પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર જેવુ આકર્ષક ફિગર બનાવવું છે, તો અનુસરો આ સરળ ટીપ્સ - GujHub

Gujarat News

Breaking

બુધવાર, 29 જાન્યુઆરી, 2020

પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર જેવુ આકર્ષક ફિગર બનાવવું છે, તો અનુસરો આ સરળ ટીપ્સ






જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમની કોઈપણ આડઅસર વગર ની ભોજન પ્રણાલી નુ અનુસરણ કરવું પણ ફરજીયાત હોય છે. જે લોકો કરિના કપૂર જેવું સુડોળ શરીર બનાવવા ઈચ્છતા હોય તેમને કરિના કપૂર ખાન ની ભોજન પ્રણાલી વિષે માહિતગાર થવું જરૂરી બને છે અને તેનું અનુસરણ પણ કરવું પડે છે. આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે કરિના ની ભોજન પ્રણાલી વિષે કે જે તેમના ન્યુટ્રિશનિસ્ટ ઋતુજા દિવેકર દ્વારા હમણાં જ સોશિયલ મીડિયા ઉપર ડાયટ તેમજ ફિટનેસ ને લઈને મોટું રહસ્ય ખોલવામા આવ્યું છે.



હાલ મા જ ઋતુજાએ ફિલ્મ ‘ગુડ ન્યુજ’ ના ગીત ‘ચંડીગઢ’ મા કરિના ના લુક માટે થઇ ને એક ડાયટ પ્લાન રજુ કર્યો હતો. આ ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ ના ગીત મા કરિના પાર્ટી આઉટફિટ મા ઘણી હોટ અને સેક્સી લાગતી હતી. ઋજુતા દિવેકર દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ પણ શેયર કરી હતી અને જેમા તેણે લખ્યું હતું કે, ‘ચંડીગઢ’ ગીત મા આ સેક્સી લૂક આપવા માટે કરિનાએ એક ખાસ પ્રકાર ની ડાયટ પ્લાન નુ અનુસરણ કર્યો હતું. આ ગીત માટે કરિનાએ આઠ મીલ ની ડાયટ ને અનુસરી હતી.



કરિના કપૂર દ્વારા એક સપ્તાહ સુધી નિયમિત ત્રણ વખત ભોજન લેવા ની જગ્યાએ આઠ વખત ભોજન લેવા નુ શરૂ કરી દીધું હતું. ઋજુતા દિવેકર દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ ઉપર કરિના ના ફોટો ને શેયર કરી ને લખ્યું હતું કે, જો તમને વિચાર આવતો હોય કે કરિના શું ખાતી હશે તો આજ હું તમને જણાવી આપું છુ અને ત્યારબાદ ઋજુતાએ કરીના ની ભોજન પ્રણાલી વિષે ની વિગતવાર માહિતી આપી હતી.



જેમા મીલ – ૧ સવાર ના સમયે ઉઠી ને તે રાત ના પાણી મા પલાળેલી કાળી દ્રાક્ષ અને કેસર, મીલ ૨ – નાસ્તા મા પરોઠા અને ચટણી, મીલ ૩ – નારિયેળ પાણી સાથે ચપટી એક તકમરિયા, મીલ ૪ – એટલે કે બપોર ના ભોજન મા પાપડ સાથે દહીં તેમજ ભાત ખાતી હતી, મીલ ૫ – અખરોટ અને ચીઝ, મીલ ૬ – સાંજ ના નાસ્તા મા કેળા નુ મિલ્ક શેક, મીલ ૭ – એટલે કે રાત્રી ના ભોજન મા દહીં સાથે ખીચડી અથવા તો સૂરણ ની ટિક્કી અને વેજીટેબલ પુલાવ તેમજ મીલ ૮ – રાતે સુતા સમયે દૂધ અથવા તો કેળા નુ મિલ્ક શેક.



 


ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર પોતાની આ પોસ્ટ મા વધુ જણાવતા કહે છે કે ફિટ તેમજ હેલ્ધી રહેવા ની સાથોસાથ પરફેક્ટ ફિગર મેળવવુ સરળ છે. પરંતુ આ બધુ ત્યારે જ શક્ય બને છે જયારે તમે લાંબા સમય સુધી તેનું અનુસરણ કરી શકો. તમે સ્થાનિક ખાદ્ય પદાર્થો ખાવ, મોસમ પ્રમાણે ફળ-શાકભાજી ખાવો એમા પણ ખાસ કરી ને ખોરાક નુ સેવન કરો. ઋજુતા દિવેકર જણાવે છે કે તેની આ સેક્સી ફિગર માટે કરિના કપૂર નિયમિત આઠ મીલ નુ આ ડાયટ પ્લાન ની સાથોસાથ સપ્તાહ મા પાંચ કલાક નુ વર્કઆઉટ પણ કર્યું હતું.





Post Views:
16





Pages