વર્ષ ૨૦૨૦ મા દરેક રાશિ ના જાતકોએ કરવા જોઈએ આ ઉપાય, આખું વર્ષ નહીં રહે ધન ની અછત - GujHub

Gujarat News

Breaking

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2020

વર્ષ ૨૦૨૦ મા દરેક રાશિ ના જાતકોએ કરવા જોઈએ આ ઉપાય, આખું વર્ષ નહીં રહે ધન ની અછત



૨૦૨૦ નુ આ વર્ષ ઘણી રાશિ ના જાતકો ને માટે નસીબ ની ચાવી સાથે લઈ ને આવી રહ્યું છે. જો જ્યોતિષીઓ ની વાત કરીએ તો આવનારું વર્ષ અનેક રાશિ માટે લાભદાયી સિદ્ધ થશે. આ વર્ષે ફક્ત તમારા કામ તો પૂરા થશે અને તેની સાથે જ ધન લાભ પણ થશે. જાણી લો ૨૦૨૦ નું વર્ષ કઈ રાશિ ને માટે કેવું રહેવાનું છે અને સાથે જ કયા ઉપાયો કરવા થી તમને સરળતા થી અઢળક સફળતા પણ મળી શકે છે.

મેષ
મેષ રાશિ ના જાતકો માટે કુલ મળી ને વર્ષ ૨૦૨૦ સૌથી ઉત્તમ રહેશે. આર્થિક તેમજ કારોબાર ની દ્રષ્ટીએ ઘણી સફળતા મળશે. વિવાહ તેમજ પરિવાર ની સમસ્યાઓ પણ ઉકેલાશે. સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને હાડકાં તેમજ શ્વાસ ની તકલીફ હોય તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. આખું વર્ષ સૂર્યદેવ ની ઉપાસના થી લાભ રહેશે.

વૃષભ
વૃષભ રાશિ ના જાતકો માટે આવનારું વર્ષ મધ્યમ રહેશે. આર્થિક તેમજ સંપત્તિ ની બાબત મા ઘણી સફળતાઓ પ્રાપ્ત થશે. તમામ રોકાયેલા કામ પણ પૂરા થશે. કરિયર મા સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ને લીધે મુશ્કેલી મા મુકાઈ શકો. આખું વર્ષ શનિ મહારાજ ની ઉપાસના તમને લાભ અપાવી શકે છે.

મિથુન
મિથુન રાશિ ના જાતકો માટે વર્ષ ની શરૂઆત મધ્યમ રહેશે. ત્યારબાદ સમય ઉત્તમ થતો જાશે. આ વર્ષ કેરિયર ની રીતે સારું રહેશે અને સફળતા પણ પ્રાપ્ત થશે. વાહન તેમજ સંપત્તિ ના લાભ ના યોગ પણ સર્જાય રહ્યા છે. પરિવાર તેમજ વૈવાહિક જીવન મા બેદરકારી ન કરવી. આખું વર્ષ ભગવાન હનુમાનજી મહારાજ ની ઉપાસના લાભદાયી રહેશે.

કર્ક
આ રાશી ના જાતકો માટે આ વર્ષે કોઈ મોટી બાબતો ના ઉકેલ તમારી તરફેણ મા રહેશે. કેરિયર તેમજ ધન સંબંધીત બાબતો મા તમને સફળતા મળી શકે છે. સ્થાન પરિવર્તન તેમજ વિદેશ જવા ના યોગ સર્જાય રહ્યા છે. આ વર્ષે અવિવાહિત જાતકો માટે વિવાહ થવા ની સંભાવનાઓ વધી શકે છે. આખું વર્ષ શનિદેવ ની આરાધના થી લાભ થશે.

સિંહ
સિંહ રાશિ ના જાતકો માટે આ વર્ષે આર્થિક તેમજ કેરિયર થી લગતી સમસ્યાઓ નો ઉકેલ આવશે. સંતાનપક્ષ તરફ થી ઘણો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર ની સાથે તાલમેલ બનાવી શકો છો. હાડકાં ની સમસ્યાઓ તેમજ વાગવા થી સાવધ રહેવાની જરૂર છે. ઘર મા કોઈ નિર્માણ અથવા તો સંપત્તિ ના યોગ સર્જાય રહ્યા છે. આખું વર્ષ સૂર્યદેવ તેમજ ગણેશજી ની ઉપાસના તમારી માટે લાભદાયી રહેશે.

