નવજાત શિશુની ગર્ભનાળ કે નાયડો રાખવો જોઈએ સાચવીને .. બાળકનું ભવિષ્ય રહેશે તંદુરસ્ત.. - GujHub

Gujarat News

Breaking

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

નવજાત શિશુની ગર્ભનાળ કે નાયડો રાખવો જોઈએ સાચવીને .. બાળકનું ભવિષ્ય રહેશે તંદુરસ્ત..



આજકાલ નવજાત બાળકો ની ગર્ભનાળ ને સાચવી રાખવા માટે ની જાહેરાતો આવે છે. આ જાહેરાતો ને તમે જરાપણ બેધ્યાન ન કરતા કેમ કે  તમારા બાળક ના ભવિષ્ય માટે તે ઘણી કામ ની બાબત બની ગઈ છે. આ નાયડા માંથી નીકળેલા લોહી તેમજ ટિશ્યુ મા અસાધ્ય રોગો ને દૂર કરવા ની મલબખ શક્તિ સમાયેલી છે. અત્યાર ના સમય મા શરીર મા એવા જાત-જાત ના રોગો થવા લાગ્યા છે કે જેના નામ લેતા પણ જીભ વાંકી વળી જાય.



મોટાભાગ ના રોગો ના નિરાકરણ મેડિકલ સાયન્સે વિકસાવી લીધાં છે, પરંતુ જનીનગત રોગો ને દૂર કરવું દર વખતે આસાન નથી હોતું. ત્યારે આવા મા સ્ટેમસેલ થેરપી ઘણી કામ મા આવે છે. આ સ્ટેમ સેલ એટલે શરીર ના મૂળભૂત કોષો કે જે માંથી શરીર ના વિવિધ અવયવો નું નિર્માણ થઈ શકે છે. આ કોષો પોતાનુ અનલિમિટેડ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે. શરીર ની ઈન્દ્રિયો કે અંગો ને ઉપયોગી ખાસ પ્રકાર ના વિભિન્ન કોષો મા તેમનું રૂપાંતર થઈ શકે છે અને જેના લીધે શરીર ને નવુ જીવન મળી રહે છે.



આ સ્ટેમસેલ નો ઉપયોગ કેવા રોગો માટે કરવામા આવે છે?


કૅન્સર


રક્ત ના એક ખાસ પ્રકાર ના કેન્સર બોનમૅરો માથી નીકળતા સ્ટેમસેલ્સ નો ઉપયોગ કરી ને આ કેન્સર ને નાબૂત કરી શકાય છે. ઘણી રક્ત થી લગતા અસાધ્ય ગણાતા રોગો જેવા કે થૅલેસેમિયા ને પણ આ બોન-મૅરો ટ્રાન્સપ્લાન્ટ ની મદદ થી દુર કરી શકાય છે.



ડાયાબિટીસ


મોટેભાગે બાળકો મા થતા ટાઇપ-વન પ્રકાર ની ડાયાબિટીસ ની સારવાર માટે સ્વાદપીંડું મા સ્ટેમસેલ્સ નુ કરવામા આવેલુ પ્રત્યારોપણ નો પ્રયોગ સફળ થયો છે. આવું કરવા થી સ્વાદુપિંડ ની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા ની ક્ષમતા મા વધારો થાય છે અને જેના પરિણામ સ્વરૂપ ડાયાબિટીસ નાબુદ થઇ શકે છે.



હ્રદય તેમજ કરોડરજ્જુ


હ્રદય બંધ થવું અથવા તો ધબકારા ઘટતા જવા જેવા કિસ્સાઓ મા સ્ટેમસેલ્સ ની મદદ થી હ્રદય ના વાલ્વ અથવા તો તેમા રહેલા ખાસ કોષો નુ રિપેરિંગ પણ થઈ શકે છે. આ સિવાય કરોડરજ્જુ મા થયેલી ઈજા મા પણ સ્ટેમસેલ્સ ની મદદ થી મજ્જાતંતુઓ તેમજ જ્ઞાનતંતુઓ નુ નવેસર થી નિર્માણ પણ શક્ય છે.



ખાસ રોગો મા


પાર્કિન્સન્સ નો રોગ, જન્મ-જાત ખોડખાંપણ સુધારવા, માંસપેશીઓ થી લગતા રોગો, ઑલ્ઝાઇમર્સ, લકવો, અમુક ખાસ ખામીઓ ને લીધે નેત્ર ની દ્રષ્ટિ જતી રેહવી અથવા તો સાંભળવા ની ક્ષમતા મા નિરંતર ઘટાડો થવો જેવી અનેક અસાધ્ય બીમારીઓ નુ નિદાન તેમજ સારવાર આ સ્ટેમસેલ્સ ની મદદ થી શક્ય છે અને જેના લીધે ફાયદો થઈ શકે છે.





Post Views:
35



Pages