શું પૈસા આપી ને એવોર્ડ ખરીદે છે બોલીવુડ કલાકાર ? આ રહ્યા નવ ગંદા પણ જાણવા જેવા સત્ય - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

શું પૈસા આપી ને એવોર્ડ ખરીદે છે બોલીવુડ કલાકાર ? આ રહ્યા નવ ગંદા પણ જાણવા જેવા સત્ય



બોલીવુડ ની બધી વાતો નિરાલી હોય છે, ઘણી જગ્યાએ એવું સાંભળવા મળતું હોય છે કે ફિલ્મ લાઈન બહુ ખરાબ છે, ત્યાં કામ ના કરાય. અમુક ફિલ્મો સારી હોય છે તો અમુક ખરાબ. એવી જ રીતે અમુક અભિનેતા-અભિનેત્રીઓ સારા હોય છે તો અમુક ખરાબ હોય. એ જ રીતે જો ફિલ્મો ચાલી ગયી તો સારી નહી તો ખરાબ, આ સાથે જ આ ફિલ્મી દુનિયા મા તમે ઘણા એવોર્ડ પણ જોયેલા હશે.



આ તમામ એવોર્ડ મા બેસ્ટ એક્ટ્રેસ તેમજ બેસ્ટ એક્ટર નો એવોર્ડ પણ આપવામા આવતો હોય છે. પરંતુ ઘણી વખત આ એવોર્ડ ખોટો હોય અથવા તો અભિનેતા ને ખબર જ હોય છે કે તેને આ એવાર્ડ મળવાનો છે અને ઘણી વખત તો પૈસા આપી ને પણ એવોર્ડ મેળવતા હોય છે. તો ચાલો તમને જણાવીએ આ અસલી એવોર્ડ ની નકલી દુનિયા વિષે.



ખોટા હાવભાવ


કોઇપણ પ્રકાર નુ એવોર્ડ ફંક્શન પાંચ થી છ કલાક નુ હોય છે. તો આ ફિલ્મી સ્ટાર્સ એટલી વાર સુધી ના બેસે એટલે તેઓ ત્યારે જ આવતા હોય છે જયારે તેને એવોર્ડ મળવાનો હોય અથવા કોઈ ને એવોર્ડ આપવાનો હોય. આ સિવાય જો તેમને સ્ટેજ પરફોર્મન્સ આપવાનુ હોય જો ત્યારે થોડી વાર માટે આવી બધા સાથે તાલી પાડી અને મીઠી મુસ્કાન આપી ને જતા રહે છે. આ માટે જ મોટેભાગે વારેવારે ટી.વી. પર એક્ટર ની મુસ્કાન ને જ દેખાડે છે.



પરફોર્મન્સ નો ભાવ


એકવાર અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુ મા જણાવ્યુ હતુ કે એકવાર એવોર્ડ ઓર્ગેનાઈઝ કરવાવાળાએ તેમને કહ્યું હતું કે આ વખતે અમે તમને જ એવોર્ડ આપશુ બસ તમારી ડાન્સ પરફોર્મન્સ ના પૈસા ઓછા કરી દો. ત્યારે અક્ષય કુમારે કહ્યું હતુ કે તમારો એવોર્ડ તમે તમારી પાસે જ રાખો અને મને મારા ડાન્સ ના પુરા પૈસા આપી દો. આ માટે જ ઘણા ફિલ્મી સ્ટાર્સ એવોર્ડ ફંક્શન મા આવવાવુ નુ ટાળતા હોય છે.



નિમંત્રણ આપવા ની પ્રક્રિયા


આવા પ્રકાર ના એવોર્ડ મા જયારે તેના આયોજકો લીસ્ટ બનાવતા હોય છે તો તેઓ એક પછી એક બધા જ કલાકારો ને ફોન કરી ને એવોર્ડ મા આવી શકશે કે નહિ અને સાથે જ તેઓ ક્યારે આવશે એ ટાઇમ પણ પૂછી લેતા હોય છે. કેમ કે એ મુજબ તેમની એન્ટ્રી નો ટાઇમ તેમની લીસ્ટ મા લખવામા આવે અને જો કોઈ કારણોસર આવવામા મોડું થાય તો તેની જગ્યાએ બીજું નામ જાહેર કરી દે છે અને જયારે પેલા સ્ટાર્સ આવી જાય ત્યારે તેનું નામ જાહેર કરવામા આવે છે.



