૧૦મુ ધોરણ પાસ થી લઈને સ્નાતક સુધીના લોકો આ રીતે મેળવી શકે છે આ કંપનીમા નોકરી - GujHub

Gujarat News

Breaking

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

૧૦મુ ધોરણ પાસ થી લઈને સ્નાતક સુધીના લોકો આ રીતે મેળવી શકે છે આ કંપનીમા નોકરી



મિત્રો, શું તમને એક એવી કંપની વિશે ખ્યાલ છે કે જયાં સપ્તાહ મા પાંચ દિવસ ફ્રી જમવાનું, દિવાળી ઉપર વીસ દિવસ નુ વેકેશન, દિવાળી બોનસ મા મકાન, કાર, ઘરેણા વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરે છે ત્યારે તેને એ નોકરી થી અમુક અપેક્ષાઓ બંધાય છે પરંતુ, જો તે અપેક્ષાઓ કંપનીવાળા પૂર્ણ નથી કરતા ત્યારે તેમાં કાર્ય કરતાં કર્મચારીઓ પણ કામ મા દિલદગડાઈ કરવા માંડે છે. દરેક વ્યકિત ને પોતાના કાર્ય મા સ્વતંત્રતા જોઈએ છે અને તેને લાભ પહોંચે એવી ચીજો પણ થતી રહેવી જોઈએ.



પરંતુ, દરેક કંપનીઓ ના વિવિધ સ્વરૂપ હોય છે જે કારણોસર કોઇ ને એ જગ્યા પર લાભ તો કોઈ ને હાનિ પહોંચે છે. પરંતુ, હાલ તમને એક એવી કંપની વિશે જણાવીશું કે જ્યાં કંપની ના કર્મચારીઓ ની રજા થી માંડી ને તેની દરેક નાની-મોટી આવશ્યક્તાઓ ને પૂર્ણ કરવામાં આવે છે. ૧૦ પાસ થી લઈ ને ગ્રેજ્યુએશન કરેલા તમામ વ્યક્તિઓ મેળવી શકે છે આ કંપની મા નોકરી, તો ચાલો આ અનોખી કંપની વિશે થોડી માહિતી મેળવીએ.



પોતાની કંપની મા કાર્ય કરનાર કર્મચારીઓ ને દર વર્ષે દિવાળી પર અનોખું બોનસ આપનાર આ કંપની ના માલિક આજે ૫૭ વર્ષ ના થઈ ચૂક્યા છે. સુરત ની હરિકૃષ્ણ ડાયમંડ કંપની ના સવજી ઢોલકિયાએ સૌપ્રથમ વાર પોતાના કર્મચારીઓ ને મકાન, કાર અને ઘરેણા આપ્યા હતા અને ત્યારે આ ન્યુઝ ખૂબ જ વાઈરલ થયા હતા.



આ કંપનીએ ગયા વર્ષે દિવાળી પર ૬૦૦ કર્મચારીઓ ને કાર , ૧૧૦૦ કર્મચારીઓ ને મકાન તથા બાકી ના કર્મચારીઓ ને ઘરેણાં ભેટ મા આપ્યા હતા. હાલ, આ ઈન્ડિયા ની એવી કંપની બની ચૂકી છે જ્યાં કાર્ય કરવાનું સ્વપ્ન દરેક વ્યકિત નું હોય છે અને એવા મા આ કંપની મા જોબ એપ્લાઈ કરવા સાથે એમા શું કાર્ય હોય છે તેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ .



આ રીતે કરી શકાય છે હરિકૃષ્ણ ડાયમંડ કંપની મા એપ્લાઈ :


જો તમે કોઈપણ કંપની મા કાર્ય કરવાની ઈચ્છા ધરાવો છો તો તમારા પાસે સ્નાતક ની ડિગ્રી હોવી આવશ્યક છે પરંતુ, આ કંપની મા જોબ કરવા માટે ૧૦મું અને ૧૨મું પાસ લોકો પણ એપ્લાઇ કરી શકે છે. વાત કંઈક એવી છે કે કંપની ની પોલિસી અનુસાર મેન્યુફેક્ચરિંગ યુનિટ મા જોબ મેળવવા માટે કોઈપણ પ્રકાર ની ડિગ્રી ની આવશ્યક્તા નથી ફક્ત ને ફક્ત ડાયમંડ ના કાર્ય વિશે જાણકારી હોવી જોઈએ. જો કોઇ ૧૦મું ધોરણ પાસ છે, પરંતુ તેની પાસે ડાયમંડ નાં પ્લાનિંગ, કટિંગ અને પોલિશીંગ નો અનુભવ છે, તો તેને અહી નોકરી સરળતા થી પ્રાપ્ત થઈ શકે છે.



