જો એકસરખી રાશિ ના વર-વધુ હોય તો કેવુ રહે છે તેમનું લગ્ન-જીવન, જાણો વિસ્તાર થી - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 4 જાન્યુઆરી, 2020

જો એકસરખી રાશિ ના વર-વધુ હોય તો કેવુ રહે છે તેમનું લગ્ન-જીવન, જાણો વિસ્તાર થી



મોટેભાગે આપણી ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન પૂર્વે માણસો વર-વધુ ની કુંડળી નો રાશિમેળ તપાસતા હોય છે. આ બંને ની રાશિ વચ્ચે મિત્રતા છે કે નહીં તે સૌથી પહેલા જોવા મા આવે છે કેમ કે ૧૨ રાશિઓ માંથી ઘણી રાશિ વચ્ચે પરસ્પર મનમેળ હોતો નથી. આ માટે આપણે ત્યા કુંડળીઓ નો મેળાપ કરવાનો રીવાજ છે. આ માટે જ રાશિ મુજબ વિવાહ કરવામા આવે તો વૈવાહિક જીવન મા કઈ વાંધો આવતો નથી. તો ઘણા દંપતિ એવા પણ હોય છે કે જેમની રાશિ એક સરખી હોય છે. તો ચાલો જાણીએ આવા દંપતિ નુ લગ્ન-જીવન કેવું હોય છે.



મેષ રાશિ
જો વર-વધુ બંને ની આ રાશિ હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જોડી ઉકળતા જ્વાળામુખી સમાન માનવામા આવે છે જે ક્યારેય પણ ફાટી શકે છે. આ રાશિ ના જાતકો ક્રોધી તેમજ ઘમંડી હોવા ના લીધે પોતાની વાત પર અડીખમ ઉભા રહે છે. તો જો પતિ-પત્ની બંને આ જ રાશિ ના હોય તો તેમની નાની-નાની તકરાર પણ એક મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેમનું લગ્ન જીવન લાંબુ ટકી શકતુ નથી.



વૃષભ રાશિ
જો વર-વધુ બંને ની આ રાશિ હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જોડી ધરા સાથે અડેલા હોય છે. તેઓ પોતાના દરેક કાર્ય  પ્રત્યે જવાબદાર તેમજ કર્તવ્યનિષ્ઠ હોય છે. આ માટે જો બંને વ્યક્તિઓ આ જ રાશિ ના હોય તો તે એક પરફેક્ટ જોડી કહી શકાય છે.



મિથુન રાશિ
જો વર-વધુ આ રાશિ ના હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જોડી ના વ્યક્તિઓ બેવડું વલણ ધરાવતા હોય છે. સ્વભાવ થી લગતો એકપણ સગુણ કે દુર્ગુણ એવો નહી હોય જે આ રાશિ ના વ્યક્તિઓ મા ન હોય. ઘણીવાર તેઓ ઘણા ક્રોધ મા હોય છે તો ઘણીવાર સાવ શાંત. જ્યારે બંને એક જ જેવુ વિચારતા હોય ત્યાં સુધી તો બધુ ઠીક-ઠાક ચાલે છે પણ જયારે તેમના વચ્ચે મતભેદ ઉભો થાય તો તુરંત જ ખટપટ ચાલુ થઈ જાય છે. આ માટે જો આવા બે વ્યક્તિઓ ભેગા થાય તો સંઘ કાશીએ પહોંચશે કે નહી તે નક્કી કરવુ થોડું અઘરું બની જાય છે.



કર્ક રાશિ
જો વર-વધુ બંને ની આ રાશિ હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જોડી ના લોકો ઘણા ભાવનાત્મક હોય છે. તેઓ જેને પણ પ્રેમ કરતા હોય  છે તેના પ્રત્યે ઘણા સંવેદનશીલ બની જતા હોય છે. તેઓ પોતાના જીવનસાથી નુ ઘણું ધ્યાન રાખતા હોય છે. તેમને પુરતો સમય આપતા હોય છે પણ ઘણીવાર તેમનુ આ વલણ તેમને મુશ્કેલી મા મૂકી દેતું હોય છે. આ માટે આ રાશિ ના જાતકો વચ્ચે લગ્ન કરવા હિતાવહ નથી.



સિંહ રાશિ
જો વર-વધુ આ રાશિ હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભૂલ થી પણ આ રાશિ ના લોકો ના વિવાહ ન કરવા જોઈએ. કેમ કે બંને ભરપૂર ક્રોધ, અહંકાર તેમજ સ્વાર્થી સ્વભાવ ધરાવતા હોવા થી સંબંધો ને બગાડી નાખે છે. આ રાશિ ની જોડી તો એક વિસ્ફોટક સમાન છે ક્યારે ફાટે તેનું કઈ નક્કી ન હોય.