ઋષિ કપૂર દ્વારા ખરીદવા મા આવ્યો હતો પ્રથમ એવોર્ડ


ઋષિ કપૂર દ્વારા એક ઈન્ટરવ્યુ મા જણાવ્યુ હતુ કે જયારે તેમની પ્રથમ ફિલ્મ “બોબી” આવી હતી અને તેના માટે તેમને નોમીનેટ કરવામા આવ્યા હતા. તો આ એવોર્ડ માટે તેમને પૈસા આપવા પડ્યા હતા.



એવોર્ડ સમારોહ નો કરવામા આવ્યો બહિષ્કાર


જયારે એવોર્ડ સમારોહ મા આવા પ્રકાર ના લોચા તેમજ ગોલમાલ થવા લાગી તો અમીર ખાન અને સન્ની દેઓલ બંનેએ આ એવોર્ડ ફંક્શન નો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ થી તેઓ ક્યારેય પણ આવા એવોર્ડ મા હાજરી આપતા નથી. આ બહિષ્કાર કર્યા બાદ તેમા કંગના, નાવાજુદ્દીન સીધ્ધ્કી, જોહન અબ્રાહમ તેમજ અજય દેવગણ નો સમાવેશ પણ થાય છે.



સારી એક્ટિંગ ને નકારવું 


ઘણીવાર સારા કલાકારો ને એવોર્ડ મળતા હોય છે અને ઘણીવાર જેમને ફિલ્મ મા સારું કામ કર્યું હોય તે રહી જતા હોય છે. ૨૦૧૫ ના સાલ મા આવી ફિલ્મ ”બેબી” માટે અક્ષય કુમાર ને એવોર્ડ મળ્યો હતો અને ત્યાર ના સમય મા જ ફિલ્મ “દ્રશ્યમ” મા અજય દેવગન ની ભૂમિકા ઘણી સારી હતી અને વાસ્તવિકતા ઉપર બનેલી “માંજી” મા નાવાજુદીન સીધ્ધ્કી નો ઉમદા અભિનય હતો. તો ત્યારે બેસ્ટ એક્ટર નો એવોર્ડ શાહરૂખ ખાન ની ફ્લોપ થયેલી ફિલ્મ માટે મળ્યો હતો.



નોમીનેટ કર્યા વગર જ આપી દેવા મા આવ્યો એવોર્ડ


ઘણીવખત કોઈ મોટા કલાકાર ને જો પ્રોગ્રામ મા બોલાવવા મા આવ્યા હોય તો માત્ર તેને ખુશ કરવા માટે નોમીનેટ કર્યા વગર જ તેમને એવોર્ડ આપી દેવા મા આવે છે. આવા સ્ટાર્સ ને ઘણી વાર તો ‘સ્ટાર ઓફ ધ ઈયર’ અને ‘સ્પેશ્યલ સ્ટાર ઓફ ધ ઈયર’ જેવા એવોર્ડ પણ આપી દેવા મા આવે છે કે જેનો આખી રૂપરેખા મા ક્યાય ઉલ્લેખ પણ હોતો નથી.



નખરા


એકવાર એક અભીનેત્રી દ્વારા જ્યાં એવોર્ડ સમારોહ ચાલી રહ્યો હતો ત્યાં પોતાની કાર ને પાર્ક કરી ને આયોજક ને ફોન કર્યો અને પૂછ્યું હતું કે તેને એવોર્ડ મળવાનો છે તો તે અંદર આવે નહિતર ત્યાં થી જ ચાલી જાય. આ અભિનેત્રી કોણ હતી તેની જાણ હજી સુધી નથી થઇ.



એવોર્ડ ની હરાજી


એવોર્ડ લેવા વાળા કરતા આપવા વાળા પણ નક્કી કરતા હોય છે કે તેઓ કયો એવોર્ડ કોને આપશે. જેમ કે રેખાએ કહ્યું છે કે તે હમેશા ‘બેસ્ટ એક્ટર’ ને જ એવોર્ડ આપશે તો એકવાર શ્રીદેવીએ પણ કહ્યું હતું કે તે માત્ર નામચીન વ્યક્તિ ને જ એવોર્ડ આપશે કોઈ ગુમનામ થયેલા વ્યક્તિ ને નહિ.





Post Views:
12



Pages