દેશ ના આ ખેલાડી રમી ચુક્યા છે ઘણા ટુર્નામેન્ટ, પરંતુ તેમની આજ ની હાલત જોતા તેને ઓળખી નહિ શકો - GujHub

Gujarat News

Breaking

બુધવાર, 29 જાન્યુઆરી, 2020

દેશ ના આ ખેલાડી રમી ચુક્યા છે ઘણા ટુર્નામેન્ટ, પરંતુ તેમની આજ ની હાલત જોતા તેને ઓળખી નહિ શકો






આપણા ભારત દેશ માટે ઘણી એવી મોટી-મોટી હસતીઓ છે કે જેને દેશ ને પ્રગતી અથવા તો નામના અપાવવા માટે કામ કર્યું હોય. આપણે આવા વ્યક્તિઓ ને કાં તો ટી.વી. પર જોયા હોય અથવા તો ન્યુઝ પેપર મા જોયા હોય. ઘણખર એવા દિગ્ગજો છે કે જે ભારત નુ નામ રોશન કરતા હોય છે. પછી તે બોર્ડર પર લડતા આપણા જવાનો હોય કે બોલીવુડ મા કામ કરતા કલાકારો.



આજ ના આ આર્ટીકલ મા પણ એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ ભારત ની હોકી ટીમ ના ખેલાડી હતા અને તેણે ભારત દેશ માટે ઘણી ટુરનામેન્ટો પણ રમ્યા હતા પરંતુ અત્યારે તેમને પોતાની હાલત ને લીધે અફસોસ થાય છે અને તેઓ હાલ એક ભિખારી જેવું જીવન વિતાવી રહ્યા છે. આપણા દેશ ના ખૂણે-ખૂણે આવા ઘણા વ્યક્તિઓ છે કે જે આપણા દેશ નુ નામ રોશન કરી શકે છે.



એવા જ એક ખિલાડી કે જે દિલ્લી ના પહાડગંજ વિસ્તાર મા વસંત રોડ ઉપર રસ્તાઓ મા જ્યાં ઘણા લોકો સુતા હોય છે ત્યાં જ સુતા હતા. આવી કડકડતી ઠંડી મા ગોદડુ ઓઢી ને અને તેની મોટી દાઢી જોઇને તમે ઓળખી નહિ શકો પણ આ વ્યક્તિ અમરજીત સિંહ છે કે જે હોકી ના ખિલાડી હતા અને જેમણે ભારત માટે રાજ્ય સ્તર સુધી ની રમત મા એક જોશીલા ખિલાડી તરીકે રમત રમી હતી. ત્યાં ના અમુક સ્થાનિક લોકો ને જ ખબર છે કે તે અમરજીત સિંહ છે.



કોઈ જાણ્યું- અજાણ્યું આવી ને તેને જમવાનુ આપી જાય તો ઘણી વખત ના પણ મળે. આ હોકી ના ખિલાડી ની આવી હાલત છે કે તેઓ રસ્તા પર સુતા છે. ત્યા ના સ્થાનિક લોકો જણાવે છે કે અમરજીત સિંહ કોઈ ની સામે હાથ લાંબો નથી કરતા, જો કોઈ વ્યક્તિ સામે થી તેમની મદદ માટે આવે તો તેમને ના નથી પાડતા.




ત્યા ના સ્થાનિક લોકો વધુ ઉમેરતા જણાવે છે કે જયારે તે હોકી રમતા ત્યારે તે અંગ્રેજી મા વાત કરતા અને તેની મદદ માટે અમિતાભ બચ્ચન પોતે પણ આવેલા. આપણા ભારત દેશ મા જેટલી લોકપ્રિયતા ક્રિકેટ ની રમત ને મળે છે તેટલી અન્ય રમત ને કે ખેલાડીઓ ને નથી મળતી. આ તસ્વીરો જયારે સોશ્યલ મીડિયા મા વાઈરલ થઈ ત્યારે ત્યાં ના મુખ્યમંત્રી કિરણ રીજુજ ને પણ તેમની મદદ કરવા માટે કીધું છે.





Post Views:
16





Pages