આ કંપની મા જોબ માટે એપ્લાઈ કરવા માટે તમારી પાસે કંપની મા કાર્ય કરનાર અંદાજિત ૮૦૦૦ કર્મચારીઓ માંના કોઈ એક નો રેફરન્સ હોવો આવશ્યક છે. જો તમારા પાસે રેફરન્સ નથી તો તમે અહીં એપ્લાઈ નહિ કરી શકો. જ્યારે કંપની મા કાર્ય કરી રહેલા કર્મચારી નો રેફરન્સ હોય છે ત્યારે એપ્લીકેંટ ને એક ફોર્મ ફિલ કરાવવામા આવે છે , જેમા તેને બધી માહિતી આપવી પડે છે. આ ફોર્મ ના આધારિત આગળ નું ઈન્ટરવ્યુ લેવા મા આવે છે અને ત્યાં જ મુંબઈ સ્થિત એક્સપોર્ટ યૂનિટ માટે વેબસાઇટ પર જઈને તમે જોબ માટે એપ્લાઈ કરી શકો છો.



અહી કરિયર કોન્ટેક્ટ-અસ મા જઈને તમે પોતાનું રિઝ્યૂમ અપલોડ કરી શકો છો. કંપની પાસે અંદાજિત દર વર્ષે ૩૦૦૦ જેટલા એડવાન્સ રિઝ્યૂમ પડેલા હોય છે. આ ડાયમંડ કંપની મા દરેક પદવી માટે અલગ-અલગ પગાર નકકી કરવામાં આવેલ છે. અહીં નો કર્મચારી ૩૫ હજાર રૂપિયા સુધી ની દર માસે કમાણી સરળતા થી કરી શકે છે કારણ કે, કંપની રેવન્યુ મોડ પર કાર્ય કરે છે , આવા મા જો કોઈ કર્મચારી નું કાર્ય સારું છે તો તેને અન્ય લાભો પણ આપવામા આવે છે.



જેના ચાલતા તે આવનાર ભવિષ્ય મા ૧ લાખ રૂપિયા સુધી ની કમાણી દર માસે કરી લે તો નવાઈ નહી. અહી એવા અનેક કર્મચારીઓ પણ સ્થિત છે જેમની માસિક સેલેરી ૫ લાખ રૂપિયા સુધી ની છે. અહીં કર્મચારી ની શિફ્ટ સોમવાર થી શનિવાર સુધી પરોઢે ૯ વાગ્યા થી લઈ ને સંધ્યાકાળે ૬ વાગ્યા સુધી રાખવામા આવી છે અને અહીં કાર્ય છોડવાવાળા કર્મચારીઓ નો વાર્ષિક રેશિયો ૧૦% થી પણ ઓછો છે.



આ કંપની દર વર્ષે કર્મચારીઓ ને નીચે મુજબ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.


દર વર્ષે કંપની કર્મચારીઓ ને ૧ લાખ રૂપિયાનો મેડિકલ અને ૧ કરોડ રૂપિયા નો ડેથ ઈન્સ્યોરન્સ આપે છે.


દર વર્ષે બે ફ્રી યુનિફોર્મ તથા હેલમેટ આપવામાં આવે છે. કર્મચારીઓ માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.


ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જીમ અને યોગા સેશન નું પણ આયોજન કરવામાં આવે છે .


કર્મચારીઓ ના બાળકો ની સ્કુલ ફી અને બુક્સ નો ખર્ચો પણ કંપની દ્વારા જ ચુકવવા મા આવે છે.


સોમવાર થી શુક્રવાર ફ્રી ઓફ લંચ આપવામાં આવે છે અને ત્યાં જ શનિવારે ટિફિન ડે પણ હોય છે.


દર ૩ વર્ષે કર્મચારીઓ ના માતા-પિતા ને હરિદ્બાર ની યાત્રા કરાવવા મા આવે છે, જેમાં અંદાજિત ૧ હજાર જેટલા માતા-પિતા સમાવિષ્ટ હોય છે.


નવરાત્રિ , હોળી જેવા બધા તહેવારો પર જાહેર રજાઓ રહે છે અને દિવાળી પર તો બધા ને ૨૦ દિવસ માટે ની રજા આપવામાં આવે છે.


આ ઉપરાંત ઉનાળા વેકેશન માટે પણ ૧૦ દિવસ ની રજા મળે છે.



કંપની ના યૂનિટ ક્યાં ક્યાં વિસ્તાર મા ફેલાયેલા છે?


સૂરત મા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યૂનિટ ઈચ્છાપોર ડાયમંડ જ્વેલરી પાર્ક તથા વરાછા મા સ્થિત છે. વરાછા યૂનિટ અંદાજિત ૫૭ હજાર સ્કવેર ફુટ વિસ્તાર ધરાવે છે તથા ઇચ્છાપોર નું યૂનિટ અંદાજિત ૧.૪ લાખ સ્કવેર ફુટ જેટલો વિસ્તાર ધરાવે છે. ઈચ્છાપોર મા ૩૬૦૦ અને વરાછા મા ૨૨૦૦ કર્મચારીઓ કાર્ય કરે છે અને આ ઉપરાંત તેમની ઑફિસ મુંબઈ સિવાય દેશ ની બહાર ના ભાગ મા જેમ કે હોંગકોંગ , દુબઈ, બેલ્જિયમ વગેરે જગ્યાએ સ્થિત છે.





Post Views:
30



Pages