો ઓટો-મોબાઈલ નો ધંધો, ધાતુ થી લગતો વૈપાર, એન્જીનિયરીંગ કે વધુ પડતો પરિશ્રમ કરવો પડતો હોય તેવા કાર્યો કરતા હોય છે.

Post Views:
135