કન્યા રાશિ
આ જોડી ‘એક દુજે કે લિયે’ જેવી જોડી હોય છે. આ રાશી તેના જ રાશી ના જાતક ના પ્રેમ મા પડે તો એક આદર્શ ગણાય છે. પ્રેમ સંબંધો થી લઈ ને દરેક બાબતો મા આ જોડી એક પરફેક્ટ જોડી માનવામા આવે છે.



તુલા રાશિ
આ જોડી ને પણ સફળ જોડી ગણવામા આવે છે તેમજ આ જોડી સમાજ સામે એક આદર્શ જોડી ના ઉદાહરણ ને પૂરુ પાડી શકે છે પરંતુ જો બંને જાતકો એકબીજા ના દુર્ગુણો ને અપનાવી લે તો તેમને ભવિષ્ય મા કોઈ મુશ્કેલી થઈ શકે છે. આ રાશિ ના જાતકો સમજદાર હોય છે અને ઉતાવળે કોઇપણ પ્રકાર નુ નિર્ણય લેતા નથી. આ વાત તેઓ સંબંધો મા પણ લાગુ કરતા હોય છે.



વૃશ્ચિક રાશિ
આ રાશિ ના જાતકો ને એક બીજા પ્રત્યે ઘણું આકર્ષણ હોય છે. જ્યાં સુધી બંને એકબીજા પ્રત્યે વફાદાર છે ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ જો તેમની સાથે દગો થાય તો આ રાશી ના જાતકો પોતાના સ્વાર્થ માટે કોઇપણ વ્યક્તિ ને નુકસાન આપવામા પ્રથમ આવે છે. આ સિવાય તેઓ સ્વભાવે ઈર્ષાળુ હોય છે. જો આ દુર્ગુણો ને તેઓ દૂર કરી દે તો તેઓ એક આદર્શ જોડી બની શકે છે.


ધન રાશિ
દરેક સંબંધો મા ખોટ ની પૂર્તિ કેવી રીતે કરવી તે આ રાશી ના જાતકો પાસે થી શીખવા જેવુ છે. આ રાશિ ની જોડી ખુશમિજાજી તો હોય છે પરંતુ જ્યારે આપેલ વચનો પાળવા ની વાત આવે તો ઘણા માણસો સરકી જાય છે. માત્ર આ એક કારણ ને લીધે આ જોડી નબળી પડતી હોય છે.


મકર રાશિ
આ રાશી ના જાતકો મા જતુ કરવા ની ભાવના વધુ હોય છે. આ ગુણ તેમના સંબંધો ને મજબૂતાઈ આપે છે. તેઓ પોતાના જીવનસાથી ને દરેક ખ્વાહીશ નો પુરતો ખ્યાલ રાખે છે. જો બંને જાતકો આ જ રાશી ના હોય તો સ્વાભાવિક છે કે તેમનો સંબંધ ખુશહાલ જ હોય પરંતુ પોતાની ઇચ્છાપૂર્તિ માટે તેમની વચ્ચે થોડી ખટપટ થઈ શકે છે.


કુંભ રાશિ
આ રાશિ ના જાતકો ઘણા મૂડી હોય છે. તેમને જોઈ ને કહી ન શકાય કે તેમનું મૂડ કેવું છે. આ જ કારણ ના લીધે આ જોડી સારા સંબંધ જાળવી શક્તી નથી. જો આ રાશી જાતકો નો મૂડ સારો હોય તો સંબંધ ટકી શકે છે નહિતર મુશ્કેલી પડી શકે છે.


મીન રાશિ
આ રાશિ ના જાતકો પોતાની સપના ની દુનિયા મા જ રચ્યાપચ્યા હોય છે. તેઓ જીવન ના દરેક પાસા મા પોતાની કલ્પનાશક્તિ ના રંગો જ  પૂરતા હોય છે. આ માટે જો આવા બે જાતકો મળી જાય તો જોડી જામી જાય છે. આ રાશિ ના જાતકો પોતાની જાત ની સાથોસાથ પોતાના આજુબાજુ વાળા લોકો ને પણ ઘણો પ્રેમ કરતા હોય છે.  આ ખાસિયત જ તેમના સંબંધો ને મજબુતાઈ આપે છે પછી ભલે તેના જીવનસાથી ગમે તે રાશી ના હોય.




Post Views:
80



Pages