હાલ મા જ વર્ષ ૨૦૧૯ પૂરું થયું છે અને આ નવીન વર્ષ ૨૦૨૦ નુ સ્વાગત થઇ ચુક્યું છે. આ નૂતનવર્ષ ની સાથોસાથ આપણી રોજ ની ઘણી બધી વસ્તુઓ મા પણ ફેરફાર થવા લાગ્યો છે અને આ તમામ વસ્તુઓ મા થતા ફેરફાર અંગે ની માહિતી આપણે ને હોવી પણ જરૂરી બને છે. આ નૂતનવર્ષે દાખવામા આવેલા અમુક નવા નિયમો પણ લાગુ કરવામા આવ્યા છે અને તેમા ના ઘણા નિયમો મા હજુ પણ ફેરફાર ચાલુ છે.

જો તમે પણ આ વર્ષ ના નવા નિયમો થી હજુ સુધી અવગત ન થયા હોય તો આજ નો આ લેખ તમારા માટે વાંચવો જરૂરી બને છે. તો ચાલો જાણીએ આ નૂતનવર્ષે ફેરફાર કરવામા આવેલા અમુક નિયમો વિષે કે જે જાણવા ઘણા જરૂરી બને છે અન્યથા અમુક કામો અટકાય શકે છે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ની જોડણી ની છેલ્લી તારીખ
તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જોડવાની ની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ ને નક્કી કરેલી હતી. જો તમે આ સમય દરમિયાન તમારું આધાર કાર્ડ ને લીંક નહી કરાવ્યું હોય તો હવે થી તમારું પાન કાર્ડ ઇન-એકટીવ થઇ જશે. એટલે કે અત્યાર સુધી જે પણ કામ માટે તમે તમારા પાનકાર્ડ નો ઉપયોગ કરતા તે તમામ સેવાઓ બંધ થઇ જશે. આ સાથે જ કોઇપણ પ્રકાર નુ નાણાકીય લેવડ-દેવડ અટકી શકે છે. આ પેલ્લા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ ૩૦મી સપ્ટેમ્બર આપવામા આવી હતી.

આ સિવાય પાનકાર્ડ એક દસ આંકડા ના અમુક અલ્ફા ન્યુમેરિક નંબર થી બનેલી આપણી ઓળખ દર્શાવતું કાર્ડ હોય છે જે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આપવામા આવે છે. જો તમારી આગળ આ પાનકાર્ડ નહી હોય તો હવે થી તમે ઇન્કમટેક્ષ રીટર્ન નહી ભરી શકો. ગયા વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇન્કમટેક્ષ રીટર્ન ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ભરી શકાય છે પણ જો તમે ૩૧મી ડીસેમ્બર સુધી મા આ ઇન્કમટેક્ષ ભરો છો તો આ મોડું થવા માટે નો દંડ તમારે ભરવો પડે છે.

ભારત સરકાર ના નિયમ દ્વારા જો ઇન્કમટેક્ષ ૩૧મી ઓગસ્ટ સુધી મા ભરી દેવા મા આવે તો તમારે કોઇપણ પ્રકાર નો દંડ ચૂકવવો પડતો નથી પરંતુ જો તમે ૩૧મી ડીસેમ્બર સુધી ન ભરો તો તમારે પાંચ હજાર નો દંડ ભરવો પડતો હતો જે વધારી ને ૧લી જાન્યુઆરી ૨૦૨૦ થી દસ હજાર કરી દેવા મા આવ્યો છે. જે વ્યક્તિઓ ની વાર્ષિક આવક પાંચ લાખ થી ઓછી છે તેમને એક હજાર જ દંડ પેટે ભરવાના રેહશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો નવો નિયમ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામા આવેલ નવા મેગ્નેટિક સ્ટ્રીપવાળા એટીએમ કાર્ડ બદલવા ની છેલ્લી તારીખ ૧લી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ની જ હતી. હવે થી જો આ કાર્ડ બદલાવેલ નહી હોય તો તમારા જુના કાર્ડ ઉપયોગ વિના ના થઇ જશે. જેના લીધે તમારે પરેશાનીઓ વેઠવી પડી શકે છે. સ્ટેટ બેન્ક દ્વારા તેના ગ્રાહકો ને અગાવ અવારનવાર જણાવ્યું હતું કે તમે તમારા જુના કાર્ડ ને બદલાવી લો અને આ કાર્ડ બદલવા માટે ત્યારે કોઈપણ પ્રકાર નો ચાર્જ પણ લેવા મા આવતો ન હતો.

સબ કા વિકાસ યોજના નો સમય થઇ ગયો છે પૂરો
સર્વિસ થી લગતો કર તેમજ એક્સાઈઝ ડ્યુટી થી જોડાયેલા અમુક જુના વિવાદો ના સમાધાન માટે બનાવવા મા આવેલ સબકા વિકાસ યોજના ૩૧મી ડિસેમ્બર ના રોજ પૂરી થઇ ચુકી છે અને હાલ આ યોજના ને આગળ વધારવા મા આવે તેવી કોઈ શક્યતાઓ પણ દેખાતી નથી. હાલ ના વિત્તમંત્રી નિર્મલા સીતારમ દ્વારા સર્વિસ ટેક્ષ તેમજ એક્સાઈઝ ડ્યુટી થી જોડાયેલા અમુક મુદ્દાઓ ના સમાધાન માટે ચાલુ નાણાકીય વર્ષ ના બજેટ મા આ યોજના નો સમાવેશ કર્યો હતો અને તેને ‘સબકા વિકાસ યોજના’ નામ આપ્યું હતું જેના અંતર્ગત વ્યક્તિઓ ને તેના જુના વિવાદિત મામલા મા પોતાના બકાયા ની ઘોષણા કરી તે રકમ ચૂકવવા ની હતી.

ઈન્ટરનેટ બેન્કિંગ મા NEFT પર નહી લેવા મા કોઈ ચાર્જ
ચાલુ વર્ષ મા નિયમો મા થયા અમુક ફેરફારો મા બેંકો દ્વારા પણ તેમના ગ્રાહકો ને એક અમુલ્ય ભેટ આપવામા આવી રહી છે જે અંતર્ગત હવે થી રકમ ની કરવામા આવતી ઓનલાઈન લેન-દેન જેવી કે એનઈએફટી ઉપર કોઇપણ પ્રકાર નો ચાર્જ લેવા મા નહી આવે. નોટબંધી સમયે ભારતીય રીઝર્વ બેંક દ્વારા ડીઝીટલ લેન-દેન ને વધુ વેગ મળે તે હેતુ થી ૧૬મી ડીસેમ્બર થી ૨૪ કલાક NEFT ને ચાલુ કરવામા આવી હતી.

જીએસટી ના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ
જીએસટી ના રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ને વધુ સહેલી કરવા માટે હવે થી આધાર કાર્ડ નો ઉપયોગ કરવા નો નવો નિર્ણય લેવા મા આવ્યો છે. હાલ નુ વાર્ષિક ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ની તારીખ ને પણ બે મહિના વધારી ને ૩૦મી ઓગસ્ટ કરવામા આવેલી હતી. જો કે હાલ નુ નવું જીએસટી રીટર્ન ભરવા ની સિસ્ટમ ગઈ કાલે થી જ શરુ કરવામા આવી છે.

Post Views:
37