ખાણી-પીણી ની આ વસ્તુઓ પાછળ ની માન્યતાઓ છે તદ્દન ખોટી, જાણો તેના પાછળ ની સત્યતા - GujHub

Gujarat News

Breaking

બુધવાર, 29 જાન્યુઆરી, 2020

ખાણી-પીણી ની આ વસ્તુઓ પાછળ ની માન્યતાઓ છે તદ્દન ખોટી, જાણો તેના પાછળ ની સત્યતા



મિત્રો, હાલ વર્તમાન સમય મા લોકો પોતાની જાત ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે સૌથી વિશેષ કોઈ બાબત પર ધ્યાન આપતા હોય તો તે છે પોતાનું ભોજન અને રાખવું પણ જોઈએ. કારણ કે, ખાણી-પીણી ની આ ટેવો જ આપણાં સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામા સૌથી મહત્વ ની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણા આહાર એવા છે જેના વિશે હજુ પણ તમારી પાસે પૂરતી માહિતી નથી.



આ આહાર સાથે સંકળાયેલી અમુક પૂર્વધારણાઓ છે જેને લોકો વર્ષો થી માનતા આવ્યા છે. જ્યારે વિજ્ઞાન તથા વાસ્તવિકતા મા તેનું તથ્ય કઈક અલગ જ છે. તો ચાલો જાણીએ આ આહાર વિશે આજ ના આ લેખ મા વિસ્તૃત ચર્ચા કરીએ.



પૂર્વધારણા : ચોખા નું સેવન કરવા થી મોટાપા મા વૃદ્ધિ થાય છે તથા ડાયાબિટીસ ના દર્દી માટે તે જીવલેણ સાબિત થાય છે.


જો તમે તમારા સુગર ને નિયંત્રિત રાખવા માટે ચોખા ની જગ્યાએ રોટલી કે બ્રેડ નો ભોજન મા સમાવેશ કરો છો તો તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે, મોટાભાગે રેડીમેડ લોટ મા ખૂબ ઉચ્ચ સ્તરે રિફાઇન કરવામા આવે છે. વાસ્તવિકતા મા તો ચોખા ને જો દેશી ચણા કે રાજમા સાથે સેવન કરવામા આવે તો સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. આ વાત ગ્લેસેમિક ઇન્ડેક્સ મા દક્ષિણ એશિયાઈ ફૂડ સ્ટેપલ્સ ના તુલનાત્મક અધ્યયન મા જણાવવા મા આવ્યુ છે.



કોઈપણ ખાવા ની ચીજવસ્તુ ની જીઆઈ વેલ્યુ એ આધાર પર આપવામા આવે છે કે તે શરીર ની અંદર જઈ ને કેટલી સમય મા પચી જાય છે. ગ્લુકોઝને આ ઈન્ડેક્સ મા ૧૦૦ જીઆઈ વેલ્યુ આપવામા આવી છે. જે આહાર ની વેલ્યુ જીઆઈ મા ૫૫ થી ઓછી હોય છે તે આહાર ને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણવામા આવે છે. કારણ કે, તે ધીમે-ધીમે શરીર મા તૂટે છે અને ભૂખ ને દુર રાખે છે.



પૂર્વધારણા : ખાંડ ની સાપેક્ષ મા મધ વધારે સ્વસ્થ હોય છે.


મધ મા ૪૦% ફ્રુકટોઝ, ૩૦% ગ્લુકોઝ, પાણી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત ગલુકોઝ ની સાપેક્ષે ફ્રુકટોઝ વધુ પડતો ગળ્યો હોય છે. તેથી, કોઈપણ વસ્તુ ને ગળી કરવા માટે ખાંડ ની સાપેક્ષે મધ ની આવશ્યકતા ઓછી પડે છે. વજન ઘટાડવા માટે અને બ્લડસુગર ને નિયંત્રિત કરવા માટે ખાંડ ની જગ્યાએ મધ નો ઉપયોગ કરી શકાય તે વાત તદ્દન ખોટી છે કારણ કે , બન્ને મા કેલરી નુ પ્રમાણ સરખું છે.