કન્યા
કન્યા રાશિ ના જાતકો વર્ષે નોકરી તેમજ રોજગાર મા સફળતા પ્રાપ્ત થશે. દામ્પત્યજીવન તેમજ વિવાહ ને લગતી સમસ્યાઓ નો ઉકેલ આવશે. સંતાનપક્ષ તેમજ સંબંધો ને લઈ ને સાવધાની રાખવાની જરૂર છે. બિનજરૂરી ચર્ચાઓ તેમજ સંપત્તિ થી લગતા વાદ-વિવાદ ટાળવા. આખું વર્ષ માતા દુર્ગા ની ઉપાસના તમારા માટે લાભદાયી રહેશે.

તુલા
આ રાશિ ના જાતકો માટે આ વર્ષ મિશ્રિત ફળદાયી રહેશે. લાંબી યાત્રા પર જવાનું થઇ શકે છે. વિદેશ યાત્રા નો અવસર પણ મળી શકે છે. નાના ભાઈ-બહેન સાથે મતભેદ થઈ શકે છે. પોતાના સંબંધો ને નવા વર્ષે સારા બનાવો. વાહન અથવા તો સંપત્તિ મા રોકાણ કરી શકો છો. તમારા માટે આ વર્ષ ફળદાયી રહેશે. જવાબદારી વધશે તેમજ સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઇ શકે છે. તમારા માટે શિવમંત્ર નો જાપ વિશેષ સફળતા અપાવશે તેમજ માતા દુર્ગા ના મંદિરે જવા થી પણ લાભ થશે.

વૃશ્વિક
આ રાશી ના જાતકો માટે વર્ષ ની શરૂઆત મા નોકરી થી લગતી સમસ્યા આવી શકે છે. ખોટા નિર્ણયો તેમજ અહંકાર ને લીધે તમે મુશ્કેલી મા મુકાઈ શકો છો. અડધા વર્ષ બાદ જીવન મા સુધારો આવી શકે છે. જીવનસાથી અથવા તો કોઈ મિત્ર નો સહયોગ લાભદાયી રહેશે. આખું વર્ષ વિષ્ણુસહસ્ત્રનામ નુ પઠન તમને વિશેષ ફાયદો આપી શકે છે.

ધન
આ રાશી ના જાતકો માટે કેરિયર મા પરિવર્તન તેમજ મોટી સફળતાઓ મળી શકે છે. સ્થાન તેમજ રહેઠાણ મા પરિવર્તન ના મજબૂત યોગ સર્જાય રહ્યા છે. પરિવાર સાથે દૂરી બની શકે તેવા પણ યોગ સર્જાય રહ્યા છે. તમારી વાણી તેમજ ક્રોધ ના લીધે સમસ્યાઓ ને આમંત્રણ મળી શકે હ્ચે. આખું વર્ષ શનિ દેવ ની ઉપાસના તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

મકર
આ રાશી ના જાતકો માટે આ વર્ષે તેમના સ્વાસ્થ્ય મા સુધારો આવી શકે છે. શરૂવાત મા કરિયર મા થોડો સુધારો આવી શકે છે. થોડા સમય બાદ બદલાવ ની સાથે સુધારો જોવા મળી શકે છે. આ વર્ષે તમારે તમારી જીવનચર્યા પર વિશેષ ધ્યાન આપવું પડશે. આખું વર્ષ શનિમંત્ર નો જાપ તમારા માટે લાભદાયી રહેશે.

કુંભ
કુંભ રાશિ ના જાતકો માટે આ વર્ષ ધન થી લગતી બાબતો મા મધ્યમ રહેશે. સ્થાન પરિવર્તન ના મજબૂત યોગ બની રહ્યા છે. તમારે તમારા સ્વાસ્થ્ય નુ તેમાં પણ વિશેષ કરી ને પેટ નું ધ્યાન વધુ રાખવું પડશે તેમજ સાથોસાથ આંખો નું પણ ધ્યાન રાખવું પડશે. વર્ષ ના મધ્ય થી સ્વાસ્થ્ય ની સમસ્યાઓ મા સુધારો જોવા મા આવશે. આખું વર્ષ ભગવાન શંકર ની ઉપાસના કરવાથી વિશેષ લાભ ની પ્રાપ્તિ થશે.

મીન
આ રાશી ના જાતકો માટે વર્ષ ની શરૂવાત મા જ કરિયર ની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. આર્થિક સ્થિતિ મા સુધારો આવી શકે છે. આ સાથે જ વર્ષ ની શરૂઆત મા રોજગાર ના સારા અવસર પણ તમને પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાય તેમજ ભાગીદારી ના કામ મા પણ ધ્યાન આપી શકશો. આખું વર્ષ સૂર્યદેવ ને જળ અર્પણ કરવું તેમજ એક રુદ્રાક્ષ ધારણ કરવા થી વિશેષ ફળ ની પ્રાપ્તિ થશે.




Post Views:
48



Pages