તમારી હાલ ની ઉંમર પ્રમાણે દસ વર્ષ નુ કરો આ રીતે પ્લાનિંગ, ક્યારેય પણ કોઈ સામે હાથ નહીં લંબાવવો પડે - GujHub

Gujarat News

Breaking

સોમવાર, 13 જાન્યુઆરી, 2020

તમારી હાલ ની ઉંમર પ્રમાણે દસ વર્ષ નુ કરો આ રીતે પ્લાનિંગ, ક્યારેય પણ કોઈ સામે હાથ નહીં લંબાવવો પડે



જીવન મા પૈસા નુ ઘણું મહત્વ હોય છે. જો આ પૈસા નુ સરખી રીતે આયોજન ન કરેલ હોય તો જીવન મા મુશ્કેલીઓ આવવા લાગે છે. ૨૦૨૦મા જો તમારી હાલ ની ઉમર પ્રમાણે પ્લાનીંગ કરી દો તો આજ થી તમે ભવિષ્ય માટે નુ ફાઈનાન્સ પ્લાનિંગ ને સિક્યોર કરી લેશો જેથી તમને ભવિષ્ય મા તકલીફ પડશે નહી. તો આજ ના આ આર્ટીકલ મા જાણીએ કેવી રીતે કરવું પૈસા નુ યોગ્ય આયોજન અથવા તો પ્લાનિંગ.



જો તમને ૨૦૨૦ મા નૌકરી મળી હોય તો?


તો તમારે તમારી આવક ના ૩૦ ટકા પૈસા કોઈ SIP જેવી જગ્યાએ રોકાણ કરવા. જો તમે માત્ર ત્રણ હજાર રૂપિયા પણ દર મહિને નાંખતા રહેશો તો ૨૫ થી ૬૦ વર્ષ સુધી મા તમે ૪.૫ કરોડ રૂપિયા જમા કરી લેશો. આ સિવાય તમારે તમારો દસ હજાર નો હેલ્થ ઇશ્યોરન્સ લેવો જોઈએ અને તેનું ટર્મ પ્લાન વાર્ષિક આવક મુજબ વીસ ગણો લો. જેટલિ નાની ઉંમરે તમે પ્રીમિયમ લેશો તેટલો જ વધુ ફાયદો થશે.



જો તમારી ઉંમર ૨૦૨૦મા ૪૫ વર્ષ ની છે તો?


તો આ મુજબ હવે તમારી આગળ માત્ર ૧૫ વર્ષ સુધી જ કામ કરવા નો સમય શેષ વધ્યો છે અને તમારે રોકાણ પણ કરવાનુ છે. આ બાબતે એક સારી વાત એ છે કે તમે તમારી કારકિર્દી ના એવા પડાવ ઉપર છો કે જ્યાં તમે એક સારૂ એવું રોકાણ કરી શકો છો. થોડા પૈસા નુ મ્યુચ્યુલ ફંડ મા રોકાણ નિવૃત્તિ ને ધ્યાન મા રાખી ને કરી લો.



જો તમે ૨૦૨૦મા નિવૃત્ત થવા ના છો?


એવો વિચાર ક્યારેય ન કરવો કે તમે તમારા નિવૃત્તિ ફંન્ડ માથી રિયલ એસ્ટેટ ને ખરીદશો અને તેના ભાડા થી તમારૂ ગુજરાન ચાલ્યુ જશે. જો તમારી પાસે ઘણી બધી રિયલ એસ્ટેટ ની સમ્પતિ હોય તો તે માંથી થોડી વેચી દો અને હાયર યીલ્ડ બોન્ડ AAA ખરીદી ને રોકાણ કરવું. જ્યારે તમારી પાસે થોડા પ્રમાણ મા બચત થવા લાગે તો એક નાની સંપતી ખરીદી લો. લોન લઈ ને જો ખરીદી કરશો તો થોડી સરળતા રહેશે. ત્યારબાદ આ સંપતી ને વધુ દામ મા વેંચી દો અને ફરી પાછી નવી મોટી સંપતી ખરીદી લો.





Post Views:
56



Pages