૧ ચમચી મધ એટલે કે ૨૦ ગ્રામ મા ૫૮ કેલરી હોય છે, જેમા ૧૫.૩૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ તેમજ ૦.૧ ગ્રામ પ્રોટીન હોય છે. જ્યારે ૧ ચમચી ખાંડ મા ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૬૦ કેલરી હોય છે. મધ ની જીઆઈ વેલ્યુ ૫૫ છે જ્યારે ખાંડ ની જીઆઈ વેલ્યુ ૬૫ છે. આથી વજન ઘટાડવા માટે ખાંડ ની સાપેક્ષ મા મધ નો ઉપયોગ કરવા થી વિશેષ કંઈ લાભ થતો નથી.



પૂર્વધારણાં : ગરમ પાણી નું સેવન કરવા થી વજન તુરંત ઘટે છે.


વિજ્ઞાન અનુસાર આ વાત તદ્દન ખોટી છે કે ગરમ પાણી નું સેવન કરવા થી વજન મા ઘટાડો થાય છે. પરંતુ , રૂમ ના તાપમાન જેટલું ૧ ગ્લાસ પાણી કરતા વધારે કેલરી એક ગ્લાસ બરફવાળા પાણી નું સેવન કરવા થી બર્ન થાય છે. જ્યારે તમે રૂમ ના તાપમાન પર રાખેલ પાણી ની જગ્યાએ ઠંડા પાણી નું સેવન કરો છો તો આપણાં શરીર નું તાપમાન ઘટી જાય છે અને આપણું શરીર ૯૮.૬ ડીગ્રી ફેરનહિટ એટલે કે પોતાના શરીર ના પૂર્વનિર્ધારિત તાપમાન ને યથાવત રાખવા માટે લડે છે.



જેના થી બહોળા પ્રમાણ મા કેલરી બર્ન થાય છે. જો તમે નિયમિત ૮ થી ૧૦ ગ્લાસ ઠંડા પાણી નું સેવન કરો છો તો પણ તમે ફક્ત ૮૦ થી ૧૦૦ કેલરી જ બર્ન કરી શકો છો. જ્યારે આપણે નિયમિત ૩૦૦ થી ૪૦૦ કેલરી બર્ન કરવાની આવશ્યકતા પડે છે.



પૂર્વધારણાં : નટ્સ મા કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ વધારે હોય છે.


કોલેસ્ટ્રોલ મીટ, ઈંડા, સી ફૂડ, દૂધ અને નારિયેળ તેલ મા ભરપૂર પ્રમાણ મા મળી આવે છે. નટ્સ અને સિડસ ને જો ફ્રાય કરવામા ના આવે તો તે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી આહાર ગણાય છે. અંદાજિત ૩૦ ગ્રામ સિંગ મા ૧૬૬ કેલરી અને ૧૪.૧ ગ્રામ ફેટ સમાવિષ્ટ હોય છે. જયારે બદામ મા ૧૭૦ કેલરી અને ૧૪.૨ ગ્રામ ફેટ સમાવિષ્ટ હોય છે. કાજૂ મા ૧૬૪ કેલરી અને ૧૩.૧ ગ્રામ ફેટ સમાવિષ્ટ હોય છે. પિસ્તા મા ૧૬૨ કેલરી અને ૧૩ ગ્રામ ફેટ સમાવિષ્ટ હોય છે.



આ તમામ પ્રકાર ના આહાર અને ફળો ની માફક નટ્સ ની જીઆઈ વેલ્યુ ૫૫ થી નીચે છે. શરીર મા તેનું પાચન ધીમે-ધીમે થાય છે. નટ્સ એ હૃદય ને તંદુરસ્ત રાખવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. યેલે યુનિવર્સિટી, બીએમજે ઓપન ડાયાબિટીસ રિસર્ચ એન્ડ કેયર મા આ વાત સમક્ષ આવી છે કે નિયમિત અખરોટ નુ સેવન કરવા થી ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટી જાય છે. જો કે વજન ઘટાડવો, બ્લડ સુગર નુ પ્રમાણ તથા બ્લડ પ્રેશર પર તેનો કોઈ વિશેષ ફરક પડતો નથી. અમેરિકન હાર્ટ એસોસિએશન ઓઈલ મા ફ્રાય નટ્સ ની જગ્યાએ ડ્રાય રોસ્ટેડ નટ્સ નુ સેવન કરવા ની સલાહ આપે છે.


Closeup view from above of a woman eating brasil nuts with healthy food on the background



Post Views:
16



Pages