એવું માનવામા આવે છે કે દરેક વ્યક્તિ ની આંખો તેના મન નુ દર્પણ હોય છે. જે માણસ ના મન મા ચાલતું હોય છે તે સારી રીતે તેની આંખો મા જોઈને જાણી શકાય છે. હા, એ વાત પણ છે કે દરેક માણસ ની આંખો ની ભાષા હરકોઈ નથી જાણી શકતો. આંખો કેટલી ખાસ હોય છે, એ કોઈ ને જણાવવા ની જરૂર નથી. પરંતુ આ નીચે દર્શાવેલ ફોટા મા જે આંખો દેખાઈ રહી છે તે ખરેખર ખાસ છે. આ ફોટા માંથી તમે કોઈપણ એક આંખ ની પસંદગી અને ત્યારબાદ પસંદ કરેલી આંખ વિષે વાંચી ને જુઓ.

આ પ્રયોગ કરવા ની સાથે જ તમને હકીકત જાતે જ ખબર પડી જશે. જે આંખ જોતા જ તમને સૌથી વધુ સુંદર લગતી હશે તેમજ જે આંખ તમને પોતાની તરફ વધુ આકર્ષિત કરતી હશે તમે જો તેની જ પસંદગી કરશો તો તે મુજબ ની આંખ તમારા વિષે જે કઈ પણ દર્શાવશે તે સત્ય જણાવશે. તો એકવાર અજમાવી જુવો.

પ્રથમ આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માંથી પ્રથમ નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે અંદર થી ખૂબ જ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છો. તમે હંમેશા ખુશ રહો છો જેની સકારાત્મક અસર તમારી આજુબાજુ રહેલા માણસો ઉપર પણ પડે છે. તમારા જેવા લોકો આ દુનિયા મા ઘણા ઓછા હોય છે.

બીજી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માંથી બીજા નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે એકદમ સ્પષ્ટવાદી વ્યક્તિત્વ ધરાવતા માણસ છો. ઘણીવાર તમારી આ ટેવ બીજા વ્યક્તિ માટે મુસીબત બની જાય છે. પરંતુ તમને આના થી કોઈ ફરક પડતો નથી. જે તમારા નજીક છે તેના માટે તમે કોઈ પણ હદ સુધી જઈ શકો છો.

ત્રીજી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર ની ત્રીજી આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે ભાવનાત્મક રીતે ઘણા દ્વિધા મા જ રહો છો. દુર્ભાગ્ય ને લીધે તમારું અતિત દુઃખ તેમજ સમસ્યાઓ થી ભરેલું છે. જેની અસર તમારા વર્તમાન ઉપર પણ પડે છે તમે કોઈપણ વ્યક્તિ ઉપર સરળતા થી વિશ્વાસ કરી લો છો.

ચૌથી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર મા થી ચૌથા નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે સારી રીતે જાણો છો કે જીવન માત્ર જીવવા થી કશું જ થતું નથી તેના માટે તમારે જીવન મા પરિશ્રમ કરવો પડે છે. તમને લોકો દાર્શનિક અથવા માર્ગદર્શક પણ માની શકે છે. કારણ કે તમારી અંદર આ તમામ ગુણો સમાવિષ્ટ છે. તમે તમારા ખાલી સમય મા જીવન વિશે ઊંડા વિચાર મા મગ્ન થઇ જાવ છો અને પરેશાન થઈ જાવ છો.

પાચમી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માથી પાચમી આંખ ની પસંદગી કરી છે તો તમે ઘણા રહસ્યમયી વ્યક્તિ છો. તમને લોકો સરળતા થી સમજી શકતા નથી. તમારા જેવા વ્યક્તિત્ત્વ વાળા વ્યક્તિઓ એવા હોય છે કે જે બોલી ને નહીં પરંતુ કરી ને બતાવવા મા વધુ વિશ્વાસ રાખે છે.

છઠઠી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માથી છઠઠી નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે ઘણા સંવેદનશીલ તેમજ વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છો. તમે દરેક ચીજવસ્તુ ની નોંધ લો છો કે જેની કોઇ સામાન્ય રીતે નોંધ ન લેતા હોય. તમને દરેક વાત યાદ કરવા ની ટેવ છે તેમજ આ કારણ ના લીધે તમે ઘણીવાર સમસ્યા મા પણ ફસાઈ જાવ છો.

સાત મી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માથી સાત મા નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે ઉર્જાવાન વ્યક્તિ છો. તમને એકદમ નવરું બેસવું ગમતું નથી. તમે આળસુ લોકો થી ઘણા દૂર રહો છો. તમને દરેક વખતે પરફેક્શન ની ખોજ હોય છે. તમારી અંદર એક સારા સલાહકાર ના ગુણ પણ છે.

આઠ મી આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માથી આઠમા નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમને દરેક માણસ પ્રથમ નજર મા તો સાધારણ સમજી બેસે છે પરંતુ જ્યારે તે તમારી નજીક આવે છે ત્યારે તેને ખબર પડે છે કે વાસ્તવ મા તમે કેવા વ્યક્તિ છો. તમે જૂની રૂઢી પરંપરાઓ મા વિશ્વાસ ધરાવતા નથી.

નવ નંબર ની આંખ
જો તમે ઉપરોક્ત દર્શાવેલ ચિત્ર માથી નવમા નંબર ની આંખ ની પસંદગી કરી છે તો તેનો અર્થ એ છે કે તમે સામે વાળા માણસ ને સારી રીતે સમજી જાવ છો. તેનો મતલબ એવો છે કે તમે કોઈપણ માણસ ને જોઈ ને તેના વિશે જાણી શકો છો.

Post Views:
57