૧૨ રાશિઓ માંથી માત્ર ૨ રાશિની આર્થિક સ્થિતિ હોય છે ખુબજ નબળી, જોઈ લો ક્યાંક તમારો તો સમાવેશ નથીને? - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 4 જાન્યુઆરી, 2020

૧૨ રાશિઓ માંથી માત્ર ૨ રાશિની આર્થિક સ્થિતિ હોય છે ખુબજ નબળી, જોઈ લો ક્યાંક તમારો તો સમાવેશ નથીને?



મિત્રો, હાલ વર્તમાન સમય મા દરેક વ્યક્તિ એક એવું જીવન ઇચ્છતો હોય છે કે જયા જીવન મા આર્થિક સ્થિરતા પણ જળવાઈ રહે તથા જીવન ના સાધન-સંપતિ થી પરિપૂર્ણ હોય. આ પ્રકાર નુ જીવન અમુક લોકો ને વિના કોઈ પરિશ્રમ થી મળી જાય છે તો અમુક લોકો ને ગમે તેટલો અથાગ પરિશ્રમ કરવા છતા પણ પ્રાપ્ત થતું નથી. આર્થિક દ્રષ્ટીએ સધ્ધરતા પ્રાપ્ત કરવા માટે લોકો એડી થી લઈ ને ચોટી સુધી નું જોર લગાવી દેતાં હોય છે.



આ ઉપરાંત આ માટે અમુક લોકો અથાગ પ્રયાસો કરે કે આર્થિક નાણાંભીડ તેમને ના નડે તેમ છતાં પણ તેના આ પ્રયત્નો સફળ થતા નથી. અનેક પરિશ્રમ કર્યા બાદ પણ ઘર મા નાણાંભીડ ની સ્થિતિ હંમેશા રહે છે. આવક ની સાપેક્ષ મા જાવક ના પ્રમાણ મા વૃદ્ધિ થવા થી આવી સમસ્યાઓ ઉદભવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આવી પરિસ્થિતિ નો સામનો સૌથી વધુ મુખ્યત્વે મેષ અને વૃશ્ચિક રાશિ ના જાતકો ને કરવો પડે છે.



આ ૧૨ રાશિઓ માથી ફક્ત આ બે જ રાશિઓ એવી છે જેના જાતકો ના જીવન મા નાણાં ની ઉણપ રહે જ છે. આ મેષ અને વૃશ્ચિક રાશિ ના જાતકો ને નાણાં પ્રાપ્તિ માટે અત્યંત પરિશ્રમ કરવો પડે છે અને તે પરિશ્રમ કર્યા બાદ પણ તેમની પાસે નાણાં ટકતા નથી. તેમના જીવન મા પેલી ગુજરાતી કહેવત લાગુ પડે છે કે , ‘ એક સાંધો તો ત્યાં તેર તૂટે ’ તેવી સ્થિતિ જ રહે છે.



મેષ તેમજ વૃશ્ચિક રાશિ ના જાતકો ની નાણાકીય સ્થિતિ નબળી રહે છે. તેમના નસીબ મા પૈસા નું સુખ નિમ્ન હોય છે. પરંતુ , કહે છે ને કે જ્યાં મુશ્કેલીઓ હોય છે ત્યાં તેનું નિરાકરણ પણ અવશ્ય હોય છે. આ વાત પાછળ નું તાત્પર્ય એ છે કે શાસ્ત્રો મા આ બંને રાશિ ના જાતકો માટે અમુક ઉપાયો પણ દર્શાવવામા આવ્યા છે. આ ઉપાયો અજમાવવા થી નબળી આર્થિક પરિસ્થિતિ માથી પણ બહાર આવી શકાય છે.



આર્થિક સ્થિતિ મા સુધારો કરવા માટે કરો આ ઉપાય :


આર્થિક સ્થિતિ મા સુધારો લાવવા માટે રાશિજાતકોએ નિયમિત રીતે પોતાના ઈષ્ટદેવ નું સ્મરણ કરવું જોઈએ અને વિધિવત્ પ્રભુ નું પૂજન-અર્ચન કરવું તથા નીચે દર્શાવેલા ઉપાયો અજમાવવા જેના થી તમને અઢળક લાભ પહોંચે.



મેષ રાશી :


આ રાશિ ના જાતકોએ સૂર્યાસ્ત સમયે ઘર ના મુખ્ય દ્વાર પર તેલ નો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. આ દીવડા મા મરી ના આખા બે દાણા પણ ઉમેરવા. આ ઉપચાર નિયમિત રીતે કરવો કે જ્યાં સુધી આર્થિક પરિસ્થિતિ મા સુધારો ના આવે. આ ઉપાય કરવાથી વ્યક્તિ ના તમામ અધૂરા કાર્યો પણ પૂર્ણ થાય છે.



વૃશ્ચિક રાશી :


આ રાશિ ના જાતકો આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે સંધ્યા કાળે પ્રભુ વિષ્ણુ અને દેવી લક્ષ્મી ના દેવસ્થળે જઈને ત્યાં આવેલા જળસ્ત્રોત માંથી એક પાત્ર મા પાણી ભરી લાવવું. આ પાણી ને પીપળા ના વૃક્ષ પર નિયમિત અર્પણ કરવું. આ રાશિના જાતકો અન્ય એક ઉપાય પણ કરી શકે છે.



વડ ના વૃક્ષ નું એક પર્ણ, ઘઉં ના લોટ માંથી બનેલું દીવા નું કોડીયું લઈ જઈ હનુમાનજી ના મંદિરે જવું. હનુમાનજી સમક્ષ વડલાના પર્ણો પર કોડીયું મુકી તેમાં તેલ નો દીપક પ્રજ્વલિત કરવો. આ ઉપચાર ૫ મંગળવાર સુધી અજમાવો. આ ઉપચાર અજમાવવા થી થોડા જ દિવસો મા તમને લાભ થવા માંડશે અને તમારા તમામ દુ:ખ-દર્દ દૂર થશે તથા તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બનશે.





Post Views:
135



Pages